અર્થતંત્રમાં 'હોળી', વ્યાજદરમાં 'દિવાળી'! RBIએ રૅપો રેટ ઘટાડ્યો, લોન સસ્તી થશે

રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) 0.25 ટકા ઘટીને 4.9 ટકા કર્યો

News18 Gujarati
Updated: October 4, 2019, 1:54 PM IST
અર્થતંત્રમાં 'હોળી', વ્યાજદરમાં 'દિવાળી'! RBIએ રૅપો રેટ ઘટાડ્યો, લોન સસ્તી થશે
રિવર્સ રેપો રેટ (Reverse Repo Rate) 0.25 ટકા ઘટીને 4.9 ટકા કર્યો
News18 Gujarati
Updated: October 4, 2019, 1:54 PM IST
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India)એ વ્યાજ દરો (Repo Rate Cut) 0.25 ટકા ઘટાડવાની જાહેરાત કરી છે. MPC બેઠકમાં રૅપો રેટ 0.25 ટકા ઘટાડીને 5.15 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય બાદ સામાન્ય લોકો માટે બેંકથી લોન લેવી સસ્તી થઈ જશે. સાથોસાથ, EMI ઘટવાની પણ આશા વધી જશે. એક્સપર્ટ્સનું માનવું છે કે, મોંઘવારી દર આરબીઆઈના નિયત દાયરામાં છે. એવામાં અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે રૅપો રેટ ઘટાડવાની આશા પહેલાથી હતી. નોંધનીય છે કે, RBIએ ઑગસ્ટ પોલિસીમાં વ્યાજ દરો 0.35 ટકા ઘટાડ્યા હતા.

આ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપીનો વૃદ્ધિ દર પાંચ ટકા પર આવી ગયો હતો. તે 6 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. બીજી તરફ, આરબીઆઈ આ વર્ષે સતત ચાર વાર રૅપો રેટમાં ઘટાડો કરી ચૂક્યું છે. આ ચાર વારમાં કુલ મળીને 1.10 ટકાનો ઘટાડો રૅપ રેટમાં થઈ ચૂક્યો છે.

>> રૅપો રેટ (Repo Rate): 0.25 ટકા ઘટીને 5.15 ટકા કર્યો
Loading...

>> રિવર્સ રૅપો રેટ (Reverse Repo Rate) 0.25 ટકા ઘટીને 4.9 ટકા કર્યો
>> સીઆરઆર (CRR) 4 ટકા પર સ્થિર છે

રૅપો રેટ શું હોય છે?

જે રેટ એટલે કે વ્યાજ દરો પર આરબીઆઈ કોમર્શિયલ બેંકો અને બીજી બેંકોને લોના આપે છે, તેને રૅપો રેટ કહે છે. રૅપો રેટ ઓછી થવાનો અર્થ એ છે કે બેંકથી મળનારી લોન સસ્તી થઈ જશે. રૅપો રેટ ઓછી થવાથી હોમ લોન, વ્હીકલ લોન વગેરે તમામ સસ્તી થઈ જાય છે.

EMIમાં કેટલો ફાયદો થઈ શકે છે?

માની લો કે, રૅપો રેટમાં ઘટાડા બાદ કોઈ બેંક હોમ લોનનો વ્યાજદર 0.25 ટકા ઘટાડે છે તો તેનાથી 25 લાખ રૂપિયા સુધીની 20 વર્ષ માટેની લોનની ઈએમઆઈ દર મહિને લગભગ 400 રૂપિયા ઘટી જશે. જો આપે 25 લાખ રૂપિયા સુધીની લોન 20 વર્ષ માટે લીધી છે અને વ્યાજદર 8.35 ટકા છે તો હાલમાં આપની દર મહિને કપાતો ઈએમઆઈ 21,459 રૂપિયા હશે. પરંતુ જો વ્યાજદર ઘટીને 8.10 ટકા થઈ જાય છે તો આ હોમ લોન પર ઈઅસમેઆઈ 21,067 રુપિયા થઈ જશે.

કયા કારણે રૅપો રેટમાં ઘટાડો થયો?

આ પહેલા રિઝર્વ બેંકે ઑગસ્ટમાં નાણાકીય નીતિની સમીક્ષા કરી હતી અને ત્યારે પણ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. આ દરમિયાન આર્થિક સ્થિતિમાં ઘણો ફેરફાર આવ્યો છે. આ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકા રહી ગયો છે, જેની પર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ સરકારે ચોંકાવતા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરી દીધો હતો, જેના કારણે સરકારના ખજાનામાં 1.45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે. આ ઉપરાંત પીએમસી બેંકના સંકટથી નાણાકીય પ્રણાલીની અનિશ્ચિતતા વધી ગઈ.

આ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ઘટીને 5 ટકા રહી ગયો છે અને નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ માત્ર 6.8 ટકા રહ્યો છે. રિઝર્વ બેંકે પહેલા ક્વાર્ટરમાં 5.8 ટકા ગ્રોથનું અનુમાન કર્યુ હતું, પરંતુ બિલકુલ ખોટું પુરવાર થયું છે.

આ પણ વાંચો,

સોનાના ભાવમાં તેજીથી જ્વેલર્સની ચિંતા વધી, આ છે કારણ
જાણો - કયા શહેરના લોકો સૌથી વધારે ચૂકવે છે ઈનકમ ટૅક્સ!
First published: October 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...