બહુ ઝડપથી તમારા હાથમાં હશે રૂ. 20ની નવી નોટ, આવી ખાસિયતો હશે

News18 Gujarati
Updated: August 1, 2019, 12:46 PM IST
બહુ ઝડપથી તમારા હાથમાં હશે રૂ. 20ની નવી નોટ, આવી ખાસિયતો હશે
નવી નોટ

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અનેક નવી નોટ બજારમાં આવી ચુકી છે. 2000,500,200,100,50 રૂપિયાની નોટ પછી બહુ ઝડપથી હવે રૂ. 20ની નવી નોટ આવશે.

  • Share this:
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અનેક નવી નોટ બજારમાં આવી ચુકી છે. 2000, 500, 200, 100, 50 રૂપિયાની નોટ પછી બહુ ઝડપથી હવે રૂ. 20ની નવી નોટ આવશે. આ નોટમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. નોટ પાછળ સાંસ્કૃતિક વારસાને બતાવતા એલોરાની ગુફાઓની છાપ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ નવી નોટોની પ્રથમ ખેપ કાનપુર સ્થિત રિઝર્વ બેંકની પ્રાદેશિક ઓફિસમાં પહોંચી ચુકી છે. બહુ ઝડપથી નવી નોટોનાં બંડલો બેંકોને પહોંચાડવામાં આવશે.

જૂની નોટો પણ બજારમાં રહેશે

આ નોટ પર ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ચલણમાં હયાત રૂ. 20ની જૂની નોટ પર કાયદેસર ગણાશે. એટલે કે રૂ. 20ની નવી નોટ આવ્યા બાદ જૂની નોટ ચલણમાં રહેશે.આગળનો ભાગ આવો હશે

આરબીઆઈ તરફથી રજૂ કરવામાં આવેલી રૂ. 20ની નવી નોટમાં આગળના ભાગે મહાત્માનું બીમ ચિત્ર હશે. આજ બાજુએ હિન્દી અને અંગ્રેજીમાં નોટની કિંમત લખી હશે અને RBI, ભારત, India અને 20 માઇક્રો લેટર્સમાં લખેલા હશે. સુરક્ષા સ્ટ્રીપ પર ભારત અને RBI લખેલું હશે.
Loading...

નોટના બીજા ભાગમાં ગેરંટી ક્લોઝ, ગવર્નરના હસ્તાક્ષર, આરબીઆઈનું પ્રતિક ચિન્હ અને ડાબી બાજુ મહાત્મા ગાંધીની તસવીર તેમજ અશોક સ્તંભ હશે. નોટનો નંબર ડાબેથી જમણે સુધી વધતો બતાવવામાં આવ્યો છે.પાછળનો ભાગ આવો હશે

નોટના પાછળના ભાગમાં ડાબી બાજુ વર્ષ, સ્વચ્છ ભારતનો લોગો સ્લોગનની સાથે સાથે ભાષાની પટ્ટી હશે. નોટના પાછળના ભાગમાં એલોરા ગુફાનું ચિત્ર ભારતીય સંસ્કૃતિના વારસાનું પ્રતિનિધિત્વ કરશે. નોટ 63 મિ.મી. પહોળી અને 129 મિ.મી. લાંબી છે.
First published: August 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...