Home /News /business /RBI જૂનની બેઠકમાં વ્યાજદરમાં વધુ વધારા અંગે વિચારણા કરશેઃ રિપોર્ટ
RBI જૂનની બેઠકમાં વ્યાજદરમાં વધુ વધારા અંગે વિચારણા કરશેઃ રિપોર્ટ
RBI જૂનની બેઠકમાં વ્યાજદરમાં વધુ વધારા અંગે વિચારણા કરશે
RBI જૂનની નાણાકીય નીતિની બેઠકમાં ફુગાવાના અનુમાનમાં વધુ વધારો કરી શકે છે. છેલ્લા બે વર્ષમાં પ્રથમ વખત આરબીઆઈએ છેલ્લા મહિનામાં દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જૂનમાં ફરી એકવાર વ્યાજદરમાં વધારો થવાની ધારણા છે.
ભારતની મધ્યસ્થ બેંક જૂનની નાણાકીય નીતિની બેઠકમાં ફુગાવાના અનુમાનમાં વધુ વધારો કરી શકે છે. જેના કારણે રિઝર્વ બેંક વ્યાજ દરોમાં વધુ વધારો કરી શકે છે. લાઈવ મિન્ટના રિપોર્ટ અનુસાર આ મામલાને લગતા એક સૂત્રએ આ જાણકારી આપી છે. છેલ્લા બે વર્ષમાં પ્રથમ વખત આરબીઆઈએ છેલ્લા મહિનામાં દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આરબીઆઈએ ગયા મહિને એક તાત્કાલિક બેઠકમાં વ્યાજ દરમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.40 ટકા કર્યો હતો.
એપ્રિલમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે ફુગાવાનો અંદાજ વધારીને 5.7 ટકા કર્યો હતો. જે ફેબ્રુઆરીના અંદાજ કરતાં 120 bps વધારે હતું. આ સાથે નાણાકીય વર્ષ 2022-23 માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યું છે.
માર્ચમાં ફુગાવો વધીને 17 મહિનાની પીક 7 ટકાએ પહોંચ્યો હતો. ખાદ્યપદાર્થોના ભાવમાં ધરખમ વધારો થયો છે. તે સતત RBIની 2 થી 6 ટકાની મર્યાદાથી ઉપર ચાલી રહ્યું છે. એપ્રિલમાં પણ ફુગાવો તેનાથી ઉપર રહેવાની ધારણા છે. આરબીઆઈએ કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં રેપો રેટમાં 115 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેન્ક શક્ય તેટલી વહેલી તકે તેને રિવર્સ કરવા માંગે છે.
રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી ખૂબ જ વધી જેથી સ્થિતિ વધુ જટિલ બની છે. સમગ્ર વિશ્વમાં મોંઘવારીનું સંકટ વધ્યું છે. યુએસમાં પણ ફુગાવાને જોતા ફેડરલ રિઝર્વે ગયા મહિને દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં વધુ વધારાના સંકેતો મળ્યા છે. દેશની રિઝર્વ બેંક પણ આ જ માર્ગ પર આગળ વધી રહી છે.
માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે રિઝર્વ બેન્ક હજુ પણ રેપો રેટમાં વધારો કરવાનું ચાલુ રાખશે. વર્તમાન નાણાકીય વર્ષ (2022-23) ના અંત સુધીમાં રેપો રેટમાં 1 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. થોડા દિવસો પહેલા કોટક મહિન્દ્રા બેંકના સીઈઓ અને એમડી ઉદય કોટકે કહ્યું હતું કે રેપો રેટ વધાર્યા બાદ બેંકો ધીમે ધીમે MCLR વધારશે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર