Home /News /business /હાય રે મોંઘવારી! શું ફરી તમારી લોનના હપ્તા વધશે? RBIએ બોલાવી MPCની સ્પેશિયલ મીટિંગ

હાય રે મોંઘવારી! શું ફરી તમારી લોનના હપ્તા વધશે? RBIએ બોલાવી MPCની સ્પેશિયલ મીટિંગ

શુૂં આરબીઆઈ ફરી રેપો રેટ વધારશે કે બીજુ કંઈ?

RBI Monetary Policy Committee: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સતત ત્રણ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાને 6 ટકાથી નીચે રાખવામાં તેની નિષ્ફળતા અંગેનો અહેવાલ તૈયાર કરવા માટે 3 નવેમ્બરના રોજ તેની સર્વોચ્ચ નાણાકીય સંસ્થા MPC (મોનેટરી પોલિસી કમિટી)ની ખાસ બેઠક બોલાવી છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સતત ત્રણ ત્રિમાસિક ગાળા માટે ફુગાવાને 6 ટકાથી નીચે રાખવામાં તેની નિષ્ફળતા અંગેનો અહેવાલ તૈયાર કરવા માટે 3 નવેમ્બરના રોજ તેની સર્વોચ્ચ નાણાકીય સંસ્થા MPC (Monetary Policy Committee)ની ખાસ બેઠક બોલાવી છે. ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં RBIએ કહ્યું કે RBI એક્ટની કલમ 45ZNની જોગવાઈઓ અનુસાર 3 નવેમ્બરના રોજ મોનેટરી પોલિસી કમિટી (MPC)ની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે.

RBI એક્ટની આ કલમ એવી જોગવાઈ કરે છે કે સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદામાં ફુગાવાને રાખવામાં નિષ્ફળતાના કિસ્સામાં, કેન્દ્રીય બેંકે સરકારને તેની જાણ કરવી પડશે.

આ પણ વાંચોઃ આ 'ખર્ચ વગરની ખેતી' કરીને માલામાલ થઈ રહ્યા છે ગુજરાતના કેટલાક ખેડૂતો, તમે પણ અજમાવો

સરકારે કેન્દ્રીય બેંકને ફુગાવાને ચાર ટકા (બે ટકા વધુ કે ઓછા) પર સીમિત કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. પરંતુ તમામ પ્રયાસો છતાં RBI ફુગાવાને 6 ટકાની અંદર અંકુશમાં રાખવામાં નિષ્ફળ રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી મોંઘવારી દર સતત 6 ટકાથી ઉપર રહ્યો છે. આમ આરબીઆઈ સતત ત્રણ ત્રિમાસિક ગાળા માટે તેના ફુગાવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે, તેથી તેણે કાયદાકીય જોગવાઈઓ મુજબ સરકારને જાણ કરવી પડશે.

આ રિપોર્ટ તૈયાર કરવાના હેતુથી RBIએ MPCની આ વિશેષ બેઠક બોલાવી છે, જે નાણાકીય નીતિ અંગે નિર્ણય લે છે. MPCની ભલામણોને અનુરૂપ, છેલ્લા મે મહિનાથી પોલિસી રેપો રેટમાં કુલ 1.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ રીતે હવે રેપો રેટ 5.90 ટકા પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ એક્સપર્ટ જીગર પટેલે કહ્યું, 'આગામી 2થી 3 સપ્તાહમાં ડબલ ડિજિટમાં કરાવી શકે છે કમાણી'

રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (MPC)ના સભ્ય જયંત આર વર્માએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ફુગાવા પર નાણાકીય નીતિ કડક થવાની અસર પાંચથી છ ક્વાર્ટર પછી અનુભવાશે. જણાવી દઈએ કે સરકાર દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટ મુજબ કેન્દ્રીય બેંક માટે ફુગાવાને વધુમાં વધુ ચાર ટકા અને ઓછામાં ઓછા બે ટકાની અંદર જાળવવાનું ફરજિયાત છે.



વધતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ 30 સપ્ટેમ્બરે રેપો રેટ વધારીને 5.9 ટકા કર્યો છે. તે સમય દરમિયાન, સતત ત્રીજી વખત, ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 50 bpsનો વધારો કરવામાં આવ્યો હતો.
First published:

Tags: Business news, RBI Monetary Policy, Reserve bank of india

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો