Home /News /business /

Recurring Deposit Account: રિકરિંગ ડિપોઝિટ શું છે? જાણો તેના સાત લાભ અને ત્રણ ગેરલાભ વિશે

Recurring Deposit Account: રિકરિંગ ડિપોઝિટ શું છે? જાણો તેના સાત લાભ અને ત્રણ ગેરલાભ વિશે

રિકરિંગ ડોપોઝિટ એકાઉન્ટ

Recurring Deposit advantage: રિકરિંગ ડિપોઝિટ લૉ રિસ્ક ઈન્વેસ્ટમેન્ટ ટૂલમાંનુ એક છે. બચત સાથે ગેરંટીડ વળતરને કારણે RDને એક સારી રોકાણ યોજના ગણી શકાય છે.

  મુંબઈ: દરેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન બચત (Savings) કરી અને તેનું રોકાણ કરવા માટે પ્રયત્ન કરતો હોય છે. કોરોના પછી લોકો પોતાની ફાઈનાન્શિયલ સિક્યોરિટી (Financial security) માટે વધુ સજાગ બન્યાં છે. કેટલીક વખત રોકાણ કરવાના વધતા ટ્રેન્ડ વચ્ચે વિવિધ યોજનાઓ વચ્ચે પસંદગી કરતી વખતે લોકો મૂંઝાઈ જતા હોય છે. આજના આર્ટિકલમાં અમે તમને આવી જ એક રોકાણ યોજના રિકરિંગ ડિપોઝિટ (Recurring deposit) વિશે જણાવીશું. રિકરિંગ ડિપોઝિટ શું છે અને તેમાં રોકાણ કરવાના લાભ-ગેરલાભ (Advantage and Disadvantage of RD) વિશે જાણવા માટે આર્ટિકલ અંત સુધી જરૂર વાંચો.

  શું છે રિકરિંગ ડિપોઝિટ?

  રિકરિંગ ડિપોઝિટ લૉ રિસ્ક ઈન્વેસ્ટમેન્ટ ટૂલમાંનુ એક છે. બચત સાથે ગેરંટીડ વળતરને કારણે RDને એક સારી રોકાણ યોજના ગણી શકાય છે. આ યોજનાની લોકપ્રિયતા ઘણી વધારે છે, કારણ કે તમે ઓછા પૈસાથી પણ રોકાણની શરૂઆત કરી શકાય છે. આરડી ડિપોઝિટની સલામતી અને ગેરંટીડ વળતરને કારણે પહેલી વખત રોકાણ કરતા લોકો માટે આરડીમાં રોકાણ કરવું એક સારો વિકલ્પ છે.

  રિકરિંગ ડિપોઝિટ અથવા આરડી એક એવી યોજના છે જેમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરવામાં આવે છે. રિકરિંગ ડિપોઝિટમાં ઓછામાં ઓછા 100 રુપિયાથી રોકાણ કરવાની શરૂઆત કરી શકાય છે. રોકાણકાર 12, 24 અને 36 મહિના માટે રિકરિંગ ખાતું ખોલી શકે છે. અહીં દર મહિને જમા કરાવવાની રકમ પણ અગાઉથી નક્કી કરવામાં આવે છે.

  સૌથી મોટો લાભ

  સૌથી સારી વાત એ છે કે આરડીમાં જમા કરાયેલા પૈસા બજારના ફ્લક્ચ્યુએશનથી મુક્ત છે. બજાર ઘટે તો પણ આરડીનું વળતર ઘટતું નથી. મેચ્યોરિટી ડેટ પર નિશ્ચિત દર સાથે જ વળતરની ચૂકવણી કરવામાં આવે છે. પણ અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તમારા નાણાં જમા કરવવાનો સમય ખૂબ મહત્વનો છે. તેમાં કોઈ ડીલે ન હોવો જોઈએ. જો આવું થાય તો વળતર પર મોટી અસર જોવા મળી શકે છે.

  રિકરિંગ ડિપોઝિટના લાભ

  1) સરળતાથી ખાતું ખોલી શકાય

  સમાન્ય દસ્તાવેજો અને પૂરાવાઓની મદદથી રોકાણકાર સરળતાથી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવી અને તેમાં રોકાણ કરવાની શરૂઆત કરી શકે છે. આ ખાતું ખોલાવવા માટે કોઈ લાંબી પ્રોસેસ કરવી પડતી નથી.

  2) ભવિષ્યમાં નાણાકીય લક્ષ્યાંકો

  ભવિષ્ય અનિશ્ચિતતાઓથી ભરેલું છે. RD એક રિસ્કફ્રી ઈન્વસ્ટમેન્ટ છે જે લાંબા કે ટૂંકા ગાળાના રોકાણ પર નિશ્ચિત અને સમયસર વળતરની ગેરંટી આપે છે. ભવિષ્યમાં બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે, લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે, ઘરનું બાંધકામ કે સમારકામ કરવા વગેરે જેવા ભવિષ્યનાં નાણાંકિય લક્ષ્યાંકોને પુરા કરવા માટે રિકરિંગ ડિપોઝિટમાં રોકાણ કરી શકાય છે કેમ કે અહીં રોકાણ કરવા પર તમને ફાઈનાન્શિયલ સિક્યોરિટી મળે છે.

  3) બાંહેધરીકૃત રિટર્ન

  બજારના અન્ય ઈન્વેસ્ટમેન્ટ ટૂલ જેમ કે ઈક્વિટી ફંડ ને મ્યુચ્યુઅલ ફંડમાં નિશ્ચિત વળતરની ગેરંટી હોતી નથી. આવા ફંડમાં રોકાણ બજાર આધારિત હોય છે અને બજારના વધારા કે ઘટાડા અનૂરૂપ તેના પર રિટર્ન મળતું હોય છે, જ્યારે આરડીમાં ટૂંકાગાળા માટે કરવામાં આવેલા રોકાણ પરની મૂળ કરમ પર નિશ્ચિત રિટર્ન મળતું હોય છે. અહીં નાણાં ડૂબી જવાનો કોઈ ભય રહેતો નથી.

  આ પણ વાંચો: RD Accounts: જાણો કેટલા પ્રકારના હોય છે Recurring Deposit Account, કયા ખાતામાં કેટલું વ્યાજ મળે?

  4) કોઈ દંડ નહીં

  સામાન્ય રીતે જો કોઈ રોકાણમાં ઈન્સ્ટોલમેન્ટ ભરવાનું ચુકી જવાય તો તેની પર બેંક દ્વારા પેનલ્ટી ચાર્જ કરવામાં આવતી હોય છે, પણ આરડીના કિસ્સામાં તેવું હોતું નથી. જો તમે કોઈ મહિને ઈન્સ્ટોલમેન્ટ ભરવાનું ચૂકી જાવ તો બેંક દ્વારા તેના પર પેનલ્ટી ચાર્જ કરવામાં આવી નથી.

  5) ફાઈનાન્શિયલ ડિસીપ્લીન

  રોકાણકાર દ્વારા દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવતું હોય છે, તેથી રોકાણકારમાં અને રોકાણમાં પણ ફાઈનાન્શિયલ ડિસીપ્લીન જોવા મળે છે.

  6) ડિપોઝિટ સામે લોન

  બેંકો દ્વારા ડિપોઝિટ રકમ પર લોનની સુવિધા પણ આપવામાં આવે છે. રોકાણના 90 થી 95 ટકા સુધીની રકમ જેટલી લોન રોકાણકારને મળી શકે છે.

  7) રોકાણની મુદત

  રિકરિંગ ડિપોઝિટમાં રોકાણકાર પોતાની ક્ષમતા અને સવલત અનુસાર રોકાણ કરવાનો સમય અને રકમ નક્કી કરી શકે છે. આરડીમાં રોકાણ કરવાની ઓછામાં ઓછી મુદત 6 માસ અને વધુમાં વધુ 10 વર્ષ સુધીની છે.

  આ પણ વાંચો: Recurring Deposit: આ બેંકો રિકરિંગ ડિપોઝિટ પર આપે છે સૌથી વધારે વ્યાજ, ચેક કરો લીસ્ટ

  રિકરિંગ ડિપોઝિટના ગેરલાભ

  1) લિક્વીડિટી

  જ્યારે તમે આરડીમાં રોકાણ કરો છો ત્યારે મેચ્યોરિટી પહેલા તમે રોકાણનો કોઈ પણ ભાગ વિડ્રો કરી શકતા નથી. આરડી સરળ લિક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ નથી.

  2) વ્યાજ દર

  રિકરિંગ ડિપોઝિટ પર મળતું વ્યાજ સામાન્ય ફિક્સ ડિપોઝિટ પર મળતા વ્યાજ કરતા ઘણું જ ઓછું હોય છે. અહીં નાની રકમમાં રોકાણ કરવામાં આવે છે તેથી રેટ ઓફ રિટર્ન વધુ હોતું નથી.

  3) નિશ્ચિત માસિક હપ્તા

  આરડીમાં માસિક હપ્તો બદલી શકાતો નથી તેથી જો રોકાણકાર પાસે ઓછું ફંડ હોય તો પણ તેને નિશ્ચિત રકમ ભરવી પડે છે અને જો તેની પાસે વધુ ફંડ હોય તો તેનો લાભ પણ લઈ શકાતો નથી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Account, Bank, Recurring Deposit

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन