Home /News /business /ભારતમાં વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય, રિલાયન્સ અને સનમીનાએ હાથ મિલાવ્યા

ભારતમાં વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય, રિલાયન્સ અને સનમીનાએ હાથ મિલાવ્યા

ભારતમાં વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા રિલાયન્સ અને સનમીનાએ હાથ મિલાવ્યા(ફાઈલ તસવીર)

Reliance Sanmina Joint Venture: આ સંયુક્ત સાહસ વિવિધ ઉદ્યોગો જેવા કે કમ્યુનિકેશન નેટવર્ક (5G, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાયપરસ્કેલ ડેટા સેન્ટર), મેડિકલ અને હેલ્થકેર સિસ્ટમ્સ, ઔદ્યોગિક એન્ડ ક્લિન ટેક, અને સંરક્ષણ અને એરોસ્પેસમાં હાઈ-એન્ડ ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેરને પ્રાથમિકતા આપશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ભારતમાં વિશ્વસ્તરીય મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના લક્ષ્યથી અમેરિકી શેર બજારૃ Nasdaqમાં લિસ્ટેડ કંપની સનમીના અને રિલાયન્સ સ્ટ્રેટેઝિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડે હાથ મિલાવ્યા છે. રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ ભારતના ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંચાલિત પેટાકંપની છે. બંને કંપનીઓએ આ વર્ષે માર્ચમાં આ સંયુક્ત સાહસની જાહેરાત કરી છે.

  ચેન્નઈની સનમીનાની મેનેજમેન્ટ ટીમ બિઝનેસનુ સંચાલન કરશે


  સનમીનાનો આધિનુક મેન્યફેક્ચરિંગમાં 40 વર્ષનો બહોળો અનુભવ અને ભારતીય ઈકોસિસ્ટમમાં રિલાયન્સની નિપુણતા તેમજ નેતૃત્વનો ફાયદો આ પાર્ટનરશિપને મળશે. આ હેઠળ, ચેન્નઈની સનમીનાની મેનેજમેન્ટ ટીમ દ્વારા રોજ-બરોજના આ બિઝનેસને ચલાવવામાં આવશે.

  આ પણ વાંચોઃ એમેઝોન સાથે માત્ર 4 કલાક કામ કરી, દર મહિને કમાઈ શકો છો રુ.60 હજાર

  મેક ઈન ઈન્ડિયા


  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ સંયુક્ત સાહસ ભારતને વિશ્વસ્તરે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં આગળ વધશે. આ સંયુક્ત સાહસ વિવિધ ઉદ્યોગો જેવા કે કમ્યુનિકેશન નેટવર્ક (5G, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાયપરસ્કેલ ડેટા સેન્ટર), મેડિકલ અને હેલ્થકેર સિસ્ટમ્સ, ઔદ્યોગિક એન્ડ ક્લિન ટેક, અને સંરક્ષણ અને એરોસ્પેસમાં હાઈ-એન્ડ ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હાર્ડવેરને પ્રાથમિકતા આપશે.

  સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન


  સનમીનાના વર્તમાન ગ્રાહક આધારેન બનાવી રાખતા, આ સાહસ સૌથી સારું ‘મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી સેન્ટર ઓફ એક્સેલેન્સ’ બનાવશે. આ ભારતમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને સહાય અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે એક ઈન્ક્યુબેશન સેન્ટરની જેમ કામ કરશે. આટલું જ નહિ, નવી ટેકનોલોજી સાથે સંબંધિત સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.

  આ પણ વાંચોઃ આજે ખુલશે એડલવીસ ફાઇનાન્સિયલ સર્વિસીસનું NCD, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વિગતો

  બધી જ રીતની મેન્યુફેક્ચરિંગ ચેન્નઈમાં આવેલી સનમીનાના 100 એકર કેમ્પસમાં જ હશે. આની સાથે જ ભવિષ્યમાં વૃદ્ધિની સંભાવનાઓને ધ્યાનમા રાખીને સાઈટનું વિસ્તરણ કરવામાં આવશે અને બિઝનેસની જરૂરિયાતો અનુસાર ભારતના અન્ય ભાગોમાં પણ મેન્યફેક્ચરિંગ સાઈટ્સ પર પણ કામ કરવામાં આવશે.

  માર્ચમાં વેન્ચર બનાવવાની જાહેરાત કરાઈ હતી


  માર્ચમાં જ્યારે આ વેન્ચરને બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સનમીનાના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી જુરે સોલાએ કહ્યુ હતું કે,‘અમે ભારતમાં મેન્યુફેક્ચરિંગ કંપની બનાવવા અને રિલાયન્સ સાથે ભાગીદારીને લઈને બહુજ ઉત્સાહિત છીએ. આ સંયુક્ત સાહસ સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોની જરૂરિયાતોને પૂરી કરશે અને ભારત સરકારના ‘મેક ઈન ઈન્ડિયા’અભિયાન માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.


  તે જ સમયે રિલાયન્સ જિયોના ડિરેક્ટર આકાશ અંબાણીએ કહ્યુ હતું કે, ‘ભારતમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગના મહત્વપૂર્ણ બજાર સુધી પહોંચવા માટે સનમીના સાથે કામ કરવામાં અમને ખુશી થશે. ભારતના વિકાસ અને સુરક્ષાને લઈને આત્મવનિર્ભર હોવું આવશ્યક છે. ટેલિકોમ, આઈટી, ડેટા સેન્ટર, ક્લાઉડ, 5જી, નવી ઊર્જા અને અન્ય ઉદ્યોગોની ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતા જરૂરી છે, કેમકે અમે એક નવી ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યા છીએ. આ ભાગીદારીના માધ્યમથી અમે ભારતીય અને વૈશ્વિક માંગને પૂરી કરતા ભારતમાં સંશોધન અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહ્યા છીએ.

  (ડિસ્ક્લેમરઃ નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.)
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Business news, Make in india, Reliance Industries

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन