Home /News /business /RBIએ Adani Groupની લોન પર સ્પષ્ટતા કરી, કહ્યું- "દેશની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ મજબૂત અને સ્થિર"

RBIએ Adani Groupની લોન પર સ્પષ્ટતા કરી, કહ્યું- "દેશની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ મજબૂત અને સ્થિર"

અદાણી ગ્રુપની લોનને લઈને RBIનું મોટું નિવેદન

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે કહ્યું હતું કે, સંકટગ્રસ્ત અદાણી જૂથને બેંક લોન અંગેની ચિંતા વચ્ચે ભારતનું બેંકિંગ ક્ષેત્ર મજબૂત અને સ્થિર છે.

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ શુક્રવારે કહ્યું હતું કે, સંકટગ્રસ્ત અદાણી જૂથને બેંક લોન અંગેની ચિંતા વચ્ચે ભારતનું બેંકિંગ ક્ષેત્ર મજબૂત અને સ્થિર છે. કેન્દ્રીય બેંકે એમ પણ કહ્યું કે, તે ધિરાણકર્તાઓ પર સતત નજર રાખી રહી છે. RBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તે 'વ્યાવસાયિક જૂથ'માં ભારતીય બેંકોના સંપર્કમાં આવવા અંગે ચિંતા વ્યક્ત કરતા મીડિયા અહેવાલોની નોંધ લઈને બેંકિંગ ક્ષેત્ર પર નજર રાખી રહ્યા છે. જોકે, RBIએ પત્યક્ષ રીતે અદાણી ગ્રુપનું નામ લીધું ન હતું.

RBIએ કહ્યું કે, વર્તમાન મૂલ્યાંકન મુજબ બેંકિંગ ક્ષેત્ર સ્થિતિસ્થાપક અને સ્થિર છે. મૂડીની પર્યાપ્તતા, સંપત્તિની ગુણવત્તા, પ્રવાહિતા, જોગવાઈનો ફેલાવો અને નફાકારકતા સંબંધિત વિવિધ પરિમાણો સારી સ્થિતિમાં છે.

RBIની દેખરેખ હેઠળ બેંકો

સેન્ટ્રલ બેંકે કહ્યું કે, એક નિયમનકાર અને સુપરવાઈઝર તરીકે RBI નાણાકીય સ્થિરતા જાળવવા બેંકિંગ સેક્ટર અને દરેક બેંક પર સતત નજર રાખી રહ્યા છે. RBI પાસે સેન્ટ્રલ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ લાર્જ લોન્સ (CRILC) ડેટાબેઝ સિસ્ટમ છે, જ્યાં બેંકો તેમની પાંચ કરોડ અને તેથી વધુની લોન વિશે માહિતી આપી રહ્યા છે. આ માહિતીનો ઉપયોગ મોનીટરીંગ માટે થાય છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપમાં SBI અને LICના રોકાણની નિર્ધારિત મર્યાદાને લઇ નિર્મલા સીતારમણનું નિવેદન

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય બેંક સતર્ક રહે છે અને ભારતીય બેંકિંગ ક્ષેત્રની સ્થિરતા પર સતત નજર રાખે છે. બેંકો લાર્જ લોન ફ્રેમવર્ક (LEF)ની માર્ગદર્શિકાનું પાલન કરી રહી છે.

SBIએ Adani Groupને 27 હજાર કરોડની લોન આપી

જણાવી દઈએ કે, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ શુક્રવારે કહ્યું કે, તેણે અદાણી ગ્રુપની કંપનીઓને લગભગ 27,000 કરોડ રૂપિયાની લોન આપી છે, જે એકંદર એક્સપોઝરના માત્ર 0.88 ટકા છે. SBIના ચેરમેન દિનેશ ખરાએ જણાવ્યું હતું કે, એવું લાગી રહ્યું નથી કે, અદાણી ગ્રૂપ તેની દેવાની જવાબદારી પૂરી કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, SBIએ આ જૂથને શેરના બદલામાં કોઈ લોન આપી નથી.

આ પણ વાંચો:  બજેટમાં મનરેગા યોજનાની ફાળવણીમાં કેમ ઘટાડો કરાયો? જાણો શું કહ્યું નાણામંત્રીએ...

ખારાએ જણાવ્યું વધુમાં હતું કે, અદાણી જૂથના પ્રોજેક્ટ્સને લોન આપતી વખતે ભૌતિક સંપત્તિ અને યોગ્ય રોકડ પ્રવાહને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, આ જૂથનો બાકી લોન ચૂકવવાનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે.
First published:

Tags: Adani Group, Business news, RBI Alert