Home /News /business /RBI Monetary Policy: કેન્દ્રિય બેંકે રેપો રેટ 35 બેસિસ પોઈન્ટ વધાર્યો, તમારા EMI પર પડશે સીધી અસર

RBI Monetary Policy: કેન્દ્રિય બેંકે રેપો રેટ 35 બેસિસ પોઈન્ટ વધાર્યો, તમારા EMI પર પડશે સીધી અસર

RBI Monetary Policy News Updates: આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી મુદ્રા નીતિની જાહેરાત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોંઘવારી દરમાં નરમાઈના સંકેતો છતાં RBI વ્યાજ દરમાં વધુ એક વખત વધારો કરી શકે છે. જો આવું થાય તો લોકો ચોંકી શકે છે.

RBI Monetary Policy News Updates: આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી મુદ્રા નીતિની જાહેરાત કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોંઘવારી દરમાં નરમાઈના સંકેતો છતાં RBI વ્યાજ દરમાં વધુ એક વખત વધારો કરી શકે છે. જો આવું થાય તો લોકો ચોંકી શકે છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બુધવારે પોતાની નવી મુદ્રા નીતિની જાહેરાત કરી છે. જેમાં ફરી એકવાર મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. એમપીસીના  (MPC Meeting) નિર્ણયને જણાવતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોનિટરી પોલિસી કમિટીએ 6 વિરુદ્ધ 5ના વોટ સાથે રેપો રેટમાં 35 બેસિસ પોઇન્ટ થવા તો 0.35 ટકાનો વધારો કરવાનું નક્કી કર્યું છે. જે સાથે રેપો રેટ વધીને 6.25 ટકા થયો છે. આરબીઆઈ દ્વારા આ સતત પાંચમો વધારો છે. આ પહેલા કેન્દ્રિય બેંકે મે મહિનામાં 0.40, જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ત્રણેય મહિનામાં 0.50 દરનો વધારો કર્યો છે.

  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની નાણાકીય સમીક્ષા બેઠક (MPC Meeting)નો આજે છેલ્લો દિવસ છે. આ ત્રણ દિવસીય બેઠક 5 ડિસેમ્બર એટલે કે સોમવારથી શરૂ થઈ હતી. આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ વર્ષે 4 વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોંઘવારી દરમાં નરમાઈના સંકેતો છતાં RBI વ્યાજ દરમાં વધુ એક વખત વધારો કરી શકે છે. જો આવું થાય તો લોકો ચોંકી શકે છે. મીટિંગને લઈને નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે આરબીઆઈ વ્યાજ દરોમાં 0.25 થી 0.35 ટકાનો વધારો કરી શકે છે. લોકો બુધવારે આરબીઆઈની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રેપો રેટ એ દર છે જેના પર RBI બેંકોને લોન આપે છે. બીજી તરફ, રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને રૂપિયા રાખવા માટે વ્યાજ આપે છે. જો રેપો રેટ ઘટે છે, તો લોનના વ્યાજ દરમાં ઘટાડો થાય છે અને જો રેપો રેટ વધે છે, તો લોનના વ્યાજ દરો વધે છે અને EMI વધે છે.

  આ પણ વાંચોઃ IPO News: પહેલીવાર કોઈ વાઈન કંપની લિસ્ટ થવા જઈ રહી, અત્યારથી જ રોકાણકારો ઉત્સાહમાં

  આ પહેલા આ તારીખોએ વધ્યો હતો રેપો રેટ


  આરબીઆઈએ આ વર્ષે 4 મેના રોજ રેપો રેટમાં 0.4 ટકા, 8 જૂને 0.5 ટકા, 5 ઓગસ્ટે 0.5 ટકા અને 30 સપ્ટેમ્બરે 0.5 ટકાનો વધારો કર્યો હતો. અહીં સમજી લઈએ કે જ્યારે રેપો રેટમાં વધારો થાય છે, ત્યારે તેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડે છે. રેપો રેટની અસર લોનના વ્યાજ દરો પર પડે છે અને તેનાથી EMI વધે અને ઘટે છે. રેપો રેટ અને તમારી EMI જોડાયેલ છે. જેમ જેમ RBI રેપો રેટમાં વધારો કરે છે, તેમ તેમ બેંકો લોનના વ્યાજ દરમાં વધારો કરે છે અને તમારી EMI વધે છે. આરબીઆઈ નાણાકીય નીતિ નક્કી કરવા માટે સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સને ધ્યાનમાં લે છે.

  આ પણ વાંચોઃ ખેડૂતો માટે ખાસ, કોઈ અધિકારી હેરાન કરે કે વીમાની રકમ નથી મળી, ઘરબેઠાં કરી શકશો ફરિયાદ

  હોમ લોનનો EMI કેટલો વધશે?


  આજના વધારા પછી, 20 વર્ષ માટે 50 લાખની હોમ લોન માટે વ્યાજ દર 8.55% થી વધીને 8.90% થઈ ગયો છે. મતલબ કે હવે તમારે પહેલા કરતા 1,115 રૂપિયા વધુ EMIમાં ચૂકવવા પડશે. 12 મહિનાના EMIમાં લગભગ 13,380 રૂપિયાનો વધારો થયો છે.

  ઓટો લોનનો EMI કેટલો વધશે?


  ઓટો લોનની વાત કરીએ તો 3 વર્ષ માટે રૂ. 5 લાખની ઓટો લોન પર વ્યાજ દર 8.4% થી વધીને 8.75% થઈ ગયા છે. વ્યાજદરમાં આ વધારા બાદ દર મહિનાની EMI રૂ.81 વધી જશે. એટલે કે 12 મહિના માટે EMIમાં કુલ 972 રૂપિયાનો વધારો થશે.

  આ પણ વાંચઃ વધુ એક અમદાવાદી કંપનીનો IPO રોકાણકારોને માલામાલ બનાવશે, આજે એલોટમેન્ટ; લાગ્યા કે નહીં ચેક કરો

  MPC શું છે?


  RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC), જે વ્યાજ દરો અંગે કેન્દ્રીય બેંકને ભલામણો કરે છે.

  RBI એક્ટ મુજબ, મોનેટરી પોલિસી કમિટી (MPC) માટે વર્ષમાં ચાર બેઠકો કરવી ફરજિયાત છે. ઉપરાંત, આરબીઆઈએ નાણાકીય વર્ષની શરૂઆત પહેલા આ મીટિંગ અંગે એક કેલેન્ડર જારી કરવાનું રહેશે.


  જો કે, ખાસ સંજોગોમાં સમિતિ ગમે ત્યારે પોતાનો અચાનક નિર્ણય જાહેર કરી શકે છે. મોનેટરી પોલિસી કમિટી અથવા MPC ફુગાવાના લક્ષ્યાંકને મેળવવા માટે જરૂરી પગલાં લે છે, જેમ કે રેપો રેટ નક્કી કરવા.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Business news, RBI Monetary Policy, RBI repo rate

  विज्ञापन
  विज्ञापन