Home /News /business /RBI Repo Rate : મધ્યમ વર્ગને વધુ એક ઝટકો: રેપો રેટમાં 0.5 ટકાનો વધારો, તમામ લોન મોંઘી થશે
RBI Repo Rate : મધ્યમ વર્ગને વધુ એક ઝટકો: રેપો રેટમાં 0.5 ટકાનો વધારો, તમામ લોન મોંઘી થશે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (RBI)રેપો રેટમાં (repo rate)ફરીથી વધારો કર્યો
RBI Repo Rate News : રેપો રેટમાં 0.5 ટકાનો વધારા કરાયો, રેપો રેટ વધીને 4.90 ટકા થઇ ગયો છે, આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારવાથી હોમ અને કાર લોનની સાથે અન્ય લોનની ઇએમઆઈ વધી જશે
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ (RBI)રેપો રેટમાં (RBI Repo Rate)ફરીથી વધારો કર્યો છે. આ વખતે 50 આધાર અંકો (0.5) ટકાનો વધારા કરાયો છે. રેપો રેટ (Repo Rate)વધીને 4.90 ટકા થઇ ગયો છે. બુધવારે ખતમ થયેલી પોતાની બાય-મંથલી બેઠક પછી પ્રેસ કોન્ફરન્સમાં સેન્ટ્રલ બેંકે આ વિશે જાણકારી આપી હતી. રેપો રેટ વધવાથી તમામ પ્રકારની લોન હવે મોંઘી થશે. સામાન્ય નાગરિકો પર EMI નો ભાર પહેલાના મુકાબલે વધારે પડશે.
આરબીઆઈએ પોલિસી રેપો રેટને 50 આધાર અંક વધારીને 4.90% કરી દીધો છે. જ્યારે સ્થાયી જમા સુવિધા (SDF) દરને 4.15% થી વધારીને 4.65% અને માર્જિનલ સ્ટેંડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટને 4.65% થી વધારીને 5.15% પર એડજસ્ટ કર્યા છે.
આરબીઆઈ દ્વારા રેપો રેટ વધારવાથી હોમ અને કાર લોનની સાથે અન્ય લોનની ઇએમઆઈ વધી જશે. કારણ કે બેંક વધારેલા રેપો રેટનો બોઝ સીધો ગ્રાહકો પર નાખશે. રેપો રેટ વધવાની અસર સેવિંગ બેંક એકાઉન્ટ અને એફડી ઉપર પણ પડશે. બેંક પોતાના સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટ જમા પર વ્યાજ દર વધારી શકે છે. આ પહેલા 4 મે ના રોજ રેપો રેટમાં વૃદ્ધિ પછી તમામ બેંકોએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં વધારો કર્યો હતો.
રેપો રેટ એટલે શું?
રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર. આ દર ઘટે તો બેન્કોને ફાયદો થાય કારણ કે તેમણે આરબીઆઈને ઓછું વ્યાજ ચૂકવવું પડે. અને જો આ દર વધે તો બેન્કોએ આરબીઆઈને વ્યાજનો ઊંચો દર ચૂકવવો પડે.
રેપો રેટ વધે તો દેશમાં વિવિધ પ્રકારની લોનના વ્યાજના દરમાં વધારો થઈ શકે. EMIના વ્યાજ દર વધી શકે અને સામાન્ય માણસનું બજેટ ખોરવાય. જો રેપો રેટ ઘટે તો બેન્ક પોતાના વ્યાજના દર ઘટાડી શકે, હોમ લોન સહિતની કેટલીક લોન સસ્તી થઈ શકે. પરંતુ આ લોનના દર ઘટાડવા કે નહીં તે બેન્ક પર આધારિત હોય છે.
રિવર્સ રેપો રેટ એટલે શું?
રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચૂકવે તે. સામાન્ય સંજોગોમાં આરબીઆઈ દેશમાં નાણાના પુરવઠાની સપ્લાયને કંટ્રોલ કરવા માટે રિવર્સ રેપો રેટનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે.
રિવર્સ રેપો રેટ વધે તો શું થાય?
રિવર્સ રેપો રેટ વધે તો બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે. જ્યારે રિવર્સ રેપો રેટમાં વધારો થાય ત્યારે કોમર્શિયલ બેન્કોને આરબીઆઈ તરફથી વધારે વ્યાજ મળે. આ સ્થિતિમાં પણ બેન્કો પોતાના નાણા આરબીઆઈને ધીરે અને બજારમાં નાણાનો પુરવઠો ઘટી શકે છે.
એસએલઆર એટલે શું?
બેન્ક જે વ્યાજદરે પોતાના પૈસા સરકાર પાસે રાખે તેને એસએલઆર કહે છે. રોકડના જથ્થાને નિયંત્રણમાં રાખવા એસએલઆરનો ઉપયોગ થાય છે. કોમર્શિયલ બેન્કોએ સરકારને એક ચોક્કસ રકમ જમા કરાવવી પડે છે જેનો ઉપયોગ તે ઇમર્જન્સી દરમિયાન કરી શકે છે, તેને એસએલઆર કહેવાય છે.
સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો બેન્કિંગ નિયમો અંતર્ગત તમામ બેન્કોએ પોતાની થાપણનો ચોક્કસ હિસ્સો આરબીઆઈને જમા કરાવવાનો રહે છે. સીઆરઆર એટલે કેશ રિઝર્વ રેશિયો.
એમએસએફ એટલે શું?
એસએમએફની શરૂઆત આરબીઆઈએ વર્ષ 2011માં કરી હતી. કોમર્શિયલ બેન્ક એક રાત માટે એમએસએફ અંતર્ગત પોતાની જમા થાપણની એક ટકા લોન આરબીઆઈ પાસેથી મેળવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર