અબકી બાર, ‘મંદીરાજ’?: Lodha Groupએ 400 કર્મચારીઓ છૂટા કર્યાં

News18 Gujarati
Updated: September 5, 2019, 1:25 PM IST
અબકી બાર, ‘મંદીરાજ’?: Lodha Groupએ  400 કર્મચારીઓ છૂટા કર્યાં
પ્રતિકાત્મક તસવીર

આ કંપની સીધી અને આડકતરી રીતે અંદાજિત 50,000 લોકોને રોજગાર આપે છે.

  • Share this:
મુંબઇ: વધી રહેલા દેવા અને વેચાણમાં ઘટાડાના કારણે મેક્રોટેક ડેવલોપર્સ અથવા લોધા ગ્રૂપે (Lodha Group) તેના 400 કર્મચારીઓને છૂટા કર્યાના સમાચાર આવ્યાં છે.

જોકે, એક સમચાર એજન્સી સાથેની વાતચીતમાં લોધા ગ્રૂપનાં પ્રવક્તાએ જણાવ્યું કે, આ કર્મચારીઓને તેમના પર્ફોમન્સ રીવ્યૂનાં કારણે છૂટા કરવામાં આવ્યા છે.

આ કંપનીના પ્રમોટર મુંબઇ ભાજપના ચીફ મંગલ પ્રભાત લોધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આર્થિક વિકાસ દર છ વર્ષમાં સૌથી વધારે ઘટીને પાંચ ટકાએ પહોંચ્યો છે. મંદીના કારણે ઘણા ક્ષેત્રોમાં લોકો નોકરીઓ ગુમાવી રહ્યાં છે.

ગયા મહિને વિશ્વની બે મોટી રેટિંગ એજન્સી દ્વારા લોધા ગ્રૂપને નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો.

આ કંપની સીધી અને આડકતરી રીતે અંદાજિત 50,000 લોકોને રોજગાર આપે છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે, દર વર્ષે પર્ફોમન્સ રીવ્યૂના આધારે તેમને છૂટા કરવામાં આવ્યા છે. જે લોકોને છૂટા કરવામાં આવ્યા છે તેમાં મધ્યમ થી જુનિયર લેવલના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જેમાં કોન્ટ્રાક્ટ પરનાં એન્જિનિયરો, સેલ્સ સાથે જોડાયેલા કર્મચારીઓ, આક્રિટેક વગેરેનો સમાવેશ થાય છે.

બાંધકામ ઉદ્યોગ ક્ષેત્રે વ્યાપક પ્રમાણમાં નોકરી જઇ રહી છે તેમ જાણવા મળે છે.આધારભૂત સુત્રોએ જણાવ્યું કે, દેશમાં સામાન્ય ચૂંટણી પછી સ્થિતિ સામાન્ય બનશે એવી આશા હતી પણ એવું બન્યું નથી અને સ્થિતિ વણસી રહી છે.
First published: September 5, 2019, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading