ખુશખબર! 1 મેથી SBI સસ્તી કરશે લોન, આ લોકોને થશે ફાયદો

News18 Gujarati
Updated: April 5, 2019, 7:08 AM IST
ખુશખબર! 1 મેથી SBI સસ્તી કરશે લોન, આ લોકોને થશે ફાયદો
News18 Gujarati
Updated: April 5, 2019, 7:08 AM IST
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લોન 1લી મેથી સસ્તી થઇ જશે. SBIના રિપોર્ટ પ્રમાણે 1 મેથી એક લાખથી વધુની લોન સસ્તી થશે. તથા 1 મેથી SBIમાં ડિપોઝિટના દર પણ ઘટી જશે.

દરને એક્સટર્નલ બેંચમાર્ક સાથે જોડવાથી ગ્રાહકોને ઓટોમેટિકલી જ દર ઘટવાનો ફાયદો થશે. એક્સટર્નલ બેંચમાર્કિંગ નિયમ હેઠળ આ પહેલ કરનારી SBI દેશની પ્રથમ બેંક બની જશે.

અહીં ક્લિક કરી વાંચોઃ મોદી સરકારનું ટ્રમ્પ કાર્ડ: યુવાનોને આપવામાં આવશે દર મહિને રૂ. 6000

SBI દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આરબીઆઇ દ્વારા નીતિગત દરમાં બદલાવનો ફાયદો ગ્રાહકોને તુરંત આપવાના ઉદ્દેશ્યથી સેવિંગ ડિપોઝિટ અને ઓછી અવધીની લોનના વ્યાજદરને રેપોરેટ સાથે જોડવાનો નિર્ણય 1 મે 2019થી લાગુ થશે. જો કે તેનાથી એસબીઆઇના તમામ ગ્રાહકોને ફાયદો નહીં થાય. આ નિયમ માત્ર તેમને જ મળશે જેમાં 1 લાખ રૂપિયાથી વધુની રકમ હશે.

શું છે એક્સટર્નલ બેંચમાર્કિંગ ?

એક્સટર્નલ બેંચમાર્કિંગ નિયમ હેઠળ લોન્સમાં ફ્લોટિંગ વ્યાજદર રેપોરેટ અથવા ગવર્મેન્ટ સિક્યોરિટીમાં રોકાણ પર યીલ્ડ જેવા બહારના માનકો સાથે સબંધ કરવામાં આવશે. તેનો ફાયદો એ થશે કે RBI દ્વારા પોલીસી રેટ ઘટાડતા અથવા વધારતા જ કસ્ટમર્સ માટે લોન પણ તુરંત સસ્તા અથવા મોંઘા થઇ જશે. હાલ બેંક પોતાની લોન દરને પ્રિન્સિપલ લેન્ડિંગ રેટ (PLR), બેંચમાર્ક પ્રિન્સિપલ લેન્ડિંગ રેટ (BPLR), બેસ રેટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ (MCLR) જેવા આંતરિક માનકોના આધારે તૈયાર કરે છે.
First published: April 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...