આજથી સસ્તું સોનું ખરીદવાનો મોકો, ટેક્સમાં છૂટની સાથે ડિસ્કાઉન્ટ પણ મળશે, જાણો સંપૂર્ણ જાણકારી

પ્રતીકાત્મક તસવીર

Sovereign Gold Bond: આજથી સોવરેન ગોલ્ડ બૉન્ડનો 10મો ટ્રાન્ચ ખુલ્યો છે. આ સ્કીન અંતર્ગત ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદવાનો મોકો મળશે.

 • Share this:
  નવી દિલ્હી: સોવરેન ગોલ્ડ બૉન્ડ (SGB) અંતર્ગત નવા વર્ષમાં આ પ્રથમ મોકો હશે જ્યારે લોકોને પોતાની સગવડતા પ્રમાણે સોનું ખરીદવાનો મોકો મળશે. આજે એટલે કે 11મી જાન્યુઆરીથી સોવરેન ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરી શકાશે. આજથી લઈને 15મી જાન્યુઆરી સુધી ગોલ્ડમાં પૈસા રોકી શકાશે. ભારતીય રિઝર્વ બેંકે SGBના 10માં ટ્રાન્ચ માટે 5,104 રૂપિયાનો ભાવ નક્કી કર્યો છે. આ સાથે જ ઑનલાઈન સબ્સક્રિપ્શન અને ડિજિટલ પેમેન્ટ પર ગ્રાહકોને 50 રૂપિયાની છૂટ મળશે. જાણકારોનું કહેવું છે કે SGBએ સોનામાં રોકાણ કરવાનો ઉત્તમ રસ્તો છે.

  મેચ્યોરિટી પીરિયડ: સોવરેન ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષની હોય છે. પરંતુ રોકાણકારો તેને 5 વર્ષમાં પણ બ્રેક કરી શકે છે. આ ઉપરાંત લોન લેતી વખતે તમે તેનો ઉપયોગ કોલેટરલના રૂપમાં પણ કરી શકો છો. આ ઉપરાંત જો ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી પર કોઈ કેપિટલ ગેન્સ બને છે તો તેની ઉપર પણ છૂટ મળી શકે છે.

  RBI બહાર પાડે છે:

  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારત સરકાર (Indian Government) તરફથી સોવરેન ગોલ્ડ બોન્ડ 2020-21 ઇશ્યૂ કરે છે. બોન્ડમાં રોકાણકારો એક ગ્રામના મલ્ટીપ્લાયમાં રોકાણ કરી શકે છે. તેમાં રોકાણની અવધિ (Tenure) 8 વર્ષ છે. પાંચમા વર્ષથી યોજનાથી વ્યાજ ચૂકવણીની તારીખથી બહાર જવાનો વિકલ્પ મળે છે. બોન્ડનું વેચાણ વ્યક્તિગત રીતે ભારતના નાગરિક (Indian Citizens), હિન્દુ અવિભાજીત પરિવારો (HUF), ટ્રસ્ટ, યુનિવર્સિટી અને પરમાર્થ સંસ્થાનોને જ કરી શકાશે.

  4 કિલોગ્રામ સુધી સોના માટે કરી શકો છો રોકાણ:

  સ્કીમ હેઠળ વ્યક્તિગત રોકાણકાર અને HUF એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું એક ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ ગોલ્ડ માટે રોકાણ કરી શકે છે. ટ્રસ્ટ અને આવા જ બીજા એકમો દર વર્ષે 20 કિલોગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. ગોલ્ડ બોન્ડનું વેચાણ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પોસ્ટ ઓફિસ અને માન્યતા પ્રાપ્ત શેર બજારોના માધ્યમથી કરવામાં આવશે.

  • ગોલ્ડ બૉન્ડ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. રોકાણકારોને ગોલ્ડ બૉન્ડના બદલામાં લોન લેવાની પણ સુવિધા મળે છે. રકમ અને વ્યાજ બંનેને સરકારે ગેરંટી મળે છે.

  • આરબીઆઈએ ગોલ્ડ બૉન્ડ માટે સોનાનો ભાવ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવતા સરેરાશ બંધ ભાવના આધારે નક્કી થાય છે. આ 999 શુદ્ધતા વાળા સોના માટે છે.

  • સોવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમ નવેમ્બર 2015માં લૉંચ કરવામાં આવી હતી. દેશમાં ફિજિકલ ગોલ્ડની માંગને ઓછી કરવા માટે અને લોકો ગોલ્ડના માધ્યમથી ઘરેલૂ બચત કરી શકે તે માટે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

  • જાણકારોના જણાવ્યા પ્રમાણે નોન-ફિજિકલ ગોલ્ડમાં રોકાણ કરવા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ એક પ્રભાવી રીત છે. જો ગોલ્ડ બોન્ડમાં પૈસા રોકનાર વ્યક્તિ મેચ્યોરિટી સુધી રહે છે તો તેને અનેક ફાયદા મળે છે.

  • ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કરવાની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સ્ટોરેજની ચિંતા નથી રહેતી. તેને ડીમેટમાં રાખવા પર કોઈ જીએસટી પણ નથી આપવો પડતો.

  • જો ગોલ્ડ બૉન્ડની મેચ્યોરિટી પર કોઈ કેપિટલ ગેન્સ બને છે તો તેમાં છૂટ આપવામાં આવશે. ગોલ્ડ બૉન્ડ પર મળનારો આ ખાસ લાભ છે.

  Published by:Vinod Zankhaliya
  First published: