RBI Monetary Policy: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, જાણો આમ આદમી પર શું અસર પડશે?

ફાઇલ તસવીર.

RBI Monetary Policy: આરબીઆઈએ મોનેટરી પૉલિસી (monetary policy)માં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટને સ્ટેબલ રાખ્યો છે. એટલે કે રેપો રેટ પહેલાની જેમ 4 ટકા જ રહેશે.

  • Share this:
    નવી દિલ્હી: રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ની મૌદ્રિક નીતિ સમીતિની બેઠક (RBi MPC Meeting આજે એટલે કે સાતમી એપ્રિલના રોજ પૂર્ણ થઈ છે. પાંચ એપ્રિલથી શરૂ થયેલી આ બેઠક અંગે આજે RBI ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) આખરી પરિણામની જાહેરાત કરી હતી. આરબીઆઈએ મોનેટરી પૉલિસી (monetary policy)માં કોઈ ફેરફાર કર્યો નથી. RBIએ રેપો રેટને સ્ટેબલ રાખ્યો છે. એટલે કે રેપો રેટ પહેલાની જેમ 4 ટકા જ રહેશે. હાલમાં RBI રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ક્રમશ: 4 અને 3.35 ટકા છે. ઉલ્લેખનીય છે કે નવા નાણાકીય વર્ષ 2021-21ની આ પ્રથમ MPC બેઠક હતી. RBI ગવર્નર આ અંગે વિસ્તૃત પ્રેસ કૉન્ફરન્સ પણ કરશે.

    શક્તિકાંત દાસે શું કહ્યું?

    RBI ગવર્નરે કહ્યુ કે, રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા રહેશે. દાસે કહ્યુ કે, જ્યાં સુધી ગ્રૉથ ટકાઉ ન બને ત્યાં સુધી પૉલિસી રેટ ઉદાર જ રહેશે. એટલે કે તમારી હોમ લોન અને ઓટો લોનના EMI પહેલા જેટલા જ રહેશે. આ સાથે જ સસ્તા ઈએમઆઈ માટે પણ તમારે થોડી રાહ જોવી પડશે. આ સાથે જ આરીબીઆઈ ગવર્નરે 2021-22 માટે 10.5 ટકા જીડીપીનું અનુમાન લગાવ્યું છે. બજાર નિષ્ણાતો તરફથી પહેલા જ આ અંગે સંકેત આપવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો: ભારતમાં કોરોનાએ રેકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 1,15,736 નવા કેસ નોંધાયા, 630 લોકોનાં મોત

    શું છે મોનેટરી પૉલિસી?

    મોનેટરી પૉલિસીના આધારે બજારમાં નાણાની આપૂર્તિને નિયંત્રિત કરવામાં આવે છે. આ નીતિના આધારે એ નક્કી થાય છે કે રિઝર્વ બેંક કયા દરથી બેંકોને કરજ આપશે અને કયા દર પર બેંકો પાસેથી તેને પરત લેશે. મોટેનરી નીતિ ભારતીય મધ્યસ્થ બેંકના કેન્દ્રીય બોર્ડની ભલામણોને આધારે નક્કી કરવામાં આવે છે. આ બોર્ડમાં જાણીતા અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને નીતિ ઘડનારાઓ શામેલ હોય છે.

    આ પણ વાંચો: બીજાપુર અથડામણ: નક્સલીઓનો કથિત પત્ર આવ્યો સામે, અપહરણ કરાયેલા જવાનને છોડવા રાખી આ શરત







    આ પણ વાંચો: અમદાવાદ: 44 વર્ષના વ્યક્તિએ 29 વર્ષની મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી, પત્નીએ ફોડ્યો ભાંડો

    જાણે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કેટલો છે?

    ઉલ્લેખનીય છે કે રેપો રેટ એ દર છે જેના પર રિઝર્વ બેંક SBI સહિત બીજી બેંકોને ઓછા સમય માટે લોન આપે છે. જો તેમાં ઘટાડો થાય છે તો બેંકોએ RBIને ઓછું વ્યાજ આપવું પડે છે. જેની સીધી અસર તમારા EMI પર પડતી હોય છે. જો RBI રેપો રેટમાં વધારો કરે છે તો બેંકોએ RBIને વધારે વ્યાજ ચૂકવવું પડે છે. જેનાથી હોમ લોન, કાર લોન સહિતના દર વધી જાય છે. હાલ રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.5% ટકા છે. રિવર્સ રેપો રેટ એ છે જેના પર RBI બેંકોને વ્યાજ આપે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: