નવી દિલ્હી. ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ના ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das)એ શુક્રવારે રેપો રેટ (RBI Repo Rate) અને રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) યથાવત રાખવાની જાહેરાત કરી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, રેપો રેટ 4 ટકા યથાવત રહેશે, આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરાતાં તે 3.35 ટકા રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આવા સતત 6 સત્રો થઈ ચૂક્યા છે જેમાં આરબીઆઇએ મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નથી કર્યા.
આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટને 4.25 ટકા પર રાખવામાં આવ્યા છે. દાસે જણાવ્યું કે, કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટીએ આ વખતે પણ પોતાનું વલણ એકોમેડેટિવ એટલે કે ઉદાર રાખ્યું છે.
The projection for real GDP growth is retained at 9.5% for 2021-22: RBI Governor Shaktikanta Das pic.twitter.com/Qs5AL5s6EO
શક્તિકાંત દાસે કહ્યું છે કે, હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી. MPCની આશાઓ અનુસાર ઇકોનોમી આગળ વધી રહી છે. વેક્સીનેશનથી ઇકોનોમીમાં સુધાર આવી રહ્યો છે. જૂન મહિનામાં મોંઘવારી વધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2021-22 માટે જીડીપી ગ્રોથ 9.5 ટકા રહેવાની આશા છ. નાણાકીય વર્ષ 2021-22 માટે સીપીઆઇ મોંઘવારીનું અનુમાન 5.7 ટકા રાખવામાં આવ્યું છે.
શક્તિકાંત દાસે આશા વ્યક્ત કરી છે કે, સરકાર તરફથી શરૂ કરવામાં આવેલા આર્થિક પેકેજ લાંબા સમય સુધી ચાલનારા સુધારોની સારી શરૂઆત કરશે. તેમણે એવું પણ જણાવ્યું કે, ઉપભોગ, રોકાણ અને બહારની ડિમાન્ડમાં ફરી એક વાર તેજી આવી છે.
આરબીઆઇ ગવર્નરે જણાવ્યું કે, ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 6.3 ટકા રહેવાનું અનુમાન છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 6.1 ટકા રહેવાનું અનુમાન છે. શક્તિકાંત દાસે કહ્યું કે, ડિમાન્ડ વધારવા માટે VRRR ઓક્શન કરશે. VRRRના માધ્યમથી 4 લાખ કરોડથી વધુની હરાજી થશે.
શક્તિકાંત દાસે મહાત્મા ગાંધીનું નિવેદન ટાંકતા આશાવાદી રહેવાની વાત કહેતાં પોતાની પ્રેસ કોન્ફરન્સને પૂર્ણ કરી હતી. દાસે કહ્યું કે, કૃષિ ગ્રોથ અને ઘેરલુ માંગમાં તેજી આવી છે. અમે ડિમાન્ડ વધારવા માટે સતત ઉપાય કરી રહ્યા છીએ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર