Home /News /business /

Rakesh Jhunjhunwala માટે આ પાંચ શેર 'રિયલ ડાયમન્ડ' બન્યા, તમને હજુ કેટલી કમાણી કરાવી શકે સમજો

Rakesh Jhunjhunwala માટે આ પાંચ શેર 'રિયલ ડાયમન્ડ' બન્યા, તમને હજુ કેટલી કમાણી કરાવી શકે સમજો

રાકેશ ઝુનઝુનવાલાને બિગ બુલ બનાવનાર આ શેર શું તમને કમાણી કરાવી શકશે?

Real gem of Rakesh Jhunjhunwala Portfolio: રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના આ સ્ટોક તેમના માટે હીરા સમાન કિંમતી પૂરવાર થયા છે. જોકે હવે આ શેરમાં તમારે શું કરવું જોઈએ? હાલના તબક્કે તેમાં રોકાણ કરવાથી શું તમને ફાયદો થશે કે પછી નુકસાન સહન કરવાનો વારો આવશે આવો સમજીએ માર્કેટ એક્સપર્ટ પાસેથી કે આ શેરમાં હાલ શું ચાલી રહ્યું છે.

વધુ જુઓ ...
    મુંબઈઃ ભારતના વોરેન બફેટ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) ની વિદાય પછી પણ તેમના પોર્ટફોલિયોમાં રહેલા શેર્સ ચર્ચામાં છે. હાલમાં રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં (Jhunjhunwala Portfolio) સમાવિષ્ટ શેરો પર રોકાણકારોની સતત નજર છે. તેમનું માનવું છે કે અનુભવી રોકાણકારોના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ શેરો હજુ પણ ઘણી કમાણી કરાવી શકે છે. ભારતીય શેરબજારના (Indian Stock Market) આ બિગ બુલે ઘણી સ્થાપિત કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા સાથે ઘણી કંપનીઓના બોર્ડમાં પણ ભૂમિકા ભજવી છે. હાલમાં, તેમના પોર્ટફોલિયોમાં લગભગ $4 બિલિયન એટલે કે રૂ. 32 હજાર કરોડની કિંમતના શેરોનો સમાવેશ થાય છે, જેમાં રહેલા શેર્સની મૂવમેન્ટ પર રોકાણકારોની નજર છે. અહીં નોંધવું રહ્યું કે રાકેશ ઝુનઝુનવાલાએ પોતાના કુલ પોર્ટફોલિયોનો એક તૃતીયાંશ ભાગ માત્ર એક કંપનીના શેરોમાં મૂક્યો છે, તે કંપની છે ટાઈટન.

    Reliance Industriesના શેર આ સપ્તાહમાં જ થઈ જશે એક્સ ડિવિડન્ડ, જાણો મહત્વનની બાબતો

    Titan

    રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરત્ની રેખા ઝુનઝુનવાલાનું સૌથી વધુ રોકાણ ટાટા ગ્રુપની આ કંપનીમાં છે. તેમણે આ કંપનીમાં 1.4 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ તેમના કુલ પોર્ટફોલિયોની કિંમતના 30 ટકા જેટલું રોકાણ છે. રાકેશ ઝુનઝુનવાલાએ આ શેર જ્યારે 30 રુપિયાની કિંમતનો હતો ત્યારથી ખરીદ્યો હતો. હવે એ સમજીએ કે આ શેરમાં હજુ પણ કેટલી કમાણીની શક્યતા છે. માર્કેટ નિષ્ણાતો મુજબ ટાઈટનની જ્વેલરી સેગમેન્ટમાં કમાણી 12-13 ટકા વધવાની શક્યતા છે. તેમજ કંપની હવે તેના એથનિક વેર સેગમેન્ટમાંથી પણ કમાણી વધારવા પર ફોકસ કરી શકે છે. કંપની તનેરિયા (Taneira) બ્રાન્ડ નામ હેઠળ સાડીના શો રુમ ખોલવા જઈ રહી છે અને તેના દ્વારા ગ્રોસ આવક રુ. 1000 કરોડ થવાની આશા સેવી રહી છે.

    IRCTC પોતાના રોકાણકારોને 75% ડિવિડન્ડ આપશે, 18 ઓગસ્ટ એક્સ-ડિવિડન્ડ ડેટ, જાણો વિગતવાર માહિતી

    Nazara Technologies

    રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં ટેક્નોલોજી સેક્ટરનો કોઈ સફળ સ્ટોક રહ્યો હોય તો તે છે નઝારા ટેક્નોલોજી. આ શેર ઓક્ટોબર 2021માં લોન્ચ થયા પછી તગડું રિટર્ન આપ્યું છે. જોકે ત્યાર પછી આ શેરમાં કડાકો જોવા મળ્યો હતો પરંતુ જૂન ક્વાર્ટરના પરિણામો બાદ ફરી આ શેરમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો હોવાનું જોવા મળે છે. ઝુનઝુનવાલાએ નઝારા ટેક્નોલોજીમાં રોકાણ કર્યું ત્યારે કંપની અનલિસ્ટેડ માર્કેટમાં હતી. કોવિડ-19 મહામારી કારણે છેલ્લા બે વર્ષમાં વિશ્વભરમાં ઓનલાઈન ગેમિંગમાં થયેલા તીવ્ર વધારાને 2021માં પબ્લિક ઓફરિંગ આ શેરની જે કિંમત ઓફર કરવામાં આવી હતી તેનાથી ત્રણ ગણો વધી ગયો હતો પરંતુ હાલમાં રૂ. 657 પર ટ્રેડ થઈ રહ્યો છે. શેર હાલ તેના ઓલ ટાઈમ હાઈથી 65 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. IIFLએ તાજેતરમાં આ સ્ટોકમાં બાય રેટિંગ આપીને તેના માટેનો ટાર્ગેટ રુ.750 રાખ્યો છે.

    આશિષ કચોલિયાનો આ શેર બે વર્ષમાં રુ.15થી વધીને રુ. 795 પર પહોંચ્યો, રુ.1 લાખના રુ.53 લાખ થયા

    Lupin

    આ શેરમાં પણ રાકેશ ઝુનઝુનવાલાએ પ્રાથમિક માર્કેટમાં રોકાણ કર્યું હતું અને તેમાં તમને સારી કમાણી થઈ છે. જોકે છેલ્લા 7 વર્ષથી આ સ્ટોક અન્ડર પરફોર્મ કરી રહ્યો છે. તાજેતરના આંકડા જોઈએ તો નબળા આંકડા વચ્ચે પણ માર્કેટમાં આ શેરે સારું પ્રદર્શન કર્યું છે. આ શેરે ઓક્ટોબર 2015ના વર્ષમાં 2002 રુપિયાનો હાઈ બનાવ્યો હતો જે બાદ સતત ધોવાઈ રહ્યો છે. જોકે કંપની છેલ્લા કેટલાક સમયથી લો માર્જિન પ્રોડક્ટ્સ તરફ વળીને પોતાનું રીસ્ટ્રક્ચરિંગ કરી રહી છે. કંપનીએ કોવિડ વચ્ચે પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં પોતાનો બિઝનેસ 5.6 ટકાથી વધાર્યો છે અને આગામી 3 ક્વાર્ટરમાં કંપની બિઝનેસને ડબલ ડિજિટથી વધારવા અંગે આશાસ્પદ છે. જોકે નિષ્ણાતો મુજબ અમેરિકામાં FDA સાથે કેટલાક વિવાદ અને તેના કારણે પ્રોડક્ટ લોન્ચમાં થતા વિલંબથી આગામી ચાલુ નાણાકીય વર્ષમાં પણ કંપનીની કમાણી પર મોટી અસર જોવા મળશે.

    Stock Market Today: આજના દિવસે બજારનો ટ્રેન્ડ સમજી લો તો ફાયદાનો સોદો પકડી શકશો

    DB realty

    ઝુનઝુનવાલાએ છેલ્લા દશકામાં આ શેરમાં તગડું રોકાણ કર્યું હતું જોકે તેના અન્ય રોકાણ જેટલું આ સફળ રહ્યું નથી. રિયલ એસ્ટેટ ફર્મ ડીબી રિયલ્ટીમાં ઝુનઝુનવાલાએ સૌપ્રથમ 2012 માં મોટું રોકાણ કર્યું હતું. જોકે છેલ્લા એક વર્ષથી રિયલ્ટી સેક્ટરમાં વધારાના કારણે માર્કેટમાં શેરમાં તેજી જોવા મળી રહી છે. તેમજ માર્કેટ નિષ્ણાતો પણ આ શેર પર હાલ બુલિશ છે. ઝુનઝુનવાલાએ પણ આ સ્ટોકમાં કમાણી વધવાની શક્યતા દર્શાવી હતી. જોકે 2012થી ઝુનઝુવાલાના રોકાણવાળા આ સ્ટોકમાં ખાસ અપસાઈડ જોવા મળી નથી. જેના કારણે કેટલાક નિષ્ણાતો માને છે કે કંપનીના પ્રોજેક્ટમાં હજુ ફણ લો વિઝિબિલિટી છે.

    Business Idea: ખૂબ જ ઓછા રુપિયામાં આ વેપાર શરું કરી શકો છો, દર મહિને રુ. 50000ની આવક

    Crisil

    આ શેરમાં ઝુનઝુનવાલાને છેલ્લા 20 વર્ષમાં તગડી કમાણી થઈ છે. આ કંપનીએ એક રેટિંગ એજન્સી તરીકે પોતાના કામકાજની શરુઆત કરી હતી અને રિસર્ચ સર્વિસસમાં પોતાનો વિસ્તાર કર્યો હતો. છેલ્લા 20 વર્ષથી સતત કમાણી કરાવતા આ શેરમાં જૂન ક્વાર્ટરમાં કંપનીના તમામ સેગમેન્ટમાં કમાણી વધી હતી. જોકે રેટિંગ બિઝનેસની કમાણી ઘટી રહી છે તેનું એક કારણ લોન માર્કેટમાં ઘટાડો પણ છે. લોનના વ્યાજ દર વધતા લોન લેનારાઓની સંખ્યા ઘટી રહી છે. તેમજ ટેક્નિકલ ઇન્ડિકેટર પણ આ શેરમાં હાલ શોર્ટ ટર્મમાં કોઈ મોટો ઉછાળો દર્શાવી રહ્યા નથી. ઝુનઝુનવાલાએ 2003 થી ક્રિસિલમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને 2005 સુધીમાં તેણે 8 ટકાથી વધુ હિસ્સો એકઠો કર્યો. ક્રિસિલમાં તેમનો હિસ્સો હવે રૂ. 1,300 કરોડથી વધુનો છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Mitesh Purohit
    First published:

    Tags: Indian Stock Market, Rakesh Jhunjhunwala Portfolio, Share market

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन