Home /News /business /RBIએ તમામ બેંકના ગ્રાહકોને માટે જાહેર કરી ખૂબ જ જરૂરી સૂચના, ફટાફટ કરો ચેક

RBIએ તમામ બેંકના ગ્રાહકોને માટે જાહેર કરી ખૂબ જ જરૂરી સૂચના, ફટાફટ કરો ચેક

ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે RBIએ ચેતવણી જાહેર કરી છે. (પ્રતીકાત્મક તસવીર)

RBIની ચેતવણી! એક ભૂલથી ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, જાણો છેતરપિંડીથી બચવાનો ઉપાય

નવી દિલ્હી. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India- RBI) તમામ બેંકના ગ્રાહકો (Bank Customers) માટે ખૂબ અગત્યની જાણકારી શૅર કરી છે. દેશમાં ડિજિટલ પેમેન્ટનું (Online Transactions) ચલણ વધવાની સાથે છેતરપિંડીના મામલા (Bank Fraud Cases) પણ સતત વધી રહ્યા છે. એવામાં ગ્રાહકોને છેતરપિંડીથી બચવા માટે RBIએ ચેતવણી જાહેર કરી છે. રિઝર્વ બેંકે ટ્વીટ કરીને કહ્યું છે કે તેને એવા પ્રકારની ફરિયાદ મળી રહી છે કે બેંકના ગ્રાહકોને કેવાયસી (Know Your Customer-KYC) અપડેટ કરવાના નામે છેતરપિંડીના શિકાર બનાવવામાં આવી રહ્યા છે. ઠગ તેના માટે નવી-નવી તરકીબો અપનાવી રહ્યા છે.

RBI કહે છે કે તમે પોતાના કાર્ડનો ખૂબ જ સાવધાનીપૂર્વક ઉપયોગ કરો. એટીએમ/ડેબિટ કાર્ડની (ATM/Debit card) વિગતો કોઈને પણ જણાવશો નહીં.

રિઝર્વ બેંકે શેની ચેતવણી આપી?

RBIનું કહેવું છે કે ગ્રાહકોને ફોન, એસએમએસ (SMS) અને ઇમેલ (Email) મોકલીને તેમની પાસેથી વ્યક્તિગત જાણકારી શૅર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમાં લોગ-ઇન ડિટેલ, કાર્ડની જાણકારી, પિન (PIN) અને ઓટીપી (OTP) સામેલ છે. બેંક ગ્રાહકોને લિંક મોકલીને KYC અપડેટ કરવા માટે Unauthorized કે પછી Unverified એપ ઇન્સ્ટોલ કરવા માટે પણ કહી શકે છે.



આ પણ વાંચો, પહેલી ઓક્ટોબરથી 2 બેંકોની ચેકબુક થઈ જશે અમાન્ય, જાણો કેવી રીતે થશે અપડેટ

KYC અપડેટ ન થતાં બ્લોક થઈ જશે એકાઉન્ટ!

SMS અને Email મોકલીને ગ્રાહકોને કહેવામાં આવી રહ્યું છે કે જો તેઓએ કેવાયસી અપડેટ (KYC Update) નથી કરાવ્યું તો તેમનું એકાઉન્ટ ફ્રીઝ, બ્લોક કે બંધ કરી દેવામાં આવી શકે છે. એવામાં કસ્ટમર કોલ, મેસેજ કે ગેરકાયદેસર રીતે પોતાની જાણકારી શૅર કે તો ઠગોને તેમના એકાઉન્ટનો એક્સેસ મળી જશે અને તેઓ ગ્રાહકને ચૂનો લગાવી શકે છે.

આ પણ વાંચો, Aadhaar Shila: મહિલાઓ માટે LICની વિશેષ વીમા યોજના, રોજ 29 રૂપિયા જમા કરતાં કેટલા લાખ મળશે?

એકાઉન્ટ બ્લોક થવાને લઈ RBIએ શું કહ્યું?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું (RBI) કહેવું છે કે રેગ્યુલેટેડ એન્ટીટીઝને સમયાંતરે કેવાયસી અપડેટ કરાવવું પડે છે પરંતુ આ પ્રક્રિયાને સરળ બનાવવી જરૂરી છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે જો કોઈ કસ્ટમરાન એકાઉન્ટનું પીરિયોડિક અપડેશન થયું છે તો 31 ડિસેમ્બર, 2021 સુધી તેમના એકાઉન્ટમાં માત્ર આ કારણથી કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે જ્યાં સુધી કોઈ રેગ્યુલેટર/ફન્ફોર્મમેન્ટ એજન્સી/કોર્ટના નિર્દેશ પર આવું કરવું જરૂરી ન હોય.
First published:

Tags: Bank Fraud, Bank News, Business news, Online Banking, આરબીઆઇ