ટૂંક સમયમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, ફાટવા-તૂટવાની ચિંતા જ નહીં

 • Share this:
  હાલ દેશના અનેક લોકો પાસે 100 રૂપિયાની નવી નોટ પહોંચી પણ નથી, તો જે લોકો પાસે આવી ગઇ છે તેઓ નવી નોટ મેળવીને ખુશ છે, પરંતુ આરબીઆઇ દ્વારા 100 રૂપિયાની વધુ એક નવી નોટ બહાર પાડવીની તૈયારીમાં છે. આ નવી નોટની ડિઝાઇન એવી છે કે તે ઝડપથી તૂટશે કે ફાટશે નહીં.

  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોમવારે યોજાનાર રિઝર્વ બેંક બોર્ડની બેઠકમાં વોર્નિશ પેન્ટ ચઢાવેલી 100 રૂપિયાની નોટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે. જો રિઝર્વ બેંક બોર્ડની બેઠકમાં પ્રસ્તાવને મંજૂરી મળી તો શરૂઆતમાં ટ્રાયલ બેજ પર 100 રૂપિયાની નવી નોટ બજારમાં મૂકવામાં આવશે. આ નોટની ખાસ વાત એ છે કે તેની સંભાળીને રાખવાની જરૂર નહીં પડે, કારણે આ નોટની મજબૂતાઇ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ નોટ પર વોર્નિશ પેન્ચ કરવામાં આવશે, આ વોર્નિશ પેન્ચ સામાન્ય રીત લાકડાં કે લોખંડમાં કલર કરવા માટે વાપરવામાં આવે છે.

  આવી હશે ખાસિયત

  નવી નોટની સાઇઝ અને દેખાવ નવી બહાર પડેલી 100 રૂપિયાની નોટ જેવો જ હશે.  આ નોટમાં ગાંધી સીરીઝની નોટ હશે. વોર્નિંશવાળી આ નવી નોટ હાલની નવી નોટ કરતાં વધુ મજબૂત અને ટકાઉ હશે. નવી 100 રૂપિયાની નોટ અંદાજે 7 વર્ષ સુધી ટકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

  આ પણ જાણો

  હાલ માર્કેટમાં રહેલી 100 રૂપિયાની એક હજાર નો છાપવા પાછળ અંદાજે 1570 રૂપિયાનો ખર્ચ થાય છે.  વોર્નિશ નોટની છપાઇમાં અંદાજે 20 ટકા વધુ ખર્ચ આવશે.  પાણી હોય કે કેમિકલ તેનાથી નોટ ખરાબ નહીં થાય.
  Published by:Sanjay Vaghela
  First published: