ચેક આપતી વખતે ન કરો આ ભૂલ, નહીં તો આપવી પડશે પેનલ્ટી- જાણો RBIનો નવો નિયમ

પ્રતીકાત્મક તસવીર: Shutterstock

RBI new rule: નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI-National payment corporation of India) દ્વારા સંચાલિત NACHના માધ્યમથી બલ્ક પેમેન્ટનું કામ કરવામાં આવે છે.

  • Share this:
    મુંબઈ: જો તમે ચેક મારફતે ચૂકવણી (Payment through Cheque) કરો છો તો તમારે પહેલા કરતા વધારે સતર્ક રહેવાની જરૂર છે. ભારતીય રિઝર્વ બેંકે (RBI-Reserve bank of India) બેન્કિંગ નિયમમાં થોડો ફેરફાર કર્યો છે. મધ્યસ્થ બેંકે હવે 24 કલાક બલ્ક ક્લિયરિંગની (24 hours bulk clearing facility) સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેની સીધી અસર ચેક પેમેન્ટ (Cheque Payment) કરવાની રીત પર પડવાની છે. એટલે કે હવે ચેકને ક્લિયર થતા બે દિવસનો સમય નહીં લાગે. હવે ચેક નાખતા જ તાત્કાલિક તેની અમાઉન્ટ ક્લિયર થઈ જશે. આથી કોઈને ચેક આપતી વખતે તમારે થોડી સાવધાની રાખવી પડશે. આ ઉપરાંત ચેક નાખતા પહેલા એ પણ ચેક કરવું પડશે કે તમારા ખાતામાં પૈસા છે કે નહીં.

    સાતેય દિવસ ક્લિયર થશે ચેક

    હવે NACH (National Automated Clearing House) સાતેય દિવસ ઉપલબ્ધ હશે. આથી તમારે ચેકના માધ્યમથી પેમેન્ટ કરવા માટે વધારે સાવધાની રાખવી પડશે. હવે આ નૉન-વર્કિંગ દિવસ (Non-working days) એટલે કે રજાના દિવસે અને જાહેર રજા (Public holiday)ના દિવસે પણ કામ કરશે. આથી ચેક આપતા પહેલા એ જરૂરથી ચકાશી લો કે તમારા ખાતમાં પર્યાપ્ત રકમ છે કે નહીં. ચેક બાઉન્સ થવા પર તમારા ખાતામંથી પેનલ્ટી ભરવી પડશે.

    શું છે NACH?

    નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI-National payment corporation of India) દ્વારા સંચાલિત NACHના માધ્યમથી બલ્ક પેમેન્ટનું કામ કરવામાં આવે છે. જે એક સમયે અનેક ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા આપે છે. આ ઉપરાંત બલ્ક પેમેન્ટ જેમ કે પગાર, વ્યાજ, ડિવિડન્ટ વગેરેની ચૂકવણી થાય છે. તે ઇલેક્ટ્રિસિટી, ગેસ, ટેલિફોન, વૉટર, લોનનો હપ્તો, રોકાણ, ઇન્શ્યોરન્સ પ્રીમિયમ વગેરેની ચૂકવણીનું કામ પણ કરે છે.

    આ પણ વાંચો: SBI ગ્રાહકો ધ્યાન આપે, આ તારીખે બંધ થઈ શકે છે તમારું બેંક ખાતું, સેવા શરૂ રાખવા આટલું કરો

    હાઈ વેલ્યૂ ચેક માટે નિયમ

    RBI (Reserve bank of India) તરફથી જાન્યુઆરીમાં પૉઝિટિવ પે સિસ્ટમ લાગૂ કરવામાં આવી હતી. જેનાથી ચેક આધારિક પેમેન્ટ સિસ્ટમના વધારે સુરક્ષિત બનાવી શકાય. પૉઝિટિવ પે સિસ્ટમમાં 50 હજારથી વધુની ચૂકવણી વખતે વિગતોને ફરીથી તપાસમાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત ચેક રજૂ કરનાર ઇલેક્ટ્રોનિક રીતે ક્લિયરિંગ માટે રજૂ કરવામાં આવેલા ચેકની જાણકારી આપે છે. જેમ કે ચેક નંબર, ચેકની તારીખ, પેમેન્ટ કરનારનું નામ, એકાઉન્ટ નંબર, કિંમત અને વિવિરણ વગેરે.
    Published by:Vinod Zankhaliya
    First published: