Bank Holidays in November 2021: આજથી આગામી પાંચ દિવસ સુધી બેંક રહેશે બંધ, જાણો યાદી

આરબીઆઈની રજાની યાદી (પ્રતીકાત્મક તસવીર)

Bank Holidays in November 2021: RBIની યાદીમાં અમુક એવી રજા પણ છે જે અમુક વિસ્તાર કે રાજ્યને લાગૂ પડે છે. બેંક કલેન્ડર પ્રમાણે અલગ અલગ રાજ્યમાં રજા અલગ અલગ દિવસે હોય છે.

  • Share this:
    મુંબઈ. Bank Holidays this week: ધનતેરસથી જ દિવાળી તહેવારો (Diwali festival 2021)ની શરૂઆત થઈ ગઈ છે. નરક ચતુર્દશી/કાળી ચૌદશ, દિવાળી, બેસતું વર્ષ, કાળી પૂજા, ગોવર્ધન પૂજા, ભાઈ બીજ/Bhai dooj અને પછી રવિવારને પગલે આજથી બેંકો દેશના અલગ અલગ શહેરોમાં પાંચ દિવસ સુધી બંધ રહેશે. આજ એટલે કે ત્રીજી નવેમ્બરથી સાતમી નવેમ્બર એટલે કે રવિવાર સુધી બેંકમાં રજા (Bank to remain shut for 5 days) રહેશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India) તરફથી તહેવારોની રજા અંગે આખી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

    દિવાળી, ભાઈ બીજ, ગોવર્ધન પૂજા જેવા તહેવારોને પગલે બેંકોમાં કામ બંધ રહેશે. RBIની યાદીમાં અમુક એવી રજા પણ છે જે અમુક વિસ્તાર કે રાજ્યને લાગૂ પડે છે. બેંક કલેન્ડર પ્રમાણે અલગ અલગ રાજ્યમાં રજા અલગ અલગ દિવસે હોય છે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાની યાદી પ્રમાણે નવેમ્બર મહિનામાં કુલ 17 બેંક રજા છે. આ રજા રાજ્ય પ્રમાણે છે. એટલે કે એવું બની શકે કે એક રાજ્યમાં કોઈ દિવસે બેંકમાં રજા હોય તો અન્ય રાજ્યમાં બેંકનું કામકાજ ચાલુ હોય.

    નવેમ્બર પ્રથમ અઠવાડિયામાં આવતી રજા (November bank holiday list)

    3 નવેમ્બર- બુધવાર: નરક ચતુર્દશી/કાળી ચૌદશના કારણે બંગલુરુમાં બેંક બંધ રહેશે.

    4 નવેમ્બર-ગુરુવાર: દીવાળી અને કાળી પૂજાને કારણે અગરતલા, અમદાવાદ, બેંગલુરુ, ભોપાન, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂર, ગંગટોક, ગૌહાટી, હૈદરાબાદ, જયપુર, કાનપુર, કોચી, મુંબઈ, નાગપુર, લખનઉ જેવા શહેરોમાં બેંક બંધ રહેશે.

    5 નવેમ્બર-શુક્રવાર: ગોવર્ધન પૂજા અને બેસતું વર્ષ હોવાથી અમદાવાદ, બેલાપુર, ગંગટોક, દેહરાદૂનમાં બેંક બંધ રહેશે.

    6 નવેમ્બર- શનિવાર: ભાઈબીદને પગલે ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનઉમાં બેંકકર્મીઓને રજા રહેશે.

    7 નવેમ્બર- રવિવારને પગલે તમામ જગ્યાએ બેંક બંધ રહેશે.

    RBIની ઑફિશિયલ વેબસાઇટ પર જાણો યાદી

    રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તરફથી બેંક રજા (Bank holidays list)ની જાહેરાત કરવામાં આવે છે. જેમાં રાજ્ય પ્રમાણે રજાની જાહેરાત કરવામાં આવે છે. બેંક રજાની આખી યાદી જાણવા માટે રિઝર્વ બેંકની એધિકૃત વેબસાઇટ (https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx) પણ ચકાશી શકો છો.

    આ પણ વાંચો: Tata PUNCH પર SBIની શાનદાર ઑફર, લોન પર મળશે વિશેષ છૂટ, જાણો કેવી રીતે અરજી કરશો

    નવેમ્બર મહિનામાં બેંક રજા

    નવેમ્બર મહિનો તહેવારોથી ભરેલો છે. દિવાળી, ભાઈ બીજ, ગોવર્ધન પૂજા, છઠ પૂજા જેવા તહેવાર આ મહિનામાં આવી રહ્યા છે. આ દિવસોમાં ખાનગી અને સરકારી બંને ક્ષેત્રની બેંકો બંધ રહે છે. તહેવારોને પગલે નવેમ્બરમાં કુલ 17 દિવસ સુધી બેંક બંધ રહેશે.
    Published by:Vinod Zankhaliya
    First published: