Home /News /business /

આજથી 24 કલાક મફતમાં NEFTથી પૈસા મોકલી શકાશે, નવો નિયમ લાગૂ

આજથી 24 કલાક મફતમાં NEFTથી પૈસા મોકલી શકાશે, નવો નિયમ લાગૂ

ગત વર્ષ 2000ની 6 લાખ નોટ આવી હતી. આ વખતે આ સંખ્યા 17 કરોડથી પણ વધુ છે. 500થી વધુ નવી કરન્સી દસ ગુણીથી વધુ ખરાબ થઇ છે. બસોનો નોટ પણ ગત વર્ષ કરતા 300 ગણા વધુ બેકાર થયા છે. 20ની નવી કરન્સી આ વર્ષમાં 20 ગણી વધુ ખરાબ થઇ છે.

આરબીઆઈએ એક પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે બૅન્કોને એનઇએફટી હેઠળ વધારાની ઇન્ટ્રાડે લિક્વિડિટી (Intra-Day Liquidity) સુવિધા આપવામાં આવશે.

  ભારતીય રિઝર્વ બૅન્કે એક વિશેષ પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે 16 ડિસેમ્બરે એટલે કે આજથી રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર (NEFT) હેઠળ વધારાની ઇન્ટ્રાડે પ્રવાહિતા સુવિધા પૂરી પાડવામાં આવશે, જેથી 24X7 ફંડનું સેટલમેન્ટ કરીએ શકીએ. હાલમાં આરબીઆઈ દિવસમાં એકવાર કોલેટરલ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ સુવિધા પ્રદાન કરે છે. કેટલાક મહિના પહેલા આ સુવિધા 2 થી ઘટાડીને 1 કરવામાં આવી હતી.

  ભંડમાં સરળતા રહેશે

  આરબીઆઈના આ નિર્ણય પછી હવે બૅન્કો માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF)ની ઇમરજન્સી વિંડો હેઠળ વધારાની પ્રવાહિતા માંગી શકે છે. સેન્ટ્રલ બૅન્કે તાજેતરમાં 24X7 વખત એનઇએફટી દ્વારા ફંડ ટ્રાન્સફર સુવિધા અમલમાં મૂકી છે. ત્યારબાદ બૅન્કોએ સમાધાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં આરબીઆઈ તરફ આ પગલું ભર્યા પછી, હવે નવી વિંડોની મદદથી સમાધાન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.  આરબીઆઈ પોતે નિર્ણય કરશે

  તમામ બૅન્કોને આરબીઆઈની આ વિશેષ સુવિધાનો લાભ મળશે. જો કે, આરબીઆઇએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આરબીઆઈ સમયાંતરે આ સુવિધા હેઠળ મર્યાદા નક્કી કરશે. દિવસના અંતે આઉટસ્ટેનિંગ ડ્રોઇંગ ઓટોમેટિક 'લિક્વિડિટી સપોર્ટ' હેઠળ રૂપાંતરિત કરવામાં આવશે.

  એમએસએફને નિયમિત કામગીરી કરતા 25 બેસિસ પોઇન્ટ પર વધુ કરવામાં આવે છે. રેપો રેટના દરે નિયમિત કામગીરી કરવામાં આવે છે. વચગાળા દરમિયાન બૅન્કોને રાહત આપવા અને પ્રવાહિતા સંચાલન માટે મધ્યસ્થ બૅન્કે વધારાની રિવર્સ રેપો રેટ અને એમએસએફ સુવિધા પૂરી પાડી છે.
  Published by:Bhoomi Koyani
  First published:

  Tags: Bank, Business, Money, NEFT, આરબીઆઇ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन