Recurring Deposit: રિકરિંગ ડિપોઝિટ પર આ રીતે થાય વ્યાજની ગણતરી, જાણો શું છે RD કેલ્ક્યુલેટર?

રિકરિંગ ડિપોઝિટ

RD Calculator: બેંકો દ્વારા આરડી એકાઉન્ટ પર લાગૂ કરવામાં આવતા વ્યાજદરની ગણતરી કરવા માટે આરડી કેલ્ક્યુલેટર (RD Calculator)નો ઉપયોગ કરવામાં આવે છે.

  • Share this:
    મુંબઈ: જ્યારે રોકાણ (Investment) અને તેમાં પણ સુરક્ષિત રોકાણ (Secure Investment)ની વાત આવે તો સૌથી પહેલા તમારા મગજમાં જે વિકલ્પ આવે તે રિકરિંગ ડિપોઝિટ (recurring deposit) હશે. આ રોકાણ પ્રક્રિયામાં તમારે નક્કી સમયગાળા દરમિયાન દર મહિને એક માસિક હપ્તો (Monthly Amount) ચૂકવવાનો રહે છે. જેના પર તમને વ્યાજ (Earn Interest) મળે છે, જે તમારું જે બેંકમાં રિકરિંગ એકાઉન્ટ છે તેના દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા રિકરિંગ એકાઉન્ટ પર વ્યાજની ગણતરી (How to Count Interest on RD) કઈ રીતે કરવામાં આવે છે. તેના માટે બેંક કઈ રીત અપનાવે છે અથવા કયું સૂત્ર (Formula) લાગૂ કરે છે? તો આપને જણાવી દઇએ કે, બેંકો દ્વારા આરડી એકાઉન્ટ પર લાગૂ કરવામાં આવતા વ્યાજદરની ગણતરી કરવા માટે આરડી કેલ્ક્યુલેટર (RD Calculator)નો ઉપયોગ કરવામાં આવે છે.

    શું છે આરડી કેલ્ક્યુલેટર?

    આરડી કેલ્ક્યુલેટર એટલે કે રિકરિંગ ડિપોઝિટ કેલ્ક્યુલેટરનો ઉપયોગ તમારી આરડી અમાઉન્ટ મેચ્યોર થવા પર તમને રિટર્ન તરીકે કેટલી રકમ પરત આપવી તેની ગણતરી કરવા માટે થાય છે. તમને કેટલી રકમ મળવા પાત્ર છે તે નક્કી કરવા માટે ઘણી બેંકો દ્વારા ઑફર કરવામાં આવેલ RD કેલ્ક્યુલેટર અથવા સરળ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકો છો અને ગણતરી કરી શકો છો. આરડી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાથી તમને તરત જ પરિણામો મળી શકે છે અને તેની ગણતરીની પ્રક્રિયા એકદમ સરળ છે. RD ખાતામાંથી જનરેટ થયેલ વ્યાજ ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ હોય છે.

    કઇ રીતે થાય છે આરડી વ્યાજની ગણતરી?

    રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજની રકમ સામાન્ય રીતે ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ રીતે કરવામાં આવે છે. રિકરિંગ ડિપોઝિટ પર વ્યાજદર પાકતી મુદતે કેટલું હશે, તેની ગણતરી કરવા માટે બેંકો દ્વારા નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

    M = R[(1+i) n – 1]/1-(1+i) (-1/3)

    M = RDની મેચ્યોરીટી વેલ્યૂ

    R = RDમાં જમા કરવામાં આવેલ માસિક હપતો

    n = ક્વાર્ટર્સની સંખ્યા (કુલ સમયગાળામાં)

    i = વ્યાજ દર / 400

    કઇ રીતે વાપરશો ઓનલાઇન RD કેલ્ક્યુલેટર?

    ઓનલાઈન આરડી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબ છે.

    1. તમે દર મહિને જે રકમ જમા કરો છો તે દાખલ કરો.

    2. તમારા RD રોકાણનો સમયગાળો દાખલ કરો.

    3. જો તમે બેંકો દ્વારા ઓફર કરવામાં આવેલ RD કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો છો, તો વ્યાજનો દર આપવામાં આવશે. જો તમે થર્ડ પાર્ટી વેબસાઇટ્સ દ્વારા ઓફર કરવામાં આવેલ RD કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી રહ્યા છો, તો વ્યાજ દર દાખલ કરવો આવશ્યક છે. Calculate પર ક્લિક કરો. તમને રિઝલ્ટ તરત જ જોવા મળશે.

    RD કેલ્ક્યુલેટરના ફાયદા

    1. સચોટ અંદાજ આપે છે.

    2. સમય બચાવે છે અને ઉપયોગ કરવામાં સરળ છે.

    3. તમે લાંબા ગાળે તમારા નાણાંકીય આયોજન કરી શકો છો.

    આ પણ વાંચો:  RD Accounts: જાણો કેટલા પ્રકારના હોય છે Recurring Deposit Account, કયા ખાતામાં કેટલું વ્યાજ મળે?

    >> RD કેલ્ક્યુલેટર અંગે પૂછાતા કેટલાક સવાલો

    1. જો માસિક ડિપોઝિટમાં વિલંબ થાય તો શું મારે દંડ ભરવો પડશે?

    હા. જો માસિક હપતાની ચુકવણીમાં વિલંબ થશે તો દંડ વસૂલવામાં આવશે. બેંક અને વિલંબના સમયગાળાના આધારે જે દંડ ચૂકવવો આવશ્યક છે તે બદલાઇ શકે છે.

    2. શું RD એકાઉન્ટમાંથી જનરેટ થયેલ વ્યાજ કરપાત્ર છે?

    હા. જે વ્યાજ તમને મળે છે તે કરપાત્ર છે.

    3. RD એકાઉન્ટ ખોલાવવાની વિવિધ પદ્ધતિઓ કઈ છે?

    તમે નીચે દર્શાવેલ વિવિધ પદ્ધતિઓ દ્વારા આરડી ખાતું ખોલી શકો છો.

    * બ્રાન્ચની મુલાકાત લઇને

    * મોબાઇલ બેંકિંગ

    * ઇન્ટરનેટ બેંકિંગ

    4. RD એકાઉન્ટ પર મળેલા વ્યાજની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?

    RD ખાતા પર જે વ્યાજ મળશે તેની ગણતરી ચક્રવૃદ્ધિ વ્યાજ સૂત્ર લાગુ કરીને કરવામાં આવે છે. દર મહિને હપતા ભરવાના હોવા છતા ચક્રવૃદ્ધિ વ્યાજ ત્રિમાસિક લાગૂ કરવામાં આવે છે.

    આ પણ વાંચો: Saving Account: શું તમે જાણો છો કે બચત ખાતાના પણ અલગ અલગ પ્રકાર હોય છે? જાણો તેના લાભ વિશે

    5. શું વરિષ્ઠ નાગરિકો માટે કોઈ વધારાનાં વ્યાજની સુવિધા આપવામાં આવે છે?

    હા. મોટાભાગની બેંક વરિષ્ઠ નાગરિકો માટે વધારાનું વ્યાજ આપે છે.

    6. જો હું TDSની ગણતરી ટાળવા ઈચ્છું તો મારે ક્યું ફોર્મ સબમિટ કરવું જોઈએ?

    TDS ની કપાત ટાળવા માટે તમારે ફોર્મ 15H અથવા 15G સબમિટ કરવાની જરૂર પડશે.

    7. રિકરિંગ ડિપોઝિટ પર ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવા માટે ક્યું સૂત્ર વપરાય છે?

    A = P(1+r/n) ^ nt.

    8. શું RDs પર ત્રિમાસિક બાદ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી થાય છે?

    જી હા. RDs પર ત્રિમાસિક બાદ ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી થાય છે.

    9. સાદા વ્યાજની ગણતરી કરવા માટે ક્યું સુત્ર વપરાય છે?

    I = P x R x T

    જેમાં I એટલે વ્યાજ, P એટલે કુલ રકમ, R એટલે વ્યાજ દર અને T એટલે ડિપોઝિટની મુદ્દત(સમયગાળો) દર્શાવે છે.

    10. રિકરિંગ ડિપોઝિટના સંદર્ભમાં સાદા વ્યાજની ગણતરી ક્યારે કરવામાં આવે છે?

    જો તમે ચાલુ નાણાકીય ક્વાર્ટરની મધ્યમાં મે મહિનામાં રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવો છો, તો જમા થયેલી રકમ પર જૂનના અંત સુધી સાદું વ્યાજ મળશે. તે પછી, નવું ક્વાર્ટર શરૂ થતા વ્યાજમાં વૃદ્ધિ થશે.
    Published by:Vinod Zankhaliya
    First published: