RBI આપે છે ઊંચું વળતર મેળવવાની તક, RDG સ્કીમમાં ખાતું ખોલાવો, પૈસા રહેશે સુરક્ષિત

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) એ આરબીઆઇ રિટેલ ડાયરેક્ટ (RBI Retail Direct) યોજનાનાં પ્લાનની જાહેરાત કીર છે. રિઝર્વ બેંકે આ પ્લાનમાં ખાતા ખોલવાં અને તેની જાળવણી પર કોઇ ચાર્જ લગાવ્યો નથી.

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) એ આરબીઆઇ રિટેલ ડાયરેક્ટ (RBI Retail Direct) યોજનાનાં પ્લાનની જાહેરાત કીર છે. રિઝર્વ બેંકે આ પ્લાનમાં ખાતા ખોલવાં અને તેની જાળવણી પર કોઇ ચાર્જ લગાવ્યો નથી.

  • Share this:
રોકાણ કરી ઊંચું વળતર મેળવવા ઇચ્છુકો માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નવી ઓફર લઈને આવ્યું છે. જેના માધ્યમથી તમને સારું રિટર્ન મળશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ રિટેલર ડાયરેક્ટ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ રોકાણકારો સરકારી સિક્યુરિટીઝમાં એક જ સ્થળે રોકાણની સુવિધા મળશે. ખાસ વાત એ છે કે, રિઝર્વ બેંક આ રોકાણ માટે ખાતુ ખોલવા કે મેનેજ કરવા માટે કોઈ ચાર્જ લેશે નહીં. ડિપોઝીટ ગેટવે માટે નોંધાયેલા રોકાણકારોને ચાર્જ ચૂકવવો પડશે.

આ ખાતું માત્ર ઓનલાઈન પદ્ધતિથી ઓપન થાય છે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે, રિટેલ રોકાણકારો રિઝર્વ બેન્ક પાસે રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ ખાતુ ખોલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારી સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટનરશીપ વધારવા માટે સરકારે ધી આરબીઆઇ રિટેલ ડાયરેક્ટર સુવિધાની જાહેરાત પણ કરી હતી.

સરકારી સિક્યોરિટીની પહોંચમાં સુધારો

આ પ્લાનનો હેતુ સરકારી સિક્યુરિટીની પહોંચમાં સુધારો કરવાનો છે. આ સાથે જ રિટેલ રોકાણકારોની ઓનલાઈન પહોંચ વધે તે માટે પણ આ સ્કીમ મદદરૂપ થશે. આ યોજનામાં પ્રાયમરી અને સેકન્ડરી એમ બંને બજાર સામેલ છે.

કોણ ખોલાવી શકે ખાતું?

રિઝર્વ બેંકના મત અનુસાર આ યોજનામાં સિંગલ અને જોઇન્ટ ખાતુ ખોલાવી શકાય છે. તમે કોઈ અન્ય રિટેલ રોકાણકાર સાથે પોતાનું ખાતું ખોલાવી શકો છો. અલબત્ત, તે માટે પાત્રતાના માપદંડો પૂરા કરવા જરૂરી છે.

રિટેલ રોકાણકારો પાસે ભારતમાં બચત બેંક ખાતું, પાન કાર્ડ અથવા કેવાયસી માટે કોઈપણ સત્તાવાર રીતે માન્ય ડોક્યુમેન્ટ, રિટેલ ડાયરેક્ટ પ્લાન હેઠળ નોંધણી કરવા અને આરડીજી ખાતું જાળવવા માટે ઇમેઇલ આઈડી અને મોબાઇલ નંબર સહિતની વસ્તુઓ હોવી આવશ્યક છે.

ઓનલાઈન પોર્ટલ

આ ઓનલાઇન પોર્ટલ રજિસ્ટર્ડ યુઝર્સને સરકારી સિક્યોરિટીઝના પ્રાથમિક ઇશ્યુ ઉપરાંત એનડીએસ-ઓએમ સુધી પહોંચ પ્રદાન કરશે. સેકેન્ડરી બજારમાં સરકારી સિક્યોરિટીઝના વેપાર માટે આરબીઆઈની સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક ઓર્ડરના મેચિંગની સિસ્ટમ છે.
First published: