Home /News /business /

તો તમારે ડેબિટ-ક્રેડિટ કાર્ડના નંબર રાખવા પડશે યાદ, ઇ-કોમર્સ વેબસાઇટ પર નહીં થાય ઓટો ફીલ

તો તમારે ડેબિટ-ક્રેડિટ કાર્ડના નંબર રાખવા પડશે યાદ, ઇ-કોમર્સ વેબસાઇટ પર નહીં થાય ઓટો ફીલ

ફાઇલ તસવીર

RBIના પરિપત્ર અનુસાર, આ દિશાનિર્દેશ જુલાઈ 2021થી શરૂ થશે. જેનો અર્થ છે કે, ચૂકવણી સમયે તમારે તમારો CVV નંબર નાખવાની જગ્યાએ કાર્ડની માહિતી જેમાં નામ, કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ નાખવાની રહેશે.

  ભારતના શીર્ષ બેન્કિંગ સંસ્થાન ભારતીય રિઝર્વ બેન્કે (Reserve Bank of India) નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જે ઓનલાઈન (Online business) વેપારીઓને ઈ-કોમર્સ વેબસાઈટને તમારા ડેબિટ (debit card) અને ક્રેડિટ કાર્ડની  (credit card) માહિતીનો સંગ્રહ કરતા રોકશે. જેનો અર્થ છે કે તમારે તમારા કાર્ડની માહિતી યાદ રાખવી પડશે. આ વર્ષે જુલાઈમાં નવા દિશાનિર્દેશ લાગુ કરવાની તૈયારી કરાઈ રહી છે.

  ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર 16 અંકોનો હોય છે, જે દરેક લોકો યાદ રાખી શકતા નથી. મોટાભાગના લોકો એક કરતા વધારે કાર્ડનો ઉપયોગ કરે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા નિયમ અનુસાર તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જેથી તમારે કાર્ડ સાથે રાખવું પડશે. ખાસ કરીને, મોટાભાગના લોકો એક કરતા વધારે કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ, RBIના નવા નિયમો અનુસાર, તમારી કાર્ડનો નંબર યાદ રાખ્યા વગર તમારી પાસે અન્ય વિકલ્પ નહીં હોય. એકમાત્ર બીજો વિકલ્પ એ છે કે, તમે જ્યાં જાઓ ત્યાં તમારા કાર્ડ્સ સાથે રાખો.

  જાહેર કરેલા દિશાનિર્દેશ અનુસાર ઓનલાઈન વેપારી, ઈ-કોમર્સ વેબસાઈટ જેમાં એમેઝોનથી લઈને ફ્લિપકાર્ટ સુધી જેમાં ગુગલ પેથી પેટીએમ અને નેટફ્લિક્સ પણ સામેલ છે, હવે તેમને ગ્રાહકની કાર્ડ સંબંધિત માહિતી સંગ્રહ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે.

  RBIના પરિપત્ર અનુસાર, આ દિશાનિર્દેશ જુલાઈ 2021થી શરૂ થશે. જેનો અર્થ છે કે, ચૂકવણી સમયે તમારે તમારો CVV નંબર નાખવાની જગ્યાએ કાર્ડની માહિતી જેમાં નામ, કાર્ડ નંબર અને એક્સપાયરી ડેટ નાખવાની રહેશે.

  જેમાં કેટલાક લોકોનું માનવું છે કે, આ પ્રક્રિયા 'ડિજિટલ ઈન્ડિયા માટે' કેશલેસ દેશ બનાવવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરશે. પરંતુ ભારતની કેન્દ્રિય બેન્કનું માનવું છે કે, ત્રીજા પક્ષને કાર્ડની માહિતી ન આપવાનો ઉદ્ધેશ ચોરી જેવા જોખમને ઓછું કરવાનો છે.

  રૂ. 5,000 કેશબેક અને 6.5%ના વ્યાજ દરે 100% લોન, જાણો હોન્ડા એક્ટિવા 6Gની ઑફર્સ

  જોકે, દરેક વ્યક્તિ RBI સાથે સહમત નથી. ભારતીય IT lobby NASSCOM એ પહેલા જ જાન્યુઆરીમાં આ નિર્ણય સામે પોતાની ચિંતા વ્યક્ત કરી. કાર્ડની માહિતી વગર ગ્રાહકની ફરિયાદ અને વિવાદોના સમાધાન કે ત્વરિત સમાધાન માટે તેઓ હવે સક્ષમ નહીં રહે જ માટે તેણે સંપૂર્ણરૂપે બેન્ક પર નિર્ભર રહેવું પડશે. જે સિવાય NASSCOMનો પ્રસ્તાવ છે કે, RBIએ ડેટા સંગ્રહિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે, જે સુરક્ષા નિવારણ, રિપોર્ટિંગ આવશ્યકતા અને શાસન તંત્રને તેમની આવશ્યકતા અનુસાર લાગુ કરે છે.

  Election Effect! રાજકોટમાં પણ કોરોનાના કેસની સંખ્યા થઇ ડબલ, વિદેશથી આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ

  ફ્લિપકાર્ટ, એમેઝોન, નેટફ્લિક્સ, માઇક્રોસફ્ટ અને ઝોમેટો જેવી 25 ગ્રાહક ઇન્ટરનેટ કંપનીઓના જૂથે ભારતની મધ્યસ્થ બેંકને કહ્યું, આ પ્રકારની ચૂકવણી ગ્રાહકના ઓનલાઈન ચૂકવણીના અનુભવને ગંભીર રૂપે અવરોધી શકે છે. તથા છેતરપિંડી જોખમ મૂલ્યાંકનને વધુ પ્રભાવિત કરશે. વેપારી હવે અધિક સુરક્ષિત ઓનલાઈન ચૂકવણી પરિસ્થતિક તંત્ર બનાવવા માટે RBIના નવા દિશાનિર્દેશ અનુસાર કોઈપણ પ્રકારની આંતરિક ટોકનવિધિનો ઉપપયોગ નહીં કરી શકે.

  ભલે RBIના નવા દિશાનિર્દેશ અનુસાર, ચૂકવણીને વધુ સુરક્ષિત બનાવે, પરંતુ તે નિશ્ચિતરૂપે પ્રક્રિયાને વધુ કંટાળાજનક બનાવશે. દરેક સમયે તમારે કાર્ડની માહિતી દાખલ કરવાની રહેશે, જે માટે તમારે કાર્ડ પાસે રાખવું પડશે અથવા આવશ્યક માહિતી યાદ રાખવી પડશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Debit card, Online Shopping, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन