Home /News /business /Business Idea: નહિ આવે ક્યારેય ખોટ, આ બિઝનેસ બહુ જ ઓછા ખર્ચે કરાવશે દમદાર કમાણી

Business Idea: નહિ આવે ક્યારેય ખોટ, આ બિઝનેસ બહુ જ ઓછા ખર્ચે કરાવશે દમદાર કમાણી

આ બિઝનેસમાં ક્યારેય મંદી નહિ આવે

Business Idea:જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો, આમાં ક્યારેય મંદી આવશે નહિ. સિક્યોરિટી ગાર્ડની માંગ સતત વધી રહી છે. કારણ કે કોઈ ધનવાન હોય કે મોટા બિઝનેસમેન દરેકને સુરક્ષાની જરૂર પડે છે. લોકો બાકી ખર્ચામાં ઘટાડો કરશે, પરંતુ સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવા માંગતુ નથી. બધા જ હંમેશા વિશ્વાસપાત્ર સિક્યોરિટી એજન્સીની શોધ કરતા હોય છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો તમે કોઈ બિઝનેસ કરવા માંગો છો અને કોઈ નવા બિઝેનસ આઈડિયાની શોધમાં છો તો, આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવવા જઈ રહ્યા છે જેના આધાર પર તમે સારા રૂપિયા કમાઈ શકો છો. આ આઈડિયાથી તમને રોજગાર તો મળશે જ પરંતુ તમે અન્યને પણ નોકરી આપી શકશો. વાસ્તવમાં, અમે સિક્યોરિટી એજન્સીની વાત કરી રહ્યા છે.

    વધારે ખર્ચ કરવાની જરૂર પડતી નથી.

    સિક્યોરિટી એજન્સી ખોલવા માટે તમારે વધારે ખર્ચ કરવાની જરૂર પડતી નથી. તેને તમે માત્ર એક રૂમથી જ શરૂ કરી શકો છો. એટલે કે તમે બહુ જ ઓછા ખર્ચે આ બિઝનેસમાં હાથ અજમાવી શકો છો. આજકાલ મોટી સંખ્યામાં મોટી કંપનીઓ હોય તે સર્વિસ સેક્ટરની ઓફિસ, દરેકને નાના-નાના કામ કરવા માટે સિક્યોરિટી ગાર્ડસની જરૂર હોય છે.

    આ પણ વાંચોઃ Bikaji Foodsના IPOનું શાનદાર લિસ્ટિંગ, રોકાણકારોને થયો ગજબનો ફાયદો; હવે આગળ શું કરવું?

    સતત વધી રહી છે સિક્યોરિટી ગાર્ડસની માંગ

    જો તમે આ બિઝનેસ શરૂ કરો છો તો, આમાં ક્યારેય મંદી આવશે નહિ. સિક્યોરિટી ગાર્ડની માંગ સતત વધી રહી છે. કારણ કે કોઈ ધનવાન હોય કે મોટા બિઝનેસમેન દરેકને સુરક્ષાની જરૂર પડે છે. લોકો બાકી ખર્ચામાં ઘટાડો કરશે, પરંતુ સુરક્ષામાં કોઈ બાંધછોડ કરવા માંગતુ નથી. બધા જ હંમેશા વિશ્વાસપાત્ર સિક્યોરિટી એજન્સીની શોધ કરતા હોય છે.

    આ રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી

    સિક્યોરિટી એજન્સી ખોલીને મરજી પ્રમાણે રૂપિયા કમાઈ શકો છો. આમાં તમે નાનું કે મોટું, જે પ્રકારનું રોકાણ કરશો, તે પ્રમાણે તમને નફો મળશે. તેને શરૂ કરવા માટે તમારે કંપની બનાવવી પડશે. ત્યારબાદ ઈએસઆઈસી અને પીએફ રજિસ્ટ્રેશન પણ કરાવવું પડશે. સાથે જ તમારે જીએસટી રજિસ્ટ્રેશન પણ કરાવવાનું રહેશે. આ ઉપરાંત તમારી કંપનીએ લેબર કોર્ટમાં પણ રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

    આ પણ વાંચોઃ બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 75 રૂ.ના આ શેરમાં કરો રોકાણ; 65 ટકા સુધી મળશે વળતર

    લાયસન્સ મેળવવાની પ્રક્રિયા

    પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સી ખોલવા માટે તમારે PSARA (પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સી રેગ્યુલેશન એક્ટ 2005) હેઠળ લાયસન્સ મેળવવું જરૂરી છે. આ લાયસન્સ વિના તમે પ્રાઈવેટ સિક્યોરિટી એજન્સી ચલાવી શકતા નથી. આમાં લાયસન્સ આપતા પહેલા અરજદારનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવે છે. ત્યારે આ માટે સ્ટેટ કંટ્રોલિંગ ઓથોરિટી દ્વારા પ્રમાણિત સંસ્થામાંથી સિક્યોરિટી ગાર્ડસની ટ્રેનિંગ લઈને એક કરાર પણ કરવાનો હોય છે.



    સંપૂર્ણ પ્રક્રિયામાં કેટલો ખર્ચ થશે

    સિક્યોરિટી એજન્સી ખોલવાની શરૂઆતમાં તમારે એજન્સીની ઓફિસ ખોલ્યા ઉપરાંત જરૂરી સામાન માટે પણ રૂપિયા ખર્ચ કરવાના હોય છે. જ્યારે તેના લાયસન્સ માટે પણ ફીની ચૂકવણી કરવાની હોય છે. એક જિલ્લામાં સિક્યોરિટી એજન્સી માટે લાયસન્સ લેવું હોય તો લગભગ 5,000 રૂપિયા, પાંચ જિલ્લામાં સેવા પ્રદાન કરવી હોય તો લગભગ 10,000 રૂપિયા અને એક રાજ્યમાં એજન્સી ચલાવવી હોય તો, 25,000 રૂપિયા સુધી ફી લાગે છે. લાયસન્સ મળ્યા પછી તમારી એજન્સીને PSARA એક્ટના બધા જ નિયમનું પાલન કરવાનું હોય છે. એકવાર શરૂઆત કર્યા પછી તમે આ બિઝનેસને મોટું વિસ્તરણ આપી શકો છો.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business idea, Business news, Security guard

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन