Gems and Jewellery ઉદ્યોગ પણ મંદીની લપેટમાં; હજારો નોકરી ખતરામાં
News18 Gujarati Updated: September 10, 2019, 12:51 PM IST

પ્રતિકાત્મક તસવીર
2019-20નાં બજેટમાં સરકારે સોનાની આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધી હતી. આ ઉપરાંત, આભુષણો પર 3 ટકા જી.એસ.ટી (GST) લાગે છે.
- News18 Gujarati
- Last Updated: September 10, 2019, 12:51 PM IST
નવી દિલ્હી: Gem and Jewellery Domestic Council (GJC)એ જણાવ્યું કે, જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ પણ મંદીની લપેટમાં આવી ગયો છે.
લોકો હિરા અને આભુષણો ઓછા ખરીદે છે. જેની સીધી અસર આ ઉદ્યોગ પર પડી રહી છે અને આગામી સમયમાં આ ક્ષેત્રે જોડાયેલા હજારો લોકોની નોકરીઓ (Jobs)જવાની શક્યતા છે. જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગને મંદીમાંથી ઉગારવા માટે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ સરકાર પાસે કેટલીક માંગણીઓ કરી છે.
ઉદ્યોગકારોએ (Industrialists) માંગણી કરી છે કે, સોનાની આયાત પરની ડ્યૂટી ઘટાડવામાં આવે. આભુષણો પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (Goods and Service Tax) ઓછો કરવામાં આવે.2019-20નાં બજેટ(Budget)માં સરકારે સોનાની આયાત પર ઇમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધી હતી. આ ઉપરાંત, આભુષણો પર 3 ટકા જી.એસ.ટી (GST) લાગે છે.
Gem and Jewellery Domestic Council (GJC)ના ચેરમેન શંકર સેને જણાવ્યું કે, આભુષણોની માગ ઓછી થવાને કારણે આ ઉદ્યોગમાં મંદી છે. જો આ મંદી ચાલુ રહેશે તો, હજારો કુશળ કારિગરો નોકરીઓ ગુમાવશે. આ ઉદ્યોગ સાથે અંદાજીત 55 લાખ લોકોની રોજગારી જોડાયેલી છે. જો આ નોકરીઓ બચાવવી હોય તો, સરકારે તેની ગોલ્ડ પૉલિસીમાં ફેરફાર કરવાની જરૂર છે. પાનકાર્ડ ખરીદી કરવાની મર્યાદા 2 લાખથી વધારી 5 લાખ કરવી જોઇએ,”.

Loading...