Home /News /business /RBIથી સરકારને મળશે 1.76 લાખ કરોડ, આપને થશે આ 5 ફાયદા

RBIથી સરકારને મળશે 1.76 લાખ કરોડ, આપને થશે આ 5 ફાયદા

નોકરી ગુમાવવાના સંકટનો આવી શકે છે અંત, ઘર ખરીદનારાઓને મળી શકે છે રાહત

નોકરી ગુમાવવાના સંકટનો આવી શકે છે અંત, ઘર ખરીદનારાઓને મળી શકે છે રાહત

    ભારતીય રિઝર્વ બેંક (RBI)એ કેન્દ્ર સરકારને ડિવિડન્ડ અને સરપ્લસ ફંડની મદદથી 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે એક નિવેદનમાં કહ્યું કે આરબીઆઈ નિદેશક મંડળ અનુસાર 1,76,051 કરોડ રૂપિયા સરકારને ટ્રાન્સફર કરવામાં આવશે તેમાં 2018-19 માટે 1,23,414 કરોડ રૂપિયા સરપ્લસ અને 52,637 કરોડ રૂપિયા વધારાની જોગવાઈ રૂપે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સરકારને મળેલા આ ફંડથી દેશના નાગરિકોને શું ફાયદો થશે? આવો જાણીએ...

    નોકરીઓ ગુમાવવી નહીં પડે

    એસ્કોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલ મુજબ, આરબીઆઈથી સરકારને મળેલા પૈસાથી સામાન્ય નાગરિકોને ઘણી રાહત મળશે. લોકોની નોકરીઓ નહીં જાય. નોંધનીય છે કે ઓટો સેક્ટરમાં મંદીના કારણે 3 લાખથી વધુ નોકરીઓ જઈ ચૂકી છે. એવામાં સરકાર રાહત પેકેજ આપે છે તો લોકોની નોકરીઓ જવાથી બચી જશે.

    શેર બજારમાં તેજી જોવા મળી શકે છે

    એક્સપર્ટનું માનીએ તો રાહત પેકેજની જાહેરાત અને બજારમાં લિક્વિડિટી વધવાથી શેર બજારમાં વધુ તેજી જોવા મળશે. સોમવારે શેર બજારમાં આરબીઆઈ દ્વારા સરકારને સરપ્લસ મળવાની શક્યતાના કારણે જોરદાર તેજી જોવા મળી. બજારમાં તેજીથી તેમાં રોકાણ કરનારાઓને મોટો ફાયદો મળશે.

    આ પણ વાંચો, ITR E Filing: પાસવર્ડ ભૂલી ગયા છો તો આ બે રીતે કરો રિકવર

    મ્યુચ્યુઅલ ફંડમાં મળશે સારું રિટર્ન

    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓને સારું રિટર્ન મળશે. સરકાર આ પૈસાને નાણાકીય સંકટનો સામનો કરી રહેલા સેક્ટરને રાહત આપી શકે છે. તેની અસર સ્ટોક માર્કેટમાં જોવા મળશે અને માર્કેટમાં તેજીથી મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને ફાયદો થશે. તેમને અહીં રિટર્ન વધુ મળવાની શક્યતા વધી જશે.

    લોન સસ્તી થશે

    આરબીઆઈ દ્વારા મળેલા સરપ્લસ ફંડને સરકાર બેંકોમાં નાખશે. સરકાર પહેલા જ સરકારી બેંકોને 70 હજાર કરોડ રૂપિયા ફંડ આપવાની જાહેરાત કરી ચૂકી છે. બેંકોમાં ફંડ નાખવાથી લિક્વિડિટી વધશે. નાણાકીય સંકટનો સામનો કરી રહેલી બેંકોને રાહત મળશે. સરપ્લસ કેશ હોવાના કારણે બેંક સસ્તી લોન આપે છે. તેનાથી વસ્તુઓ અને સેવાઓની માંગ વધે છે એટલે કે વપરાશમાં વધારો થાય છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે.

    આ પણ વાંચો, સોનામાં રેકોર્ડ બ્રેક તેજી, 10 ગ્રામની કિંમત 40 હજાર રુપિયાને પાર

    ઘર ખરીદનારાઓને મળી શકે છે રાહત

    રિઅલ એસ્ટેટ સેક્ટર માટે સરકાર સરપ્લસ ફંડનો ઉપયોગ કરી શકે છે. દેશભરમાં આમ્રપાલી, યૂનિટેક અને જેપી જેવા લટકેલા પ્રોજેક્ટને પૂરા કરવા માટે સરકાર નાણાકીય મદદ આપી શકે છે. તેનાથી લોકોને તેમનું ઘરનું ઘર મળી જશે જેને મેળવવાની આશા વર્ષોથી છે.

    આ પણ વાંચો, દરરોજ ફક્ત 50 રુપિયા બચાવીને મેળવી શકો છો 10 લાખ રુપિયા, આ છે સરળ રીત
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bank, RBI Governor, Real estate, આરબીઆઇ, ભારત, મોદી સરકાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन