Home /News /business /

બ્લેકમનીને નાથવા સરકારનો વધુ એક નિર્ણય

બ્લેકમનીને નાથવા સરકારનો વધુ એક નિર્ણય

સરકારે બ્લેકમનીને નાથવા માટે શેલ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. સરકારે મંગળવારે જણાવ્યું કે, નિયમોનું પાલન નહિ કરવાના કારણે 1.20 લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સરકારે 2.26 લાખ કંપનીઓના રજિસ્ટ્રેશનને કેન્સલ કરેલા છે અને એવી કંપનીઓ સાથે જોડાયેલા 3.09 લાખ ડાયરેક્ટર્સને ડિસક્વોલિફાય કર્યા છે. ગયા સપ્તાહમાં ડીરજિસ્ટર્ડ કંપનીઓ પર લેવાયેલા એક્શન અંગે થયેલી રીવ્યુ મીટિંગ પછી 1.20 લાખ કંપનીઓના રજિસ્ટ્રેશન રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રીવ્યુ મીટિંગની અધ્યક્ષતા કરનાર સ્ટેટ કોર્પોરેટ અફેક્સ મિનિસ્ટર પી. પી. ચૌધરીએ અધિકારીઓને એવી કંપનીઓ સામે ઝડપી એક્શન લેવાનો આદેશ આપ્યો છે જેમના રજિસ્ટ્રેશન કેન્સલ કરવાના છે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ એક રીઝલ દ્વારા જણાવ્યું છે કે, નોન-કોમ્પ્લાયન્સના અનુસંધાનમાં 1.20 લાખથી વધારે કંપનીઓની ઓળખ થઇ ચૂકી છે જેમના રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવશે.
First published:

Tags: Registration canceled, Shell companies, કાળુ નાણું

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन