RBI બનાવશે તેની ડિજિટલ કરન્સી, બેન્ક છેતરપિંડી રોકવામાં મળશે મદદ

પ્રતિકાત્મક તસવીર

RBIએ ઓક્ટોબરમાં જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2019-20માં બેન્કિંગ છેતરપિંડીના કેસમાં 159% વધારો થયો છે, જે એક વર્ષ પહેલાની સરખામણીએ 2.5 ગણો વધુ છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India) તેની ડિજિટલ કરન્સી (Digital currency) બનાવવા માટેની તૈયારી શરુ કરી દીધી છે. આ અંગે RBIના ગવર્નર શક્તિકાંત દાસે (Governor Shaktikant Das) કહ્યું છે કે, આ કરન્સી ક્રીપ્ટો કરંસીથી (Crypto currency) સંપૂર્ણપણે અલગ હશે. RBIનો યોજના છે કે, આ ડિજિટલ કરન્સીની શરૂઆતથી બેન્ક છેતરપિંડી (fraud with bank) ઓછી થશે. સાથે જ લોન આપવાની પ્રક્રિયા સહીત નાણાંકીય પ્રણાલીમાં પારદર્શિતા વધશે.

  બેન્કિંગ છેતરપિંડીમાં થયો 2.5 ગણો વધારો
  RBIએ ઓક્ટોબરમાં જાહેર કરેલા વાર્ષિક રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2019-20માં બેન્કિંગ છેતરપિંડીના કેસમાં 159% વધારો થયો છે, જે એક વર્ષ પહેલાની સરખામણીએ 2.5 ગણો વધુ છે.

  ટેક મહિન્દ્રાના બ્લોકચેન અને સાઇબર સિક્યોરિટી રાજેશ ધુડુએ કહ્યું કે, 'ઓનલાઇન બેન્કિંગ, UPI કે પછી RTGS જેવી સુવિધા હોવા છતાં લોકોના વ્યવહારમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. કારણ કે સિસ્ટમમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જેનાથી ટ્રાન્જેક્શન મોનિટર કરી શકો.'

  આ પણ વાંચોઃ-રાજકોટઃ કમકમાટી ભર્યો અકસ્માતનો live video, બાઈક ધડાકાભેર કારને અથડાયું, ફૂટબોલની જેમ હવામાં ફંગોળાયા બે યુવક

  આ પણ વાંચોઃ-ચાલું બાઈક પર બે યુવકોના જોરદાર સ્ટંટ અને પછી અચાનક ઊંધા માટે પટકાયા, જુઓ live video

  તેમણે કહ્યું કે, ઇલેક્ટ્રીક કરવામાં આવનાર પેમેન્ટ એ પેપર કરન્સીનું ડિજિટલ વર્ઝન છે. આજે કોઈપણ વ્યક્તિ ઇલોક્ટ્રોનિક રીતે પૈસા ટ્રાન્સફર કરી, તેને કેશમાં રૂપાંતર કરીને તેને છુપાવી શકે છે.

  આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

  આ પણ વાંચોઃ-અમદાવાદાની આયેશા જેવી હૃદયદ્રાવક ઘટના! લગ્નના 14 મહિનામાં જ બે માસની સગર્ભાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  ડેલોઈટના ફોરેન્સિક એડવાઈઝરી કેવી કાર્તિકે કહ્યું કે, CBDCના બે મોડલ અપનાવી શકાય છે. તેમણે ઉમેર્યું કે, ડિજિટલ કરન્સીથી છેતરપિંડી પર અંકુશ લાવી શકાશે, પરંતુ ભારત CBDCને કઈ રીતે તૈયાર કરે છે તેના પર નિર્ભર છે.  1. ખાતા આધારિત મોડલ, જેમાં પ્રમોટર અને લાભાર્થી દ્વારા ટ્રાન્જેક્શન અપ્રુવ કરાય અને ગ્રાહકની ઓળખના આધારે અને કેન્દ્રીય બેન્ક દ્વારા ટ્રાન્જેક્શન સેટલ કરવામાં આવે.
  2. ભારતમાં ટોકન આધારિત મોડલ પણ વાપરી શકાય છે. જેમાં પ્રમોટર અને લાભાર્થી દ્વારા પબ્લિક પ્રાઇવેટ કી પેર અને ડિજિટલ સિગ્નેચર દ્વારા અપ્રુવ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ મોડલમાં યુઝરની ઓળખની જરૂરત નથી. તેનાથી પ્રાઇવસી વધે છે.
  First published: