Home /News /business /

RBIએ રેપો રેટ 0.25% ઘટાડ્યો, બહુ ઝડપથી ઘટી જશે તમારો EMI

RBIએ રેપો રેટ 0.25% ઘટાડ્યો, બહુ ઝડપથી ઘટી જશે તમારો EMI

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ

RBIના વ્યાજદરો પર નિર્ણય લેતી એમપીસી (મોનિટરી પોલીસી કમિટી)એ ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠક બાદ રેપો રેટ 0.25 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

    મુંબઈ :  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ના વ્યાજદરો પર નિર્ણય લેતી એમપીસી (મોનિટરી પોલીસી કમિટી)એ ત્રણ દિવસથી ચાલી રહેલી બેઠક બાદ રેપો રેટ 0.25 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈના નિર્ણય બાદ રેપો રેટ 6.25 ટકામાંથી ઘટીને 6 ટકા થયો છે.  એમપીસીના છમાંથી ચાર સભ્યોએ વ્યાજદરો ઘટાડવાની તરફેણમાં વોટિંગ કર્યું હતું.

    આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેંક પાસેથી કરજ લેવાનું સસ્તું થશે અને ઈએમઆઈમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

    નોંધનીય છે કે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસની ઓફિસની આ બીજી સમીક્ષા બેઠક છે. દાસે 12મી ડિસેમ્બરના રોજ આરબીઆઈનો કમાન સંભાળી હતી. આ પહેલા આરબીઆઈએ ફેબ્રુઆરીમાં થયેલી બેઠકમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો હતો. આવું 18 મહિના બાદ કરવામાં આવ્યું હતું.

    નવા નાણાકીય વર્ષની પ્રથમ સમીક્ષા બેઠક

    2019-20ના નવા નાણાકીય વર્ષની MPCની આ પ્રથમ બેઠક હતી. છ સભ્યોની એમપીસી બેઠકની આગેવાની આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ કરે છે.

    વર્તમાન દર:

    - રેપો રેટ : 6%
    - રિવર્સ રેપો રેટ : 5.75%
    - સીઆરઆર : 4%
    - એસએલઆર રેટ : 19.5%
    - એમએસએફ : 6.75%

    રેપો રેટ : જે દરે આરબીઆઈ કોમર્શિયલ તેમજ બીજી બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ ઘટવાનો સીધો મતલબ એવો થાય કે બેંકો પાસેથી લેવામાં આવતી લોન સસ્તી થશે. રેપો રેટ ઘટવાથી હોમ લોન, વ્હિકલ લોન વગેરે સસ્તી થાય છે.

    રિવર્સ રેપો રેટ : બેંકોને પોતાની થાપણ કે પૈસા આરબીઆઈમાં જમા કરવા પર જે વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ બજારમાં રોકડને નિયંત્રણ કરવાનું કામ કરે છે. બજારમાં વધારે રોકડ થવા પર આરબીઆઈ રિવર્સ રેપો રેટ વધારે છે.

    SLR: જે વ્યાજદર પર બેંક પોતાના પૈસા સરકાર પાસે જમા રાખે છે તેને એસએલઆર કહે છે. રોકડને નિયંત્રણ કરવા માટે આનો ઉપયોગ થાય છે. કોમર્શિયલ બેંકોએ અમુક ચોક્કસ રકમ જમા કરાવવી પડે છે, જેનો ઉપયોગ કોઈ ઇમરજન્સીની લેવડ-દેવડને પૂરી કરવા માટે કરવામાં આવે છે.

    CRR : બેન્કિંગ નિયમો પ્રમાણે તમામ બેંકોએ પોતાની કુલ રોકડની અમુક ચોક્કસ રકમ રિઝર્વ બેંક પાસે જમા રાખવી પડે છે. જેને સીઆરઆર કહેવામાં આવે છે.

    MSF: આરબીઆઈએ આની શરૂઆત વર્ષ 2011માં કરી હતી. એમએસએફ અંતર્ગત કોમર્શિયલ બેંકો એક રાત માટે પોતાની કુલ જમા પર એક ટકા સુધીની લોન લઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Emi, Reserve bank of india, આરબીઆઇ, હોમ લોન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन