કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીર લદ્દાખ પ્રોપર્ટી બજારમાં વધશે રોકાણ

News18 Gujarati
Updated: August 10, 2019, 6:13 PM IST
કલમ 370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીર લદ્દાખ પ્રોપર્ટી બજારમાં વધશે રોકાણ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલમ-370 ને હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારતની રિયલ એસ્ટેટ કંપનીઓ અને ડેવલપર્સ પોતાનું રોકાણ વધારી શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલમ-370 ને હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારતની રિયલ એસ્ટેટ કંપનીઓ અને ડેવલપર્સ પોતાનું રોકાણ વધારી શકે છે

  • Share this:
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ટુંક સમયમાં રોકાણ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કલમ-370 ને હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ભારતની રિયલ એસ્ટેટ કંપનીઓ અને ડેવલપર્સ પોતાનું રોકાણ વધારી શકે છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા ક્રેડાઈના ચેરમેન જેક્સે શાહે અંગ્રેજી સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયાને જણાવ્યું કે, તે લાંબા સમયથી આ નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. હવે ત્રણ રાજ્યોમાં રેસિડેન્શલ સાથે કોમર્શિયલ પ્રોપર્ટિમાં રોકાણ વધશે. તેમનું કહેવું છે કે, અહીં પર્યાવરણને નુકશાન પહોંચાડ્યા વગર ટૂરિઝમ માટે ગોલ્ફ કોર્સ, હોટલ અને બીજી સુવિધાઓના વિકાસની પૂરી સંભાવના છે.

તમને જણાવી દઈએ કે, ભારતે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી સંવિધાનિક જોગવાઈ કલમ 370 હટાવી દીધી છે. જમ્મુ-કાશ્મીર, બે રાજ્યો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચાઈ ગયું છે. આ સાથે જ ભારતમાં કુલ કેન્દ્ર શાસિત રાજ્યોની સંખ્યા હવે 7ને બદલે 9 થઈ ગઈ છે. જ્યારે પૂર્ણ રાજ્યોની સંખ્યા ઘટીને 28 થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર જે અત્યાર સુધી વિશેષ રાજ્યનો દરજ્જાવાળુ હતું, હવે તે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયા સમાચારપત્રમાં છપાયેલા સમાચાર અનુસાર, ઈઝરાયલના તેલ અવીવમાં ક્રેડાઈની વાર્ષીક બેઠક ચાલી રહી છે. જૈક્સે શાહે કહ્યું કે, અફોર્ડેબલ હાઉસિંગમાં 45 લાખ રૂપિયાની ઉપરની સીમાને હટાવવી જોઈએ, જેથી આ એનસીઆર, મુંબઈ અને બેંગ્લોર જેવા મોટા શહેરોમાં લોકોને સરકારની યોજનાનો ફાયદો મેળવવામાં સમસ્યા બની રહી છે.

શું છે ક્રેડાઈ?
રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા રિયલ એસ્ટેટ વિકાસના બિઝનેસને આત્મનિર્ભર કરવા માટે ભારતમાં ડેવલપર્સ અને બિલ્ડરો દ્વારા રચવામાં આવેલ એક સંઘ છે.

ક્રેડાઈમાં 8500થી વધારે સભ્ય ડેવલપર્સ અને બિલ્ડર છે, જે 112 પ્રમુખ સંગઠનો દ્વારા દેશના તમામ મુખ્ય શહેરો અને રાજ્યોમાં પ્રતિનિધિત્વ સાથે છે.
First published: August 10, 2019, 5:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading