Paytm જેવા વોલેટનો ઉપયોગ કરનારાઓ માટે મોટા ન્યૂઝ, RBIએ કરી આ જાહેરાત

RBIએ પેમેન્ટ ગેટવે પ્રોવાઇડર અને પેમેન્ટ એગ્રીગેટરને રેગ્યુલેટ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે

News18 Gujarati
Updated: February 7, 2019, 6:57 PM IST
Paytm જેવા વોલેટનો ઉપયોગ કરનારાઓ માટે મોટા ન્યૂઝ, RBIએ કરી આ જાહેરાત
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 7, 2019, 6:57 PM IST
ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ મોટું પગલું ભર્યું છે. RBIએ પેમેન્ટ ગેટવે પ્રોવાઇડર અને પેમેન્ટ એગ્રીગેટરને રેગ્યુલેટ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. તેનો અર્થ છે કે પેમેન્ટ ગેટવે જેમ કે પેટીએમ, મોબિક્વિક, ભારત બિલ હવે આરબીઆઈ ગાઇડલાઇન્સનું પાલન કરશે. તેની સાથે જ આ ગેટવે પોતાના કામ પ્રતિ વધુ પારદર્શી અને જવાબદાર બનશે જેનો ફાયદો ડિજિટલ પેમેન્ટ કરનારા સામાન્ય ગ્રાહકોને મળશે.

RBIએ 30 માર્ચ 2017ના રોજ ઈ-વોલેટ પર એડવાઇઝરી વિશે એક પ્રેસ રીલીઝમાં કહ્યું હતું કે એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે જેવા ઇન્ટરમીડિયરિજ અને પેમેન્ટ ગેટવે જે પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે અને સેન્ટ્રલ બેન્ક દ્વારા અધિકૃત નથી, તેઓએ પોતાની લેવડ-દેવડને 24 નવેમ્બર 2009ના બેન્કના દિશાનિર્દેશો હેઠળ એક નોડલ બેન્કના માધ્યમથી ટ્રાન્જેક્શન હોવું જોઈએ.

આ પણ વાંચો, 'બેસ્ટ બંગાળ' બનવા તરફ અગ્રેસર છે વેસ્ટ બંગાળ- મુકેશ અંબાણી

આ સંબંધમાં જાહેર 2009ના દિશાનિર્દેશોમાં પેમેન્ટ ગેટવે પ્રોવાઇડર અને પેમેન્ટ એગ્રીગેટર જેવા ઇન્ટરમીડિયરિજના નોડલ એકાઉન્ટના મેન્ટેનન્સ માટે કહ્યું હતું. 2009ના દિશાનિર્દેશો અનુસાર, મર્ચન્ટ દ્વારા ગ્રાહકો પાસથી મધ્યસ્થો દ્વારા પેમેન્ટના કલેક્શનની સુવિધાવાળી બેન્કો દ્વારા ખોલવામાં આવેલા અને બનાવવામાં આવેલા તમામ ખાતાઓને બેન્કોના આંતરિક ખાતાના રૂપમાં માનવામાં આવશે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના વ્યાજ દરો પર નિર્ણય લેનારી એમપીસીની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ રેપો રેટ 0.25 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. એમપીસીના 60માંથી 4 સભ્યોએ વ્યાજ દર ઘટાડવાના પક્ષમાં વોટ આપ્યો. આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેન્ક પાસેથી લેવામાં આવેલી લોન સસ્તી થવા અને ઈએમઆઈ ઘટવાની આશા વધી ગઈ છે.
First published: February 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

But the job is not done yet!
vote for the deserving condidate
this year

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626