Home /News /business /

RBIએ વ્યાજ દર 0.25 ટકા ઘટાડ્યો, સસ્તી થઈ શકે છે લોન

RBIએ વ્યાજ દર 0.25 ટકા ઘટાડ્યો, સસ્તી થઈ શકે છે લોન

હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈ ઓછી થવાની આશા, સામાન્ય લોકોને મળી શકે છે લાભ

હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈ ઓછી થવાની આશા, સામાન્ય લોકોને મળી શકે છે લાભ

    રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વ્યાજ દરો પર નિર્ણય લેનારી મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠકનો આજે નિર્ણય લેવાયો. આરબીઆઈએ RBIએ રેપો રેટને 25 બેસિક પોઇન્ટ ઘટાડી 6.5થી 6.25 ટકા કર્યો છે. આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેન્કની લોન સસ્તી થવા અને ઈએમઆઈ ઘટવાની આશા વધી ગઈ છે.

    આ અગાઉ, અર્થશાસ્ત્રીઓએ પણ આરબીઆઈની એમપીસી વ્યાજ દરોમાં 0.25 ટકા સુધીના ઘટાડાની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસના કાર્યકાળની આ પહેલી સમીક્ષા બેઠક છે. દાસે 12 ડિસેમ્બરે આરબીઆઈનું સુકાન સંભાળ્યું છે.

     કેમ ઘટાડ્યા વ્યાજ દરો

    આરબીઆઈએ મોંઘવારીમાં નરમીને જોતાં પોલીસી રેટ્સમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. ત્યારબાદ રેપો રેટ 6.50 ટકાથી 6.25 ટકા થઈ ગયો છે. આવું થતાં સામાન્ય લોકો માટે બેન્ક પાસેથી લોનના વ્યાજ દર સસ્તી થવા અને ઈએમઆઈ ઘટવાની આશા વધી ગઈ છે.

    FY20માં જીડીપી ગ્રોથ 7.4 ટકા રહેવાનો અનુમાન

    રિઝર્વ બેન્કે ઓક્ટોબર-ડિસેમ્બર જીડીપી 7.5 ટકા રહેવાનું અનુમાન છે. બીજી તરફ, નાણાકિય વર્ષ 2020માં જીડીપી ગ્રોથનું 7.4 ટકા રહેવાનું અનુમાન છે. જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર માટે ગ્રોથનું અનુમાન 7.2-7.4 ટકાની વચ્ચે રહી શકે છે.

    ઈએમઆઈ ઘટવાની આશા

    એસબીઆઈએ પોતાના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છે કે આરબીઆઈ રેપો રેટમાં 0.25 ટકા કાપ મૂક્યો છે તેથી તેનો સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે. હોમ, ઓટો અને પર્સનલ લોનની ઈએમઆઈ ઓછી થઈ જશે.

    મોંઘવારી દરમાં આવ્યો ઘટાડો

    બેન્ક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ સમીર નારંગનું કહેવું છે કે આરબીઆઈ પોતાના વલણમાં ફેરફાર લાવી શકે છે. આરબીઆઈ પોલિસી આઉટલુકને ન્યૂટ્રલ કરી શકે છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ફુગાવો રિઝર્વ બેન્કના 3.8 ટકાના અનુમાનથી ઓછો રહીને 2.6 ટકા રહ્યો હતો.

    અગાઉના દરો

    - રેપો રેટ 6.5 ટકા
    - રિવર્સ રેપો રેટ 6.25 ટકા
    - સીઆરઆર 4 ટકા
    - એસએલઆર રેટ 19.5 ટકા
    - એમએસએફ 6.75 ટકા

    આ પણ વાંચો, Income Tax જમા કરતા લોકો માટે ખુશખબરી, 2 વર્ષની અંદર 24 કલાકમાં મળશે રિટર્ન
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bank loan, Emi, Interest rates, Policy, Repo rate, Reverse Repo, આરબીઆઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन