RBI જાહેર કરશે મહાત્મા ગાંધી સિરિઝની રૂ.10ની ચોકોલેટ કલરની નવી નોટ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: January 4, 2018, 10:40 AM IST
RBI જાહેર કરશે મહાત્મા ગાંધી સિરિઝની રૂ.10ની ચોકોલેટ કલરની નવી નોટ
(રૂ. 10ની જૂની નોટ)

બનાવટી નોટોથી છૂટકારો મેળવવા માટે સરકાર દ્વારા સમયાંતરે નવી નોટો જાહેર કરવામાં આવતી હોય છે.

  • Share this:
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે રૂ. 10ની નવી નોટ જાહેર કરવા જઈ રહી છે. મહાત્મા ગાંધી સિરિઝની આ નોટ ચોકોલેટ બ્રાઉન કલરની હશે. નવી નોટમાં કોણાર્કનું સૂર્યમંદિર પણ હશે.

રિપોર્ટ પ્રમાણે રિઝર્વ બેંકે એક બિલિયન(એક અબજ) જેટલી નવી નોટો પ્રિન્ટ કરી નાખી છે. ગયા અઠવાડિયે સરકાર દ્વારા નવી નોટની ડિઝાઇન માન્યતા આપવામાં આવી હતી. રૂ. 10ની નોટમાં છેલ્લા 2005માં બદલાવ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે રિઝર્વ બેંકે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મહાત્મા ગાંધી સિરિઝની રૂ. 200 અને રૂ. 50ની નવી નોટો જાહેર કરી હતી.

બનાવટી નોટોથી છૂટકારો મેળવવા માટે સરકાર દ્વારા સમયાંતરે નવી નોટો જાહેર કરવામાં આવતી હોય છે.

નકલી નોટો તેમજ બ્લેકમનીથી છૂટકારો મેળવવાના ઉદેશ્ય સાથે જ 8મી નવેમ્બર 2016ના રોજ સરકારે રૂ. 1000 અને રૂ. 500ની નોટો ચલણમાંથી રદ કરી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા રૂ. 2000 અને રૂ. 500ની નવી નોટ જાહેર કરવામાં આવી હતી. જોકે, રૂ. 1000ની નોટ ફરીથી પ્રિન્ટ કરવામાં આવી ન હતી.
First published: January 4, 2018, 10:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading