કમાણી માટે થઈ જાવ તૈયાર, 9 ઓગસ્ટે આવશે આ કંપનીનો IPO, કરોડનો થયો હતો કંપનીનો નફો
કમાણી માટે થઈ જાવ તૈયાર, 9 ઓગસ્ટે આવશે આ કંપનીનો IPO, કરોડનો થયો હતો કંપનીનો નફો
પ્રતિકાત્મક તસવીર
IPO news: ઓનલાઈન ઓટો ક્લાસિફાઈડ પ્લેટફોર્મ કારટ્રેડ ટેકનો IPO પણ લોન્ચ થવાની તૈયારીમાં છે. આ IPO આગામી 9 ઓગસ્ટના રોજ લોન્ચ થશે. જેના થકી કંપની રૂ. 2000 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.
શેર માર્કેટમાં એક પછી એક IPO આવી રહ્યા છે. જેમાંથી ઘણા લોકોએ સારું વળતર મેળવ્યું છે. ત્યારે ઓનલાઈન ઓટો ક્લાસિફાઈડ પ્લેટફોર્મ કારટ્રેડ ટેક (CarTrade Tech)નો IPO પણ લોન્ચ થવાની તૈયારીમાં છે. આ IPO આગામી 9 ઓગસ્ટના રોજ લોન્ચ થશે. જેના થકી કંપની રૂ. 2000 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં છે.
કોણ કોણ છે રોકાણકાર?
CarTrade યુઝર્સને નવી અને જૂની કાર ખરીદવાની સુવિધા આપે છે. તેમાં અમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી રોકાણકાર Warburg Pincus, સિંગાપોરની સરકારી રોકાણકાર કંપની Temasek અને જેપી મોર્ગન અને માર્ચ કેપિટલ પાર્ટનરનું રોકાણ છે.
2009માં થયો હતો કંપનીનો પ્રારંભ
CarTradeની સ્થાપના 2009માં થઈ હતી. CarTradeના સ્થાપક અને CEO વિનય સંઘી છે. તેઓ 2000થી 2009 સુધી મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ વ્હીલ્સના CEO હતા. ત્યારબાદ તેમણે આ કંપનીની સ્થાપના કરી હતી. CarTrade પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકો જૂની અથવા નવી કાર ખરીદી અને વેચી શકે છે. CarTrade પાસે મલ્ટીચેનલ ઓટો પ્લેટફોર્મ છે. જે તમામ પ્રકારના વાહનો અને વેલ્યુ એડેડ સર્વિસને આવરી લે છે. આ પ્લેટફોર્મમાં કારવાલે, કારટ્રેડ, શ્રીરામ ઓટોમાલ, બાઈકવાલે, કાર ટ્રેસ એક્સચેન્જ, એકરોયટ ઓટો અને ઓટોબિઝનો સમાવેશ થાય છે.
નાણાંકીય વર્ષ 2021માં 101.07 કરોડનો નફો
કંપનીની નાણાંકીય સ્થિતિ પર નજર નાંખતા ખબર પડે છે કે, નાણાંકીય વર્ષ 2020માં કંપનીની આવક રૂ. 318.44 કરોડ હતી. જ્યારે નાણાંકીય વર્ષ 2021માં કંપનીની આવક 281.52 કરોડ રૂપિયા હતી. નાણાંકીય વર્ષ 2021માં કંપનીનો નફો રૂ. 101.07 કરોડ રહ્યો હતો. જ્યારે નાણાંકીય વર્ષ 2020માં રૂ. 31.29 કરોડ રહ્યો હતો.
IPO અંગે જાણો આ બધું જ
આ IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ આધારિત હશે. જેમાં વર્તમાન શેરધારકો અને પ્રમોટર દ્વારા 1.85 કરોડ શેરનું વેચાણ કરવામાં આવશે. આ IPOમાં CMDB II (16.07 લાખ ઇક્વિટી શેર), હાઈડેલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (53.79 લાખ શેર), મેક્રિટચી ઇન્વેસ્ટમેન્ટ પીટીઆઈ લિમિટેડ (35 લાખ શેર) સ્પ્રિંગફિલ્ડ વેન્ચર ઈન્ટરનેશનલ (11.24 લાખ શેર) અને બીના વિનોદ સાંધી(1.83 લાખ શેર) જેવા રોકાણકારો સામેલ છે.
કોણ છે ઇન્વેસ્ટમેન્ટ બેંકર?
કંપનીએ આઇપીઓ માટે એક્સિસ કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે નિયુક્ત કર્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર