Home /News /business /

UPI Payment : આજથી સ્માર્ટફોન વગર થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગત

UPI Payment : આજથી સ્માર્ટફોન વગર થઈ શકશે UPI પેમેન્ટ, જાણો વિગત

યૂપીઆઈ પેમેન્ટ

UPI for Feature phones: ડિસેમ્બરમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ફીચર ફોન (Feature phones) માટે એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લોંચ કરવાની જાહેરાત કરી હતી.

    મુંબઈ. UPI payments: દેશના કરોડો ફીચર ફોન યૂઝર્સ (Feature phone users) આજથી ડિજિટલ પેમેન્ટ કરવા માટે સક્ષમ બની જશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા આજથી યૂપીઆઈ આધારિત પેમેન્ટ પ્રોડક્ટ (UPI based payment product) લોંચ કરી રહી છે. આરબીઆઈ (Reserve Bank of India)એ પોતાના અધિકારીક ટ્વીટર હેન્ડલ પર આ મામલે ટ્વીટ કરીને લખ્યું છે કે, "આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ આઠમી માર્ચ, 2022ના રોજ બપોરે 12 વાગ્યે ફીચર ફોન માટે UPI અને ડિજિટલ પેમેન્ટ માટે 24*7 હેલ્પલાઇન ડિજિસાથી (DigiSaathi) લોંચ કરશે."

    યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) સ્માર્ટફોન મારફતે ચૂકવણી કરવાનું સૌથી લોકપ્રીય માધ્યમ છે. ડિસેમ્બરમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ફીચર ફોન (feature phones) માટે એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લોંચ કરવાની જાહેરાત કરી હતી.

    શક્તિકાંત દાસનું નિવેદન

    ફીચર ફોન એવા ફોન છે જેમાં કૉલિંગ અને મેસેજિંગ સિવાય વધારાની ખાસ સુવિધા નથી હોતી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ફીચર ફોનના યૂઝર્સને મુખ્ય પ્રવાહ સાથે એટલે કે ડિજિટલ પેમેન્ટ્સ સાથે જોડવા જરૂરી છે.

    આરબીઆઈના ગવર્નરે કહ્યુ હતુ કે, "ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવાના હેતુ સાથે ફીચર ફોન વપરાશકર્તાઓ માટે યૂપીઆઈ આધારિક ચૂકવણી સેવા રજૂ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ અંગે બહુ ઝડપથી વિસ્તૃત માહિતી આપવામાં આવશે."

    આ પણ વાંચો: શું તમને ડેબિટ, ક્રેડિટ અને પે લેટર કાર્ડ વચ્ચેનો તફાવત અને ફાયદાની ખબર છે? 

    દેશમાં ફીચર ફોન યૂઝર્સ

    આરબીઆઈ પ્રમાણે દેશમાં 118 કરોડ યૂઝર્સ છે, જેમાં 74 કરોડ યૂઝર્સ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, જ્યારે બાકીના લોકો હજી પણ ફીચર ફોનનો ઉપયોગ કરે છે. જાહેર છે કે આ સંખ્યા ખૂબ મોટી છે. આટલી મોટી સંખ્યામાં લોકો ફીચર ફોનનો ઉપયોગ કરતા હોવાથી આ તમામ લોકો હાલ પણ યૂપીઆઈ પેમેન્ટની સેવાનો લાભ લઈ શકતા નથી.

    આ પણ વાંચો: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનાની કિંમતમાં દરરોજ ઉછાળો, જાણો આજનો ભાવ

    યૂપીઆઈ શું છે?

    યૂપીઆઈ જેને અગ્રેજીમાં યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ કહેવામાં આવે છે, આ એક ડિજિટલ પેમેન્ટની રીત છે જે મોબાઈલ એપના માધ્યમથી કામ કરે છે. આ એપના માધ્યમથી સુરક્ષિત રીતે પેમેન્ટ કરી શકાય છે. જો આ પેમેન્ટ મેથડમાં તમારા નાણા ક્યાંય અટવાઈ જાય તો તે ફરીથી બેન્ક અકાઉન્ટમાં રિફંડ થઈ જાય છે. યૂપીઆઈના માધ્યમથી દરેક પ્રકારના બિલનું પેમેન્ટ, ઓનલાઈન ફંડ ટ્રાન્સફર અને મિત્રોને પૈસા મોકલવા જેવા કામ પણ કરી શકાય છે. યૂપીઆઈ સેવાનો લાભ લેવા માટે તમારા મોબાઈલમાં તમારે એપ ડાઉનલોડ કરવાની રહેશે અને તમારો મોબાઈલ નંબર બેન્ક સાથે લિન્ક કરવાનો રહેશે. આ સાથે જ યૂપીઆઈ વોલેટ એપ પણ લોન્ચ કરવામાં આવશે.



    ડિજિટલ પેમેન્ટ ચાર્જ

    RBI ગવર્નર શક્તિકાંત દાસે ડિજિટલ પેમેન્ટને લઈને એક મહત્વની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રિઝર્વ બેન્ક હવે ડિજિટલ પેમેન્ટ પર ચાર્જીસ વસૂલવાની યોજના બનાવી રહી છે. આ વાતથી જાહેર થાય છે કે આગામી સમયમાં જો તમે ડિજિટલ પેમેન્ટ કરો છો તો તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Digital payment, Upi, આરબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन