Home /News /business /RBI MPC Meet: પહેલા પણ 4 વાર ઝટકો આપી ચૂકી છે RBI, શું ફરી વધી જશે તમારો EMI?
RBI MPC Meet: પહેલા પણ 4 વાર ઝટકો આપી ચૂકી છે RBI, શું ફરી વધી જશે તમારો EMI?
સતત 4 વાર તમારી હોમ લોનની ઈએમઆઈ વધ્યા પછી હવે શું આવતીકાલે પણ ઝટકો મળશે?
RBI MPC Meet: શું રેપો રેટમાં ફરી એકવાર વધારો થવા જઈ રહ્યો છે? આવતી કારે પૂર્ણ થતી રિઝર્વ બેંકની મોનિટરી પોલિસીની બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવશે પરંતુ નિષ્ણાતો શું માની રહ્યા છે? કેન્દ્રિય બેંકનું વલણ શું રહી શકે છે?
મુંબઈઃ RBIની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક 5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ 3 દિવસની બેઠકમાં વ્યાજ દરો નક્કી કરવામાં આવશે. મોંઘવારીને જોતા કેન્દ્રિય બેંકના ગવર્નર શક્તિકાંત દાસે છેલ્લા ત્રણ વખત રેપો રેટમાં વધારો કર્યો છે. આગામી બેઠકમાં પણ વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે. બુધવારે મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવશે.
જોકે Hindi CNBCTV18 ના એક અહેવાલ મુજબ કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે આ વખતે RBI રેપો રેટમાં વધારાને લઈને નરમ વલણ અપનાવી શકે છે. કારણ કે મોંઘવારીનો દર નીચે આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પણ ઘટી રહી છે. રિઝર્વ બેંકે પાંચ મહિનામાં રેપો રેટમાં જોરદાર વધારો કર્યો હતો. ફુગાવાને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય બેંકે આ વર્ષે મે અને સપ્ટેમ્બર વચ્ચે રેપો રેટમાં ચાર વખત વધારો કર્યો છે.
રેટિંગ એજન્સી ક્રિસિલે વ્યાજદરમાં 0.25 ટકાના વધારાની આગાહી કરી છે. તેમજ અન્ય એજન્સીઓ ઇન્ડિયા રેટિંગ્સે 0.25 ટકા, ICRA 0.35 ટકા, SBI 0.35 ટકા અને HDFC બેન્કે 0.35 ટકાના રેપો રેટમાં વધારાની આગાહી કરી છે.
MPC શું છે?
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી), જે વ્યાજ દરો અંગે સેન્ટ્રલ બેન્કને ભલામણો કરે છે. આરબીઆઈ એક્ટ મુજબ, મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) માટે વર્ષમાં ચાર બેઠકો કરવી ફરજિયાત છે. ઉપરાંત, આરબીઆઈએ નાણાકીય વર્ષની શરૂઆત પહેલા આ મીટિંગ અંગે એક કેલેન્ડર જારી કરવાનું રહે છે.
જો કે, ખાસ સંજોગોમાં સમિતિ ગમે ત્યારે પોતાનો અચાનક નિર્ણય જાહેર કરી શકે છે. મોનેટરી પોલિસી કમિટી અથવા MPC ફુગાવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે જરૂરી પગલાં લે છે, જેમ કે રેપો રેટ નક્કી કરવા. રેપો રેટ એ દર છે કે જેના પર RBI કોમર્શિયલ બેંકો અને અન્ય બેંકોને ધિરાણ આપે છે. રેપો રેટ બેંકોના વ્યાજ દરને અસર કરે છે. તેના આધારે તમે સસ્તી કે મોંઘી લોન લો છો.
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર