Home /News /business /RBI એ બે સહકારી બેંકોને દંડ ફટકાર્યો, ફટાફટ ચેક કરો શું તમારી બેંક તો સામેલ નથી ને?

RBI એ બે સહકારી બેંકોને દંડ ફટકાર્યો, ફટાફટ ચેક કરો શું તમારી બેંક તો સામેલ નથી ને?

RBIએ 2 સહકારી બેંકો પર નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકાર્યો(ફાઈલ તસવીર)

રાજગુરુનગર સહકારી બેંક પર 4 લાખ રૂપિયા અને કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ પર 2 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આરબીઆઈનું કહેવુ છે કે, બંને બેંકોએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે.

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે 2 બેંકોને દંડ ફટકાર્યો છે. આમાંથી એક પુણેની રાજગુરુનગર બેંક છે તો બીજી ગુજરાતની કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ છે. પહેલી બેંક પર 4 લાખ રૂપિયા અને બીજી બેંક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજગુરુનગર સહકારી બેંકને સેન્ટ્રલ બેંકની વ્યાજ દર તેમજ ડિપોઝિટ સંબંધિત ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવા દોષી ઠેરવવામાં આવી છે. જ્યારે, કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટે જાગૃતિ યોજનાના નિયમોની અવગણના કરી છે.

રાજગુરુનગર સહકારી બેંક પર દંડ લગવવામાં આવ્યો


તપાસ રિપોર્ટમાં સામે આવ્યુ કે, રાજગુરુનગર સહકારી બેંકે મૃતક ખાતાધારકોના ચાલૂ ખાતામાં પડેલી રકમને તેના દાવોદારોને નથી સોંપી. આરબીઆઈએ બેંકને નોટિસ પાઠવીને પૂછ્યુ હતું કે, તેના પર દંડ કેમ ન લગાવવો જોઈએ. આરબીઆઈએ બેકના લેખિત જવાબથી સંતુષ્ટ ન થતા તેના પર ગાઈડલાઈનના ઉલ્લંઘનન બદલ દંડ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ ખેડૂતોને આજે મળી શકે છે દિવાળી ગિફ્ટ, રવિ ખેત પેદાશોની MSP 9 ટકા વધી શકે

RBI એ શું કહ્યુ


કેન્દ્રીય બેંકે આ અંગે એક નિવેદન બહાર પાડીને જણાવ્યુ કે, આ દંડ આરબીઆઈએ તેને મળેલા અઘિકારો હેઠળ જ લગાવ્યો છે. આરબીઆઈએ જણાવ્યુ કે, બેંકને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 56, કલમ 46 (4) અને કલમ 47A (1) (સી) હેઠળ દોષી ગણવામાં આવી છે. આરબીઆઈએ કહ્યુ કે, આ આદેશથી બેંકે કોઈ આપ-લે કે કોઈ ગ્રાહકો પર પ્રભાવ પડશે નહિ.

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ દેશના ખેડૂતોને આપી ભેટ, 'વન નેશન, વન ફર્ટિલાઇઝર' યોજના લોન્ચ કરી, જાણો શું છે તેના ફાયદા 

કો-ઓપરેટિવ બેંક ઓફ રાજકોટ


આરબીઆઈએ જણાવ્યુ કે, બેંકના નાણાકીય દસ્તાવેજોની તપાસમાં સામે આવ્યુ કે, તેણે જમાકર્તા એજ્યુકેશન તેમજ અવેરનેસ ફંડમાં 10 વર્ષથી પણ વધારે સમય સુધી રાખેલી રકમને ટ્રાન્સફર કરી ન હતી. આ ઉપરોક્ત કલમનું ઉલ્લંઘન છે. કો-ઓપરેટિવ બેંકને પણ કારણ જણાવો નોટિસ દ્વારા પૂછવામાં આવ્યુ કે, તેના પર દંડ કેમ ન લગાવવામાં આવે. બેંક પાસેથી લેખિત તેમજ મૌખિક જવાબ મળ્યા બાદ આરબીઆઈએ નક્કી કર્યુ કે, બેંક પર દંડ લગાવવો જોઈએ. આ નિર્ણય બેંકના ગ્રાહકો કે કોઈ પણ અન્ય ટ્રાન્ઝેક્શન પર અસર થશે નહિ.


ગત મહિને પણ ત્રણ સહકારી બેંકો પર દંડ લગાવવામાં આવ્યો હતો


આરબીઆઈએ સપ્ટેમ્બરમાં ડોક્ટર આંબેડકર નાગરિક સહકારી બેંક લિમિટેડ, નાગરિક સહકારી બેંક લિમિટેડ, રવિ કોમર્શિયલ અર્બન કોઓપરેટિવ બેંક પર નિયમોના ઉલ્લંઘનને લઈને દંડ લગાવ્યો હતો. બેંકે ત્રણ બેંક પર ક્રમ અનુસારઃ 1.50 લાખ, 25 હજાર અને 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો.
First published:

Tags: Business news, Penalty, Reserve bank of india