Home /News /business /ક્ષેત્રીય ગ્રામીણ બેંકના ગ્રાહકોને મોટી ભેટ! આ નિયમમાં કરવામાં આવ્યો ફેરફાર

ક્ષેત્રીય ગ્રામીણ બેંકના ગ્રાહકોને મોટી ભેટ! આ નિયમમાં કરવામાં આવ્યો ફેરફાર

ક્ષેત્રીય ગ્રામીણ બેંકના ઇન્ટરનેટ બેંકિંગના નિયમોમાં ફેરફાર

RBI Monetary Policy 2022: RBIએ ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ બેંકિંગના પ્રસારને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, RRB માટે ઇન્ટરનેટ બેંકિંગ પ્રદાન કરવા માટે લાયક હોવાના ધોરણોને તર્કસંગત બનાવવામાં આવી રહ્યા છે.

    નવી દિલ્હી: જો તમારું પ્રાદેશિક ગ્રામીણ બેંકો અથવા RRB (Regional Rural Banks) માં ખાતું છે, તો તમારા માટે સારા સમાચાર છે. હકીકતમાં, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વિકાસ અને નિયમનકારી નીતિઓ પરના તેના નિવેદનમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો અથવા RRB ના ગ્રાહકો માટે ઇન્ટરનેટ બેંકિંગના ધોરણોને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

    આ પણ વાંચો: UPI અને નેટ બેંકિંગ કરતા સમયે ભૂલથી બીજા એકાઉન્ટમાં જતા રહ્યા છે રૂપિયા? 48 કલાકમાં આવી રીતે મેળવો પરત

    ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવાની જરૂર:
    RBI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "RRB ને હાલમાં અમુક નાણાકીય અને બિન-નાણાકીય ધોરણોની પરિપૂર્ણતાને આધીન ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી સાથે તેમના ગ્રાહકોને ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા પૂરી પાડવાની પરવાનગી છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ બેંકિંગના પ્રસારને પ્રોત્સાહન આપવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, RRB માટે ઇન્ટરનેટ બેંકિંગ પ્રદાન કરવા માટેના ધોરણોને તર્કસંગત બનાવવામાં આવી રહ્યા છે.

    પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સેવાઓનો વિસ્તાર મર્યાદિત:

    ગ્રામીણ ભારતમાં મૂળભૂત બેંકિંગ અને નાણાકીય સેવાઓ પૂરી પાડવા માટે RRB ની રચના કરવામાં આવી હતી. પરિણામે આ બેંકોની સેવાઓનો વ્યાપ સીમિત હતો અને ઈન્ટરનેટ બેંકિંગ જેવી સવલતો પૂરતા પ્રમાણમાં વિકસિત ન હતી. RRB ગ્રાહકોને બેલેન્સ ઇન્ક્વાયરી, એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડાઉનલોડ અથવા ચેકબુક માટેની વિનંતી અને મર્યાદિત વ્યવહાર સુવિધાઓ જેવી બિન-ટ્રાન્ઝેક્શનલ સેવાઓ મળે છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ પેમેન્ટના પ્રમોશન અને ધોરણોની સરળતા સાથે ટૂંક સમયમાં ઇન્ટરનેટ બેંકિંગને તર્કસંગત બનાવવામાં આવશે.



    મિન્ટ સાથે વાત કરતા, BankBazaar.com ના સીઈઓ આદિલ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “ગ્રામીણ બેંકો માટે ઈન્ટરનેટ બેંકિંગ માટેની RBIની માર્ગદર્શિકા બેંકોની અન્ય શ્રેણીઓ કરતા ઘણી કડક છે, કારણ કે ત્યાં કાનૂની, નિયમનકારી અને દેખરેખના મુદ્દાઓ છે. ટેકનોલોજી અને સુરક્ષા ધોરણો અને નીતિઓ છૂટીછવાઈ હતી. આથી, ઈન્ટરનેટ બેંકિંગ સુવિધા શરૂઆતમાં નોન-ટ્રાન્ઝેક્શનલ સેવાઓ જેમ કે બેલેન્સ ઇન્ક્વાયરી, બેલેન્સ વ્યૂ, એકાઉન્ટ સ્ટેટમેન્ટ ડાઉનલોડ, ચેકબુક માટેની વિનંતી વગેરે માટે સખત હતી. ઑનલાઇન ફંડ-આધારિત વ્યવહારોને મંજૂરી આપ્યા પછી પણ, નાણાકીય અને બિન-નાણાકીય એમ બંને પ્રકારના ટ્રાન્સફરને સક્ષમ કરવાના નાણાકીય ધોરણો વ્યાપક હતા.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Bank, Internet banking, Rbi policy

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन