Home /News /business /

RBI કરી ક્રેડિટ પોલિસીની જાહેરાત, રેપો રેટ ઘટીને થયો 7.25 ટકા, લોનના વ્યાજ ઘટશે

RBI કરી ક્રેડિટ પોલિસીની જાહેરાત, રેપો રેટ ઘટીને થયો 7.25 ટકા, લોનના વ્યાજ ઘટશે

ભારતીય રિઝર્વ બેંકે આજે જાહેર કરેલી ક્રેડિટ પોલિસીને પગલે હવે બેંક લોનનો માસિક હપ્તો ઘટવાના સંકેત ઉજળા બન્યા છે. આરબીઆઇએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે રેપો રેટ 7.25 ટકા થયો છે. સાથોસાથ રિવર્સ રેરો રેટ પણ 6.25 ટકા થયો છે. જોકે આરબીઆઇએ સીઆરઆમાં કોઇ ફેરફાર કર્યો નથી. જેને પગલે સીઆરઆર 4 ટકા જ રહેશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
નવી દિલ્હી # ભારતીય રિઝર્વ બેંકે આજે જાહેર કરેલી ક્રેડિટ પોલિસીને પગલે હવે બેંક લોનનો માસિક હપ્તો ઘટવાના સંકેત ઉજળા બન્યા છે. આરબીઆઇએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે રેપો રેટ 7.25 ટકા થયો છે. સાથોસાથ રિવર્સ રેરો રેટ પણ 6.25 ટકા થયો છે. જોકે આરબીઆઇએ સીઆરઆમાં કોઇ ફેરફાર કર્યો નથી. જેને પગલે સીઆરઆર 4 ટકા જ રહેશે.

આરબીઆઇએ વિકાસ દર 7.8 ટકાથી ઘટીને 7.6 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે મોંઘવારી વધવાની શક્યતા પણ દર્શાવી છે. આરબીઆએએ જાન્યુઆરી 2016 સુધી મોંઘવારી દર 5.8 ટકાથી વધીને 6 ટકા થવાની સંભાવના વ્યક્ત કરી છે. આરબીઆઇની આગામી પોલિસી હવે 4થી ઓગષ્ટ 2015ના રોજ જાહેર થશે.

કેમ કરાયો ઘટાડો?

આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, બેંકોનું ધિરાણ વ્યાજ સસ્તુ કર્યું છે અને મોંઘવારી પણ ઘટી છે. જેને પગલે રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકામાં પણ અત્યાર વિકાસ દર નથી વધી રહ્યો, સાથોસાથ નબળા ચોમાસાનું જોખમ પણ માથે મંડાઇ રહ્યું છે અને કાચા તેલની કિંમતો પણ વધવાની આશંકા છે. રોકાણમાં ઘટાડા થવાને પગલે દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઘટાડાની શું અસર થઇ શકે ?

રઘુરામ રાજનના અનુસાર સરકારી રોકાણ વધવું જરૂરી છે. એનપીએ સામે પગલાં લઇ રહ્યા છીએ, પરંતુ સરકારી બેંકોમાં રોકાણ ઉમેરવું જરૂરી છે. જ્યાં મોંઘવારીને નાથવા માટે વિતરણ વ્યવસ્થા સુધારવી પડશે. ખાદ્ય અનાજના ટેકાના ભાવમાં વધારો નહી કરવાથી પણ મોંઘવારી પર કાબુ મેળવવામાં મદદ મળશે. વીજ વિતરક કંપનીઓની બેલેન્સ શીટ પર ભારણ ઓછું કરવું પડશે. પરંતુ સરકારની સામાજિક યોજનાઓમાં કાપ મુકવાથી સર્વિસ સેક્ટરના વિકાસ દર પર અસર પડી શકે એમ છે.
First published:

Tags: આરબીઆઇ, ભારત, રઘુરામ રાજન, વર્લ્ડ બેંક

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन