Home /News /business /Alert! સરકારે બદલ્યો નિયમ, કાર ખરીદ્યા પહેલા જરૂર જાણો

Alert! સરકારે બદલ્યો નિયમ, કાર ખરીદ્યા પહેલા જરૂર જાણો

હવે ડિલર્સ અને મોટા અધિકારીઓની દખલ તેમાં ખતમ થઈ જશે. સાથે, લોકોના પૈસા પણ બચશે. કેમ કે, અત્યાર સુધી ડિલર્સ રજિસ્ટ્રેશન માટે એકસ્ટ્રા પૈસા ચાર્જ કરતા હતા.

હવે ડિલર્સ અને મોટા અધિકારીઓની દખલ તેમાં ખતમ થઈ જશે. સાથે, લોકોના પૈસા પણ બચશે. કેમ કે, અત્યાર સુધી ડિલર્સ રજિસ્ટ્રેશન માટે એકસ્ટ્રા પૈસા ચાર્જ કરતા હતા.

    કાર કે સ્કૂટર ખરીદનાર લોકો માટે એક સારા સમાચાર છે. હવે તમે પોતાની ગાડી ઓનલાઈન જ રજિસ્ટર (આરસી) કરાવી શકશો. રજિસ્ટ્રેશન ઓનલાઈન થવાનો મોટો ફાયદો એ થશે કે, હવે ડિલર્સ અને મોટા અધિકારીઓની દખલ તેમાં ખતમ થઈ જશે. સાથે, લોકોના પૈસા પણ બચશે. કેમ કે, અત્યાર સુધી ડિલર્સ રજિસ્ટ્રેશન માટે એકસ્ટ્રા પૈસા ચાર્જ કરતા હતા.

    કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કાયદા અનુસાર, જ્યારે પણ તમે નવી ગાડી ખરીદો છો તો તેને રજિસ્ટ્રેશન માટે આરટીઓ ઓફિસ લઈ જવી પડે છે. અમે તેમાં નાનો ફેરફાર કર્યો છે. રજિસ્ટ્રેશન ઓથોરિટી રાજ્ય સરકારની હશે, જે આરટીઓ છે.

    હવે કન્ઝ્યુમર ગાડીને ઓનલાઈન રજિસ્ટર કરી શકશે. ગ્રાહકે હવે ગાડી આરટીઓ નહીં લઈ જવી પડે. ગ્રાહકને તે ફી નહીં આપવી પડે જે ડિલર તમારી પાસેથી વાહન રજિસ્ટર કરાવવાનો ચાર્જ કરતા હતા.

    બે વર્ષ પહેલા મિનિસ્ટ્રી ઓફ ટ્રાંસપોર્ટ એન્ડ હાઈવેએ એક સરક્યુલર જાહેર કર્યું હતું, જેમાં રજિસ્ટર્ડ ડિલર્સને આરટીઓ સાથે જોડાયેલા કેટલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

    આવું એટલા માટે કરવામાં આવ્યું હતું, જેથી આરટીઓ પર થોડો કામનો બોઝ ઓછો થાય, અને ભ્રષ્ટાચાર ઓછઓ કરી શકાય, સાથે ગ્રાહકને એક્સ્ટ્રા ચાર્જમાંથી મુક્તી મળે. તમને જણાવી દઈએ કે, આપણા દેશમાં પણ 1300થી વધારે આરટીઓ છે, જે તમામ વર્ગના વાહનોનું રજિસ્ટ્રેશન કરે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Nitin Gadkari, Reality

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन