આરબીઆઇનો વૃદ્ધિનો અંદાજ આર્થિક સર્વેક્ષણ સાથે મળે છેઃ નાણામંત્રાલય

આરબીઆઇનો વૃદ્ધિનો અંદાજ આર્થિક સર્વેક્ષણ સાથે મળે છેઃ નાણામંત્રાલય( ફાઇલ તસવીર).

 • Share this:
  દિલ્હીઃ નાણામંત્રાલયે મોનિટરી પૉલિસી કમિટી (MPC)ની ઊંચી જીડીપી વૃદ્ધિ અને નીચા ફુગાવાના અંદાજને આવકાર આપ્યો છે. MPCના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે, જીડીપીનો વિકાસદર 7.4 ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એ જ સમયે MPCએ ગયા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં ફુગાવાનો અંદાજ 4.5 ટકાનો વ્યક્ત કર્યો હતો.

  ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક મોનિટરી પૉલિસી કમિટીની બેઠકમાં આરબીઆઇએ વ્યાજદરો જાળવી રાખ્યા છે. જોકે આ બેઠકમાં તેમણે ફુગાવાના અનુમાનમાં થોડો ઘટાડો કર્યો છે. આ સમાચાર આવ્યા પછી શેરબજાર અને બોન્ડબજારોમાં તેજીની રેલી જોવા મળી હતી, ખાસ તો ફર્ટિલાઇઝર્સ કંપનીના શેરોમાં ઉછાળો આવ્યો હતો. RBIના ગવર્નર ઉર્જિત પટેલની અધ્યક્ષતામાં બુધવારે આ બેઠક યોજાઈ હતી. એમાં પાંચ અન્ય સભ્યોનો સમાવેશ થયો હતો.

  આ બેઠકમાં પાંચ સભ્યો નીતિગત દરોને યથાવત્ રાખવાની તરફેણમાં હતા, જ્યારે એક સભ્યએ 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવા મત આપ્યો હતો. MPCના સભ્યોએ ફેબ્રુઆરીનો જીડીપી વદ્ધિનો અંદાજ 7.2 ટકાથી સુધારી 7.4 ટકા કર્યો હતો. મંત્રાલયનું માનવું છે કે આરબીઆઈનો આ અંદાજ આર્થિક સર્વેક્ષણના અંદાજને મળતો આવે છે.
  Published by:Sanjay Joshi
  First published: