50 હજારથી વધારેનો ચેક આપવા પર તમે મુકાઈ શકો છો મુશ્કેલીમાં, જાણો RBIનો નવો નિયમ!

ચેકની પ્રતિકાત્ક તસવીર

banks are going to implement positive pay system from 1 st September: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમ (cheque transaction system) માટે ઓગસ્ટ 2020માં પોઝિટિવ પે સિસ્ટમની (PPS) જાહેરાત કરી હતી. આ નિયમ મુજબ બેન્કના બધા ખાતા ધારકો માટે તેમની ઈચ્છાઅનુસાર 50,000 અથવા તેનાથી વધારે રકમના ચેક માટે આ સુવિધા લાગુ કરી શકે છે.

  • Share this:
    RBI new rule for cheque: ડિજિટલ યુગમાં નેટ બેંકિંગ (Net banking) અને ઓનલાઈન પ્લેટફોર્મનો (Online plateform) ઉપયોગ વધી રહ્યો છે. પરંતુ સાથે સાથે ચેકથી નાણાંકિય વ્યવહાર (cheque transaction system) પણ ચાલી રહ્યો છે. પરંતુ ક્યારેક ચેક દ્વારા છેતરપિંડી થવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આરબીઆઈએ (RBI) (reserve bank of india) ચેકથી થતી છેતરપિંડી (cheque fraud) અટકાવવાના હેતુથી પોઝિટિવ પે સિસ્ટમને (positive pay system) અમલમાં મુકવાની જાહેરાત કરી હતી. જેનો અમલ બેન્કો (banks) આગામી એક સપ્ટેમ્બરથી કરવા જઈ રહી છે. આ નિયમ અંતર્ગત ચેક ઈશ્યૂ કરતા પહેલા ખાતા ધારકોએ બેન્કને જાણ કરવી પડશે.

    જો તમારી પાસે બચત ખાતા માટે ઈન્ટરનેટ બેકિંગની (Internet Banking) સુવિધા નથી અને જો તમે 50,000 રૂપિયાથી વધારે કિંમતનો ચેક ઈશ્યૂ કરશો તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવું એટલા માટે થશે કારણ કે બેંકોએ હવે પોઝિટિવ પે સિસ્ટમને (positive pay system) લાગુ કરવાનું શરુ કર્યું છે. મોટાભાગની બેન્કો positive pay systemએ 1 સપ્ટેમ્બરથી લાગુ કરવા જઈ રહી છે. આરબીઆઈના (RBI) (reserve bank of india) નિયમ અનુસાર બેન્કો પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.

    ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચેક ટ્રાન્જેક્શન સિસ્ટમ (cheque transaction system) માટે ઓગસ્ટ 2020માં પોઝિટિવ પે સિસ્ટમની જાહેરાત કરી હતી. આ નિયમ મુજબ બેન્કના બધા ખાતા ધારકો માટે તેમની ઈચ્છાઅનુસાર 50,000 અથવા તેનાથી વધારે રકમના ચેક માટે આ સુવિધા લાગુ કરી શકે છે.

    ચેક થશે રિજેક્ટ
    આરબીઆઈના આ નિયમ અનુસાર (New rule of RBI for cheque) ચેક ઈશ્યૂ કરતા પહેલા તમારે આ અંગે બેન્કને પહેલા જાણ કરવી પડશે નહીં તો તમારો ચેક સ્વીકારવામાં નહીં આવે. તમારો ચેક રિજેક્ટ થઈ શકે છે. આ નિયમથી એવા સિનિયર સિટિઝનને મુશ્કેલીઓ આવી શકે છે. જો નેટ બેકિંગ અથવા મોબાઈલ બેકિંગની સેવાઓનો ઉપયોગ નથી કરતા.

    આ પણ વાંચોઃ-અમેરિકાની આ દિગ્ગજ કંપનીએ OYOમાં કર્યુ 50 લાખ ડોલરનું રોકાણ, જલ્દી જ આવશે IPO

    આ બેન્કોએ લાગુ કર્યો નિયમ
    ઉલ્લેખનીય છે કે એક્સિસ બેન્ક (Axis Bank) સહિત કુલ બેન્કોએ 50 હજારથી વધારેના ચેક માટે PPSને ફરજિયાત કરી દીધું છે. જે અંતર્ગત ગ્રાહકોને બેન્કને નેટ/ મોબાઈલ બેકિંગ અથવા શાખા ઉપર જઈને ચેકની ડિટેલ્સ આપવી પડશે.

    આ પણ વાંચોઃ-Facebookની મદદથી વધારો વેપાર! માત્ર 5 દિવસમાં મળશે રૂ.5 લાખથી રૂ.50 લાખ સુધીની લોન, આવી છે નવી સ્કીમ

    ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (state bank of india), કોટક મહિન્દ્રા બેન્કે પણ પોઝિટિવ પે સિસ્ટમને 50 હજાર રૂપિયાથી વધારે ચેક માટે લાગુ કરી દીધી છે. અત્યારે આ બેન્કોએ ગ્રાહકો માટે વૈકલ્પિક રાખ્યું છે. ઉલ્લેખનિય છે કે આ નિયમને લાગુ કરવાનો હેતું ગ્રાહકોની સુરક્ષા છે. આ સિસ્ટમ ચેક થકી થનારી છેતરપિંડીથી બચાવશે.
    Published by:ankit patel
    First published: