ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર RBIનો મોટો નિર્ણય, ઘટાડ્યાં MDR ચાર્જિસ

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 7, 2017, 11:07 AM IST
ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર RBIનો મોટો નિર્ણય, ઘટાડ્યાં MDR ચાર્જિસ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડેબિટ કાર્ડને લઈને લેવામાં આવતા ચાર્જિસ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને વાજબી સ્તરે લાવવા માટે બદલાવ કર્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડેબિટ કાર્ડને લઈને લેવામાં આવતા ચાર્જિસ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને વાજબી સ્તરે લાવવા માટે બદલાવ કર્યા છે.

  • Share this:
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડેબિટ કાર્ડને લઈને લેવામાં આવતા ચાર્જિસ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંકે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ને વાજબી સ્તરે લાવવા માટે બદલાવ કર્યા છે. જે અંતર્ગત ડેબિટ કાર્ડથી થતી લેવડ-દેવડ માટે અલગ-અલગ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નક્કી કરવામાં આવ્યા છે.

MDRમાં ઘટાડાથી શું થશે?

જો આગામી દિવસોમાં બેંકો એમડીઆર ચાર્જિસ ઘટાડે છે તો તેનો ફાયદો આમ આદમીને મળશે. એમડીઆર ચાર્જિસમાં પરિવર્તન બાદ તમે જ્યારે પણ પોઈન્ટ ઓફ સેલ્સ મશીન (POS)થી ડેબિટ કાર્ડ દ્વારા લેવડ-દેવડ કરશો તો તમારે ના બરાબર ચાર્જ ચુકવવો પડશે.

આરબીઆઈના નવા નોટિફિકેશન પ્રમાણે 20 લાખ સુધી વાર્ષિક બિઝનેસ કરનાર નાના વેપારીઓ માટે એમડીઆર ચાર્જ 0.40 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આમાં દરેક લેવડ દેવડના ચાર્જની મહત્તમ મર્યાદા રૂ. 200 રહેશે. આ ચાર્જ ડેબિટ કાર્ડથી ઓનલાઈન કે પીઓએસ દ્વારા કરવામાં આવનાર લેવડ-દેવડ પર લાગુ પડશે.

ક્યૂઆર કોડ આધારિત લેવડદેવડ પર મર્ચેન્ટે 0.30 ટકા ચાર્જ ચુકવવો પડશે. તેમાં પણ દરેક લેવડ-દેવડની મહત્તમ મર્યાદા રૂ. 200 રહેશે. જો કોઈ મર્ચન્ટની શાખાનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયાથી વધારે હશે તો તેણે એમડીઆર ચાર્જ 0.90 ટકા ચુકવવો પડશે. તેમાં દરેક લેવડદેવડની મર્યાદા રૂ. 1000 રહેશે. જેમાં ક્યૂઆર કોડ દ્વારા લેવડ-દેવડ પર 0.80 ટકા ચાર્જ લાગશે, જેનો મહત્તમ ચાર્જ રૂ. 1000 રહેશે.

શું છે MDR?કોઈ બેંક કોઈ મર્ચન્ટ કે બિઝનેસ યુનિટને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સેવાઓ આપે છે, તેના બદલામાં જે ચાર્જ વસુલ કરે છે તેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે MDR કહે છે.

દેશમાં સતત વધી રહ્યા છે કેશલેસ ટ્રાન્ઝેક્શન

મોદી સરકારનું ફોકસ સતત ડિજિટલ ઈકોનોમી પર વધી રહ્યું છે. તેના કારણે કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં 38%નો વધારો થયો હતો. કુલ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 10.5 કરોડ પર પહોંચી ગઈ છે. એનપીસીઆઈ યૂપીઆઈ પ્લેટફોર્મને ચલાવે છે. નવેમ્બરમાં યૂપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શનની વેલ્યૂ 37% વધીને 9,679 કરોડ રૂપિયા થઈ, જે ઓક્ટોબરમાં 7,057 કરોડ રૂપિયા હતી.
First published: December 7, 2017
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading