Football World Cup 2018

PNB કૌભાંડ પછી RBIનું મોટું પગલું, બેંકો પર લગાવ્યો આવો પ્રતિબંધ

News18 Gujarati
Updated: March 13, 2018, 10:06 PM IST
PNB કૌભાંડ પછી RBIનું મોટું પગલું, બેંકો પર લગાવ્યો આવો પ્રતિબંધ
News18 Gujarati
Updated: March 13, 2018, 10:06 PM IST
પીએનબીમાં થયેલ લગભગ 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડ પછી રિઝર્વ બેંકે એક મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે હવે બેંક કંપનીઓને લેટર ઓફ અંડરટેકિંગ (એલઓયૂ) અને લેટર ઓફ ક્મફર્ટ (એલઓસી) જારી નહીં કરી શકે. પરંતુ લેટર ઓફ ક્રેડિટ અને બેંક ગેરંટી પણ કેટલીક શરતો સાથે જ આપવામાં આવશે. આ નિર્ણય નીરવ મોદીના ફ્રોડને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે જેના કારણે આવા કૌભાંડો પર રોક લગાવવામાં આવે.

શું છે LoU
LoU એક ગેરંટી છે. આ જેની પાસે હોય છે તે આની પર લખેલ રકમને નક્કી બેંકની શાખામાંથી લઈ શકે છે. સ્વિફ્ટ (એક કોમ્પ્યૂટરાઈઝડ રીત) માધ્યમથી આ LoU જારી કરવામાં આવે છે. આને આધારે ઓનલાઈન લેવડદેવડ થાય છે. બેંક આને દુનિયાભરમાં ક્યાંય પણ જારી કરી શકાય છે.

પીએનબીના કર્મચારીએ કૌભાંડના આરોપીઓ સાથે મળીને બનાવટી રીતે સ્વિફ્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને નીરવ મોદી અને મેહૂલ ચોકસીની કંપનીઓ માટે પક્ષમાં LoUના મેસેજ મોકલ્યા હતાં. વિદેશોમાં બેંકોની શાખાઓ માટે સ્વિફ્ટ મેસેજ એક ગેરંટીની જેમ હોય છે. જેના આધારે બેંક મેસેજમાં જે બેનફીશ્યરીનું નામ લખેલું હોય છે તેને આપવામાં આવે છે.

સીબીઆઈએ પીએનબી બેંકમાં 11400 કરોડના ફ્રોડની જાણકારી આપી હતી. પછી આ ફ્રોડ વધીને 13 હજાર કરોડ રુપિયાનું થઈ ગયું હતું. આમાં હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી મુખ્ય આરોપી હતાં. તેઓ દેશ છોડીને ફરાર થઈ ગયા છે.
First published: March 13, 2018
વધુ વાંચો
अगली ख़बर