Home /News /business /રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

રિટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

રીટાયમેન્ટ બાદ પણ નહીં થાય પૈસાની કમી! સિનિયર સિટીઝન્સ માટે કામની છે આ સ્કીમ

Regular income After Retirement: આજે નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવવા માટે તમારા રુપિયાનું રોકાણ કરવાના ઘણા વિકલ્પો છે. તેમાં પણ ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે મદદરુપ થાય એવી ઘણી યોજનાઓમાં છે, જે પૈકી રિવર્સ મોર્ગેજ એ થોડી ઓછી પ્રચલિત સ્કીમ છે, જે વરિષ્ઠ નાગરિકોને નિયમિત રોકડ આવક આપે છે.

વધુ જુઓ ...
આજે નિવૃત્તિ પછી નિયમિત આવક મેળવવા માટે તમારા નાણાંનું રોકાણ કરવાના ઘણા વિકલ્પો છે. જો કે, વધારાનો રોકડ પ્રવાહ મળી રહે તો સૌને ગમે છે. ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે મદદગાર એવી ઘણી યોજનાઓમાં, રિવર્સ મોર્ગેજ એ થોડી ઓછી પ્રચલિત સ્કીમ છે, જે વરિષ્ઠ નાગરિકોને નિયમિત રોકડ પ્રવાહ પણ પ્રદાન કરે છે. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે બધુ જ.

ATM કાર્ડ પર ફ્રીમાં મળી શકે છે રુ. 5 લાખ સુધીનો વીમો, જાણો કઈ રીતે ક્લેમ કરી શકાય?

શું છે રીવર્સ મોર્ગેજ સ્કીમ?

વરિષ્ઠ નાગરિકોને નિયમિત રીતે કોઇ પૂરક આવક મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા 2007-08માં રિવર્સ મોર્ગેજ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને તેમની માલિકીના ઘરની સામે દર મહિને સમયાંતરે પેમેન્ટ મળે છે. તેઓ તેમની માલિકીની રહેણાંક મિલકતને બેંક અથવા નાણાકીય સંસ્થામાં કોલેટરલ તરીકે મોર્ગેજ કરી શકે છે અને લોન મેળવી શકે છે. આ હોમ લોનથી 'રિવર્સ' છે, જ્યાં બેંક માસિક ચૂકવણી કરે છે. એટલે કે બેંક માસિક ધિરાણ લેનારાને ચૂકવણી કરે છે. મહત્તમ માસિક ચુકવણી એક વર્ષમાં રૂ. 50,000 સુધી મર્યાદિત છે.

કઇ રીતે કામ કરે છે આ સ્કીમ?

બેંક ઘરની શરતના આધારે લોન ક્વોન્ટમ પાત્રતા નક્કી કરે છે. આ યોજના હેઠળ સામાન્ય લોન-ટુ-વેલ્યુ રેશિયો 60-80 ટકા છે. એટલે કે 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી માટે લોનની રકમ 60-80 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. સંપત્તિની કિંમત હોવા છતાં મોટાભાગની બેંકો મહત્તમ લોનની રકમ 1 કરોડ રૂપિયા આપે છે.

એક ટાઇપિંગ ભૂલથી સુઝલોનના શેરમાં રોકેટ ગતિ, સોમવારે લાગી હતી 20%ની અપર સર્કિટ

લોનનો મહત્તમ સમયગાળો મુખ્ય બેન્કોમાં 10-20 વર્ષ સુધીનો હોય છે. વ્યાજના ખર્ચ અને ભાવમાં વધઘટ માટેના માર્જિનને ધ્યાનમાં લીધા પછી બેંક સમયાંતરે ચુકવણી દ્વારા લોન લેનારને લોનની રકમનું વિતરણ કરે છે. સમયાંતરે થતી ચુકવણીને રિવર્સ ઈએમઆઈ પણ કહેવામાં આવે છે. દરેક રિવર્સ ઈએમઆઈની ચુકવણી સાથે ઇક્વિટી અથવા ઘરમાં વ્યક્તિના ઇન્ટરસ્ટમાં ઘટાડો થાય છે.

લાયકાત

રિવર્સ મોર્ગેજ સ્કીમ મેળવવા માટે અરજદારની ઉંમર 60 વર્ષથી વધુ હોવી આવશ્યક છે. લોન ફક્ત સંપૂર્ણ માલિકીની અને સ્વ-માલિકીના ઘરના મોર્ગેજની સામે હોઈ શકે છે, જે વારસામાં અથવા ગીફ્ટમાં મળેલ નથી. ગીરવે મૂકવાની મિલકત ઓછામાં ઓછી 20 વર્ષ જૂની હોવી જોઈએ.

પરત ચૂકવણી

લોનની રકમ છેલ્લા બચેલા વ્યક્તિના મૃત્યુ પછી બાકી થાય છે અને ધિરાણ લેનારાઓના વારસદારને સંચિત વ્યાજ સાથે યોગ્ય રકમ ચૂકવવાનો વિકલ્પ આપવામાં આવે છે. જો લોનનો નોમિની ચુકવણી કરી શકતો નથી, તો બેંક મિલકતના વેચાણની રકમ દ્વારા વસૂલાત કરે છે. મિલકતના વેચાણમાંથી કોઈ પણ વધારાની રકમ નોમિનીને ચૂકવવામાં આવે છે અને જો વેચાણની આવક લોનની રકમ કરતા ઓછી હોય તો બેંકને નુક્શાન થાય છે.

માત્ર 10 હજાર રૂપિયામાં શરૂ કરો આ Business, અને દર મહિને કરો લાખોની કમાણી

રિવર્સ મોર્ગેજના ફાયદાઓ

- રિવર્સ મોર્ગેજ યોજના પૂરક આવકના સ્રોત તરીકે સેવા આપે છે.

- વરિષ્ઠ નાગરિકો કોઈપણ હેતુ માટે રિવર્સ મોર્ગેજ આવકનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે.

- રિવર્સ મોર્ગેજ પર મળતા નાણાં સંપૂર્ણપણે કરમુક્ત છે.

- વરિષ્ઠ નાગરિકો પાસે કોઈપણ ચાર્જ વિના બાકી લોનની ચુકવણી કરવાનો વિકલ્પ હોઈ શકે છે.

- ઘરના સમારકામના તમામ ખર્ચ પાત્ર લોનની રકમમાંથી કપાત તરીકે દાવો કરી શકાય છે.
Published by:Mitesh Purohit
First published:

Tags: Business news, Government scheme, Senior-citizen

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन