RBI લાવશે 50 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ

રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર વાળી પહેલી નોટ હશે

News18 Gujarati
Updated: April 17, 2019, 3:34 PM IST
RBI લાવશે 50 રૂપિયાની નવી નોટ, જાણો શું હશે ખાસ
રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર વાળી પહેલી નોટ હશે
News18 Gujarati
Updated: April 17, 2019, 3:34 PM IST
નવી દિલ્હી: RBI 50 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. આ નવી નોટ પર RBI ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર હશે. શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર વાળી આ પહેલી નોટ હશે આ નોટની ડિઝાઇન દરેક રીતે મહાત્મા ગાંધી સીરિઝની 50 રૂપિયાની બેંક નોટ સમાન છે. બદલાવનાં નામ પર તેનાં પર નવાં ગવર્નર શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર જ હશે. RBI એ જણાવ્યું કે, નવી નોટોનું ચલણમાં આવશે છતા પણ જુની 50ની નોટ માન્ય જ રહેશે અને બજારમાં તેની નિયમિતતા બની રહેશે.

શક્તિકાંત દાસનાં હસ્તાક્ષર વાળી પહેલી નોટ- ઉર્જિત પટેલનાં રાજીનામા બાદ ડિસેમ્બર 2018માં શક્તિકાંત દાસને રિઝર્વ બેંકનાં ગવર્નર બનાવવામાં આવ્યાં. રિઝર્વ બેંકનાં 25માં ગવર્નર છે. તેમની ઓફિસમાં આ પહેલી નોટ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો-આવી રીતે પ્લાનિંગ કરશો તો પાંચ વર્ષમાં રિટર્ન મળશે રૂપિયા 15 લાખ

મહાત્મા ગાંધી નવી સીરીઝમાં 50 રૂપિયાની નોટ હાલમાં ઉપયોગમાં છે અને તેની પાછળનાં ભાગમાં 'રથની સાથે હમ્પી'ની આકૃતિ છે. નવી નોટનો રંગ ફ્લોરિસ્ટ બ્લૂ છે. અને વચ્ચે મહાત્મા ગાંધીની તસવીર છે.

આ પણ વાંચો-નોકરી કરનારાઓ માટે મોટા સમાચાર, ફોર્મ-16 માં થયો આ ફેરફાર

 
First published: April 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...