Home /News /business /Digital Payment: હવે ફીચર ફોનથી કરી શકાશે Paytm, PhonePe પેમેન્ટ! RBIએ રજૂ કર્યો પ્લાન

Digital Payment: હવે ફીચર ફોનથી કરી શકાશે Paytm, PhonePe પેમેન્ટ! RBIએ રજૂ કર્યો પ્લાન

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા

Digital Payment by Feature Phone: RBI એ જણાવ્યું છે કે, TRAIના ઓક્ટોબરના આંકડા અનુસાર ભારતમાં અંદાજે 118 કરોડ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. જેમાં 74 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને બાકીના લોકો ફીચર ફોન (કીપેડ ફોન)નો ઉપયોગ કરે છે.

વધુ જુઓ ...
    મુંબઈ: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (Reserve bank of India)એ ડિજિટલ ચૂકવણી (Digital Payment)માં વૃદ્ધિ કરવા માટે ફીચર ફોન યૂઝર્સ માટે UPI (યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ) બેઝ્ડ પેમેન્ટ પ્રોડક્ટ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. કેન્દ્રીય બેન્કે રિટેઈલ રોકાણકારો દ્વારા UPIના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રકમની મર્યાદામાં વધારો કર્યો છે. રિટેઈલ પ્રત્યક્ષ યોજના અને IPO (Initial public offering) અરજીની મદદથી રકમની મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો છે.

    RBI એ જણાવ્યું છે કે, TRAIના ઓક્ટોબરના આંકડા અનુસાર ભારતમાં અંદાજે 118 કરોડ લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. જેમાં 74 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને બાકીના લોકો ફીચર ફોન (કીપેડ ફોન)નો ઉપયોગ કરે છે. કીપેડ ફોનનો ઉપયોગ કરતા લોકો ડિજિટલ ચૂકવણીનો લાભ મેળવી શકતા નથી. ફીચર ફોનમાં NUUP (નેશનલ યૂનિફાઈડ યૂએસએસડી પ્લેટફોર્મ) છે.

    RBIનો પ્રસ્તાવ

    RBIએ જણાવ્યું છે કે, નાણાકીય પ્રોડક્ટનો વ્યાપ વધારવા માટે ફીચર ફોનનો ઉપયોગ કરતા લોકો પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે તે જરૂરી છે. કેન્દ્રીય બેન્કના ગવર્નર શક્તિકાંસ દાસે જણાવ્યું કે, ‘સેન્ડબોક્સ’ ના પહેલા સમૂહમાં કેટલાક ઈનોવેટર્સે રિટેઈલ ચૂકવણીના વિષય હેઠળ ફીચર ફોનથી પણ ડિજિટલ ચૂકવણી થઈ શકે તે માટે કેટલાક ઈનોવેશન રજૂ કર્યા હતા.

    ફીચર ફોનમાં UPI પેમેન્ટ સુવિધા

    આ પ્રોડક્ટ તથા અન્ય પૂરક સમાધાન સાથે ફીચર ફોનથી ડિજિટલ ચૂકવણી કરી શકાય છે. ડિજિટલ ચૂકવણીનો વ્યાપ વધારવાના હેતુથી ફીચર ફોન યૂઝર્સ UPI આધારિત ચૂકવણી કરી શકાય તે માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ અંગે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે. RBIએ જણાવ્યું છે કે, IPO માટે UPIથી ચૂકવણી કરવી તે હવે સામાન્ય બની ગયું છે. રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, રૂ. 2 લાખથી રૂ. 5 લાખ સુધીના IPOની ચૂકવણી કરવી તે કુલ અરજીનો 10 ટકા ભાગ છે. RBI એ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, ઓક્ટોબર 2021માં UPIથી પ્રતિ દિવસ રૂ. 14 કરોડની લેવડદેવડ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: ફીચર ફોન યૂઝર્સ પણ કરી શકશે UPI payment, RBI લૉંચ કરશે On-device વોલેટ

    રૂ. 200થી ઓછી રકમનું પેમેન્ટ કરવાનો હિસ્સો 50 ટકા

    શક્તિકાંત દાસે માહિતી આપતા જણાવ્યું છે કે, વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે, રૂ. 200થી ઓછી રકમનું પેમેન્ટ કરવાનો હિસ્સો 50 ટકા છે. ઘણીવાર ગ્રાહકોએ કનેક્ટિવિટીના પ્રોબ્લેમના કારણે ડિજિટલ ચૂકવણી કરવામાં અસુવિધાનો સામનો કરવો પડે છે. આ કારણોસર UPI એપમાં ઓન ડિવાઈસ વોલેટના માધ્યમથી નાની રકમના ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકાય છે. જેનાથી ટ્રાન્ઝેક્શનની પ્રોસેસમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં થાય અને બેન્કોની સિસ્ટમ સાથે જોડાયેલ સોર્સનું સંરક્ષણ કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Digital payment, Paytm, Phonepe, આરબીઆઇ, મોબાઇલ, સ્માર્ટફોન

    विज्ञापन
    विज्ञापन