RBI લાવે છે 100 રૂપિયાની નવી નોટ! દવા- કે પાણીમાં નહીં ઓગળે કે નહીં ફાટે, જાણો ખાસિયત

RBI લાવે છે 100 રૂપિયાની નવી નોટ! દવા- કે પાણીમાં નહીં ઓગળે કે નહીં ફાટે, જાણો ખાસિયત
જલ્દી આપનાં ખિસામાં 100 રૂપિયાની નવી નક્કોર નોટ

હાલમાં બજારમાં જે જાંબુડી રંગની 100 રૂપિયાની નોટ હાજર છે RBI તેને જ વોર્નિશ લગાવી નવાં રૂપમાં જાહેર કરશે. નવી 100 રૂપિયાની નોટની સૌથી મોટી ખાસિયત એ હશે કે, તે ખરાબ નહીં થાય. હજાર વખત તેને વાળવા પર પણ આ નોટ ફાંટશે નહીં

  • Share this:
    નવી દિલ્હી: બહુ જલ્દી આપનાં ખિસામાં 100 રૂપિયાની નવી નક્કોર નોટ. 100 રૂપિયાની આ નવી નોટ (New Rs 100 Note) અંગે કહેવામાં આવે છે કે, તે ન તો તે ફાટશે, ન ઓગળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) 100 રૂપિયાની નોટને વાર્નિશ લગાવી (Varnish Note) જાહેર કરવાની તૈયારીમાં છે. RBI એવી 1 અરબ નોટ છાપવાનું છે. (Rs 100 Currency) આવી રીહ છે. વોર્નિશ લાગેલી નોટ (Varnish Coating of new Rs 100 note)નું કારણ નોટને ટિકાઉ અને સુરક્ષિત બનાવવાની છે. હાલમાં તેનું ટ્રાયલ ચાલુ છે. ફિલ્ડ ટ્રાયલ સફળ રહ્યાં બાદ વોર્નિશ લાગેલી નોટ બજારમાંથી ઉતારવામાં આવશે. અને ધીમે ધીમે જુના નોટ સિસ્ટમમાંથી બહાર કરી દેવામાં આવશે. આ જાણકારી રિઝર્વ બેંકે તેમની વાર્ષિક રિપોર્ટમાં આપી છે. તો ચાલો નજર કરીએ આ નોટોની ખાસિયત પર.

    કેવી હશે આ નોટ- હાલમાં બજારમાં જે જાંબુડી રંગની 100 રૂપિયાની નોટ હાજર છે RBI તેને જ વોર્નિશ લગાવી નવાં રૂપમાં જાહેર કરશે. નવી 100 રૂપિયાની નોટની સૌથી મોટી ખાસિયત એ હશે કે, તે ખરાબ નહીં થાય. હજાર વખત તેને વાળવા પર પણ આ નોટ ફાંટશે નહીં. 100 રૂપિયાની નવી નોટ પર પાણીનો પણ કોઇ અસર નહીં થાય. કારણ કે આ નોટ પર વોર્નિશ પેઇન્ટ ચડાવવામાં આવશે. વોર્નિશ પેન્ટ તે જ છે જે લાકડા પર કરવામાં આવશે. હાલની નોટ જલ્દી ખરાબ થઇ જાય છે અને ફાંટી જાય છે મેલી થઇ જાય છે. નવી નોટમાં આમ નહીં થાય.



    વોર્નિશ વાળી નોટ હાલની નોટ કરતાં બમણી ટકાઉ હશે .100 રૂપિયાી નોટની સરેરાશ ઉંમર ત્રણ વર્ષ છે. વાર્નિશ ચઢેલી નોટની ઉંમર આશરે 7 વર્ષ હશે.

    સરકારે પહેલાં જ આપેલી છે મંજૂરી- ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર (ModiGovernment) પહેલાં જ ભારતીય રિઝર્વ બેંકને 100 રૂપિયાનાં મુલ્ય વાળા એક અરબ વોર્નિશ લાગેલાં નોટ છાપવાની મંજૂરી આપી ચૂકી છે. ગત નાણાકીય વર્ષ રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે એક સવલાનો લેખીતમાં જવાબ આપતા રાજ્ય સભામાં આ જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે, સરકારે એક અરબ વોર્નિશ લાગેલી બેંક નોટ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રમાણે બેંક નોટ વધુ લાંબા સમય સુધી વપરાશમાં લઇ શકાશે.
    Published by:Margi Pandya
    First published:Invalid date

    ટૉપ ન્યૂઝ