Home /News /business /RBI બહુ ઝડપથી સરકારના ખાતામાં ટ્રાન્સફર કરશે 89,648 કરોડ રૂપિયા! જાણો કેમ આ રકમ આપવી પડશે?

RBI બહુ ઝડપથી સરકારના ખાતામાં ટ્રાન્સફર કરશે 89,648 કરોડ રૂપિયા! જાણો કેમ આ રકમ આપવી પડશે?

RBI ગવર્નર- શક્તિકાંત દાસ (ફાઇલ તસવીર)

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આ વર્ષે RBI સરકારે 89,648 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપી શકે છે.

    મુંબઈ : રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા એટલે કે RBI (Reserva Bank of India)ની કમાણી કેવી રીતે થાય છે? તે શા માટે સરકારને ડિવિડન્ડ (Dividend) તરીકે મોટી રકમ આપી છે? કદાચ આ પ્રશ્ન તમારા દિમાગમાં પણ થતો હશે. આ સવાલનો જવાબ એવો છે કે આરબીઆરની આવકનો મુખ્ય સ્ત્રોત સરકારી બૉન્ડ, (Government Bonds) ગોલ્ડ પર કરવામાં આવેલું રોકાણ અને વિદેશી માર્કેટમાં ફોરેક્સ અને બૉન્ડ ટ્રેડિંગ છે. આના માધ્યમથી આરબીઆઈ મોટી કમાણી કરે છે. RBIએ પોતાની જરૂરિયાતો પૂર્ણ થયા બાદ જે રકમ વધે છે તે સરકારને ટ્રાન્સફર કરવાની હોય છે. તો આ સાથે જોડાયેલી વાતો જાણીએ.

    CNBC TV18ને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, આ વર્ષે RBI સરકારે 89,648 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે આપી શકે છે.

    RBI સરકારને શા માટે રૂપિયા આપે છે :

    આરબીઆઈની સ્થાપના 1934માં થઈ હતી. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા એક્ટ 1934ના ચેપ્ટર 4, સેક્શન 47 પ્રમાણે આરબીઆઈને પોતાની કમાણીમાંથી જે રકમ વધારાની હોય તેને કેન્દ્ર સરકારને મોકલવાની હોય છે.

    ડિવિડન્ડ શું હોય છે :

    અમુક કંપનીઓ પોતાના નફામાંથી સમયાંતરે પોતાના શેર ધારકોને અમુક હિસ્સો આપે છે. કમાણીનો આ હિસ્સો કંપની શેરધારકોને ડિવિડન્ડ તરીકે આપે છે. આ રીતે આરબીઆઈ પણ પોતાની કમાણીમાંથી અમુક હિસ્સો સરકારને ડિવિડન્ડ તરીકે આપે છે.

    આરબીઆઈ પાસે કેટલા પૈસા છે?

    રિઝર્વ બેંક પાસે ચાર પ્રકારના ખાતા હોય છે. RBIના વર્ષ 2017-18નાં આંકડા પ્રમાણે તેની પાસે આશરે 9 લાખ 60 હજાર કરોડ રૂપિયા રિઝર્વ છે.

    1) કરન્સી એન્ડ ગોલ્ડ રિઝર્વ : RBI પાસે આશરે 6.95 લાખ કરોડ રૂપિયાનો મુદ્રા અને ગોલ્ડ સ્ટૉક છે. મતલબ કે આટલા મૂલ્યનું સોનું અથવા સિક્કા કે નોટો રિઝર્વ બેંક પાસે છે.

    2) અસેટ ડેવલપમેન્ટ ફંડ : આ ખાતામાં આરબીઆઈ પાસે 22,811 કરોડ રૂપિયા છે.

    3) રોકાણ ખાતું : આ ખાતામાં આરબીઆઈ પાસે 13,285 કરોડ રૂપિયા છે.

    આ પણ વાંચો : સુરતમાં એક પછી એક ખાડી ઓવરફ્લો થતાં ચિંતા વધી, અનેક સોસાયટીમાં કમર સુધી પાણી ભરાયા

    4) કન્ટિજન્સી ફંડ : આ ખાતાના આકસ્મિક નિધિ એકાઉન્ટ કહે છે. આ સૌથી મહત્ત્વનું ખાતું છે. તમામ માથાકૂટ આને લઈને જ છે. રિઝર્વ બેંક પોતાના કામથી જે કમાણી કરે છે તેનો હિસ્સો કન્ટિજન્સી ફંડમાં આવે છે. આરબીઆઈની કમાણીનો બીજો હિસ્સો સરકારને ડિવિડન્ડ તરીકે આપવામાં આવે છે. કરન્સી એન્ડ ગોલ્ડ પછી આ બીજું ખાતું છે જેમાં સૌથી વધારે પૈસા હોય છે. આ સમયે આરબીઆઈના ખાતામાં 2.32 લાખ કરોડ રૂપિયા છે. એટલે કે આરબીઆઈ પાસે કુલ 10 લાખ કરોડ રૂપિયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bond, Reserve bank of india, આરબીઆઇ, કેન્દ્ર સરકાર

    विज्ञापन
    विज्ञापन