હવે આવી નોટો નહિ બદલી શકાયઃ RBI

News18 Gujarati
Updated: July 10, 2018, 5:00 PM IST
હવે આવી નોટો નહિ બદલી શકાયઃ RBI
હવે તમારી ફાટેલી-તૂટેલી નોટ ક્યાં ચાલશે એના માટે RBIએ માર્ગદર્શિકા બહાર પાડી

હવે તમારી ફાટેલી-તૂટેલી નોટ ક્યાં ચાલશે એના માટે RBIએ માર્ગદર્શિકા બહાર પાડી

  • Share this:
દિલ્હીઃ ફાટેલી-તૂટેલી નોટ ન બદલાવી શકતા આમજનતા માટે રાહતના સમાચાર છે. હવે લોકો આવી નોટ બદલાવી શકશે. ભારતીય રિઝર્વ બેંકે ફાટેલી નોટોને બદલવા માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. હવે આવી ફાટેલી નોટો સરકારને જુદા જુદા વિભાગમાં ચુકવણીરૂપે આપી શકાશે.

માર્ગદર્શિકામાં રિઝર્વ બેંકે સ્પષ્ટ જણાવ્યું છે કે આવી નોટો જે પાણી, પસીનો અથવા કોઈ અન્ય ચીજ લાગવાથી ખરાબ થઈ ગઈ હોય અથવા એના બે ટૂકડા થઈ ગયા હોય, એમાંના કોઈ જરૂરી ફીચર નાશ ન પામ્યા હોય તો એનું સરકારી ખાતામાં, સિવર ટેક્સ, પાણી ટેક્સ, વીજળી બિલ વગેરે માટે ચુકવણી કરી શકાશે. જોકે બેંક આવી ફાટેલી-તૂટેલી નોટો જનતાને ફરી ન આપી શકે.

આ સિવાય જે નોટના બે ભાગ થઈ ગયા હોય, એમાંથી એક ગુમ થઈ ગયો હોય અથવા ફાટેલી નોટના બેથી વધુ ટૂકડાને જોડી સાંધેલી નોટ કોઈ પણ બેંક શાખામાં આપી શકાય છે. આવી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના (નોટ રિફંડ) નિયમ 2009 હેઠળ બદલી શકાશે.

નહિ બદલી શકાશે નારા અથવા સંદેશવાળી નોટો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બીજી જુલાઈના રોજ બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે નોટ પર નારા લખેલા હોય અથવા રાજકીય સ્વરૂપના સંદેશાઓ લખેલા હોય તો કાયદાની માન્યતા અહીં સમાપ્ત થઈ જાય છે, એટલે કે આવી નોટો ક્યારેય બદલી શકાશે નહિ. આવી નોટો તમે બદલવાનો દાવો પણ નહિ કરી શકો. કોઈ પણ નોટને જાણીજોઈને કે ગુસ્સામાં નષ્ટ  ન કરવી જોઈએ. જો કોઈ નોટને જાણીજોઈને ફાડવામાં આવી હોય તો એને પણ બદલવાના દાવા કરી શકાતા નથી.
First published: July 10, 2018, 4:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading